હેલ્ધી મોર્નિંગ બ્રેકફાસ્ટ સ્પેશિયલ વર્મીસેલી વેજ ઉપમા બનાવીશું

આજે આપણે હેલ્ધી મોર્નિંગ બ્રેકફાસ્ટ સ્પેશિયલ વર્મીસેલી વેજ ઉપમા બનાવીશું.બાળકો ને રોજ રોજ બ્રેકફાસ્ટ માં શું આપવું તે મમ્મીઓ નો મોટો પ્રશ્ન છે તો આ વેજ ઉપમા એકદમ હેલ્ધી ઓપ્શન છેઆ બાળકો ને ભાવશે અને ઘર માં મોટા ને પણ પસંદ આવશે તો ચાલો આપણે જોઈ લઈએ તે કઈ રીતે બને છે.

સામગ્રી :

  • વર્મિસેલી સેવ
  • તેલ
  • રાઈ
  • જીરું
  • સૂકું લાલ મરચું
  • અડદ ની દાળ
  • ડુંગળી
  • ચણા ની દાળ
  • મીઠા લીમડાના પાન
  • સીંગદાણા
  • ટામેટા
  • બાફેલા બટાકા
  • બાફેલા વટાણા
  • બાફેલા ગાજર
  • બાફેલા કોર્ન
  • બાફેલા ફણસી
  • મીઠું
  • લાલ મરચું પાવડર
  • કેપ્સિકમ

રીત

1- આપણે અહીંયા વર્મીસેલી લઈ લઈશું માર્કેટ માં રોસ્ટેડ પણ મળે છે પણ આ રોસ્ટેડ નથી એટલે આ વાઇટ કલર ની છે. હવે આપણે તેને એક પેન માં રોસ્ટ કરીશું અને આ હેલ્ધી પણ છે હવે પેન માં અડધી ચમચી જેટલું તેલ લઈશું,હવે આપણે અડધો કપ વર્મિસેલી લઈ લઈશું.

2- આપણે ગેસ ધીમો જ રાખીશું આને શેકી લઈશું જ્યાંસુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકી લઈશું તમે વિડિયો માં જોઈ શકો છો કે શેકાય એટલે થોડો થોડો કલર તેનો બદલાવા લાગ્યો છે હજુ તેને શેકવાની છે બધી સેવ બ્રાઉન થાય ત્યાં સુધી,જો તમારે આ પ્રોસેસ ના કરવી હોય તો આ બજાર માં રેડીમેડ મળે છે.

3- આવી રીતે આવી સેવ લાવી ને પણ એક બરણી માં ભરી શકો છો આ સેવ બળી ના જાય એ વાત નું ખાસ ધ્યાન રાખવાનું છે હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધી સેવ બ્રાઉન કલર ની થઈ ગઈ છે હજુ થોડી વાર હલાવતા રહીશું કારણકે પેન હજુ ગરમ છે.

4- હવે આને એક પ્લેટ માં કાઢી લઈશું હવે તેને એક પ્લેટ માં લઇ લીધી છે હવે આપણે વઘાર કરી લઈશું તેના માટે એક મોટી ચમચી તેલ લઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં એક ચમચી રાઈ નાખીશું ત્યારબાદ એક ચમચી જીરૂ નાખીશું ત્યારબાદ એક સૂકું લાલ મરચું નાખીશું ત્યારબાદ એક ચમચી અડદ ની દાળ છે તે એડ કરીશું.

5- હવે એક ચમચી ચણા ની દાળ ને પંદર મિનિટ પલાળી ને રાખી હતી હવે તેમાંથી જે પાણી છે તેને કાઢી લઈશું તે પાણી ફેકી નથી દેવાનું ખાલી ચણા ની દાળ એડ કરીશું,હવે બધું મિક્સ કરી લઈશું હવે તેમાં મીઠા લીમડાના પાન છે તે એડ કરીશું,હવે તેમાં એક ચમચી સીંગદાણા એડ કરીશું.

6- આ બાળકો ને આપશો તો જલદી ભૂખ નઈ લાગે કારણકે આમાં ભરપૂર પ્રોટીન છે આ તમે બાળકો ને સ્કૂલ ના ટિફિન માં પણ આપી શકો છો સાંજે નાસ્તા માં આપી શકો છો,સવારે બ્રેકફાસ્ટ માં પણ આપી શકો છો આને સરસ સાંતળી લઈશું હવે આપણે એક ઝીણી સમારેલી ડુંગળી નાખીશું.

7- હવે તેને બરાબર હલાવી લઈશું તેને સાંતળી લઈશું.ડુંગળી હલકી ગુલાબી થાય ત્યાંસુધી તેને સાંતળી લઈશું હવે તેમાં એક નાનું કેપ્સીકમ એડ કરીશું હવે આપણી પાસે એક નાનું ટમેટું ઝીણું સમારેલું છે તે એડ કરીશું,જેટલું કલર વધારે હોય તેટલું પ્રોટીન વધારે મળે જેમ કે આમાં રેડ કલર છે,ગ્રીન કલર છે આ બધા કલર એડ થયા છે અને બીજા હજુ તેમાં વેજીટેબલ નાખીશું.

8- બાળકો ને કલરફૂલ વસ્તુ વધારે પસંદ આવતી હોય છે હવે આપણે બાફેલા શાકભાજી એડ કરીશું તમે કોઈપણ શાકભાજી લઈ શકો છો આપણે અહીંયા ફણસી લીધી છે, ગાજર લીધું છે, બટેકુ લીધું છે,કોર્ન છે અને વટાણા છે આ બધા ઝીણું સમારી ને બાફી લીધા હતા.

9- તેની એક સીટી કૂકર માં કરી લીધી હતી જેથી તેનો ચડવા માં ટાઈમ ઓછો જાય હવે આ બધા શાકભાજી પાણી સાથે એડ કરી લઈશું,હવે એકવાર હલાવી લઈશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેટલા બધા કલર છે ગ્રીન, રેડ એકદમ સરસ કલરફૂલ છે.

10- બધા શાકભાજી કુક થઈ ગયા છે એટલે તેને વધારે કુક કરવાની જરૂર નથી,હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું ત્યારબાદ એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર નાખીશું તીખું તમે તમારા ટેસ્ટ મુજબ સેટ કરી શકો છો. હવે આપણે સેવ એડ કરી લઈશું હવે સરસ મિક્સ કરી લઈશું.હવે ચણા ની દાળ નું પાણી હતું તે પણ તેમાં એડ કરીશું.

11- હવે આપણે પાણી એડ કરીશું આપણે એક વાડકી સેવ લીધી હતી તો આપણે ત્રણ વાડકી પાણી લઈશું હવે તેને હલાવી લઈશું હવે તેને ઢાંકીને કુક કરી લઈશું વચ્ચે વચ્ચે હલાવતા રહીશું નીચે ચોંટે નહીં તેનું ધ્યાન રાખવાનું છે હવે તમે વીડિયોમાં જોઈ શકો છે કે પાચ મિનિટ થઈ ગઈ છે અને આ ચડી ગઈ છે.

12- હવે જે પાણી દેખાય છે તેને બળવા દઈશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે પાણી બળી ગયું છે તો ગેસ બંધ કરી દઈશું હવે તેને સર્વે કરીશું આ એક નુડલ્સ જેવું દેખાય છે પણ આ એક હેલ્ધી ઓપ્શન છે નુડલ્સ કરતા, તો તૈયાર છે ગરમા ગરમ વર્મિસેલી ઉપમા,તો તમે ચોક્કસથી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *