પર્પલ જામ્બુ ફ્રૂટ આઇસક્રીમ – શિયાળામાં બહારનો આઈસ્ક્રીમ નહિ પણ ઘરે જ બનાવેલ આઈસ્ક્રીમ ખવડાવો…

પર્પલ જામ્બુ ફ્રૂટ આઇસક્રીમ :

ઉનાળામાં ગરમીની સીઝન – જૂન થી ઓગષ્ટ મહિના દરમ્યાન મળતું હોય છે. તેનો થોડો તુરાશ પડતો મધુર સ્વાદ હોય છે. સર્વવ્યાપક પર્પલ જાંબુ ફ્રુટ સારા એવા પ્રમાણમાં બધે જ બજારમાં મળે છે. તે સરસ જાંબુડિયા કલરના હોય છે. તે નાનું છે, છતાં તેના અનેક આશ્ચર્યજનક આરોગ્ય લાભો અને ઉપયોગો છે જે આ પ્રમાણે છે.

*તેમાં ઓછી ગ્લાયકેમિક ઇંડેક્સ હોવાને કારણે ડાય્બેટિક લોકો માટે ખૂબજ ફાયદાકારક છે. જે સુગર અને સ્ટાર્ચ ને ઉર્જામાં રુપાંતરિત કરે છે, આમ બ્લડ માં સુગર ના લેવલ ને ઘટાડે છે.

* પર્પલ જામ્બુ આયર્ન થી ખૂબજ સમ્રુધ્ધ છે. જેથી બ્લડ શુધ્ધ કરવા માટેનુ તે નેચરલ પ્યુરિફાયર છે.

* તેમાં વિટમિન એ અને સી વધારે પ્રમાણ માં હોવાથી સ્કીનને સ્વસ્થ રાખે છે. સ્કીનને ફ્રેશ અને ખીલ મુક્ત રાખે છે.

* આંખો માટે પણ ખૂબજ લાભદાયક છે.

* પર્પલ જામ્બુના ફળની સાથે તેના બીજ, પાંદડા અને છાલ બધુંજ અલગ રીતે ઉપયોગી છે.

* તેનાં બીજનો પાવડર દહીં માં મિક્સ કરીને લેવાથી કિડનીમાંની પથરી પાવડર થઇને તૂટી જાય છે.

* તેના બીજના પાવડરનું દૂધ સ્સથે નું મિશ્રણ સ્કીન પર લગાવાવાથી ખીલ મટી જાય છે.

* તેનાં છલ અને બીજ નો પાવડર અપચો અને ઝાડા જેવી ગેસ્ટ્રિક ડિસઓર્ડર સારવારમાં પણ મદદ કરે છે.

* પર્પલ જાંબુ નો રસ યાદશક્તિનું લેવલ વધારે છે. એનિમિયા જેવા રોગોની સારવાર માટે, અસ્થમા જેવા સ્વસન સંબંધિત વિકારમાં તેમજ દાંત અને પેઢાં ના રોગ માટે પણ લાભદાયક છે. તેનાં અનેક ફાયદાઓની સાથે થોડા ગેરફાયદાઓ પણ છે. જે નીચે પ્રમાણે છે.

*શસ્ત્રક્રિયા કરાવતા દર્દીઓએ જામ્બૂ ખાવાનું ટાળવું જોઇએ. કારણકે તેનાથી બ્લડ સુગરનું પ્રમાણ ઓછું થઇ શકે છે.

  • ‌- જામ્બુ ક્યારેય ખાલી પેટે ખાવું નહિ. ભોજન કર્યા બાદ જ ખાવું.
  • ‌- જામ્બુ ખાધાના કલાક પહેલા અને પછી દૂધ પીવું નહી.
  • ‌- જામ્બુ ફળ નાં ડાઘ લામ્બા સમય સુધી રહે છે તેથી કાળજી પૂર્વક જ ખાવુ.

પર્પલ જાંબુ ફ્રૂટ પર સાદુ મીઠું કે સંચળ પાવડર છાંટીને ખાઇ શકાય છે. બજારમાં પર્પલ જાંબુ ફ્રૂટનો જામ, મુરબ્બા, જેલીઝ, જયુસિસ, શરબત અને આઇસક્રીમ મળે છે. તો આજે પર્પલ જામ્બુ ફ્રૂટ આઇસક્રીમ ઘરે બનાવતા શીખવા માટે હું આપ સૌ માટે રેસિપિ આપી રહી છું. તો જરુર થી બનાવજો.

પર્પલ જામ્બુ ફ્રૂટ આઇસક્રીમ બનાવવા માટે ની સામગ્રી:

  • 1 કપ પર્પલ જામ્બુ નો પલ્પ
  • ½ કપ ફ્રેશ ક્રીમ
  • 1 કપ હંગ કર્ડ ( રેગ્યુલર કર્ડ માંથી બધું પાણી નિતારેલું કર્ડ ).
  • ½ કપ મિલ્ક પાવડર
  • ½ કપ સુગર પાવડર (ડાયબેટિક હોય તેઓએ અવોઇડ કરવો)
  • 10-15 કલર જેલી સ્વીટ- ગાર્નિશિંગ માટે
  • 4-5 ડ્રોપ્સ વેનિલા એસેંસ ( ઓપ્શનલ)

પર્પલ જામ્બુ ફ્રૂટ આઇસક્રીમ બનાવવા માટે ની રીત :

સૌ પ્રથમ સરસ મોટા પર્પલ જામ્બુ લ્યો. તેને પાણી થી ધોઇ, લૂછી ને કોરા કરી લ્યો. હવે તેની ચપ્પુ વડે ફરતી થી ઉભી સ્લાઇસ કરી વચ્ચેથી તેનો ઠળિયો કાઢી લ્યો. આ રીતે બધા જ જામ્બુ (રાવણા) માંથી પલ્પ કાઢી લ્યો.

એક બાઉલમાં જામ્બુ નો પલ્પ ભરીને એકબાજુ રાખી દયો. હવે ગ્રાઇંડરનો નાનો જગ લઇ તેમાં પર્પલ જામ્બુ નો પલ્પ ભરીને ગ્રાઇંડ કરો. ગ્રાઇંડ કરવાથી સરસ પર્પલ કલરનું ક્રીમી મિશ્રણ બનશે. ત્યારબાદ એક મોટુ મિક્સિંગ બાઉલ લ્યો.

તેમાં ½ કપ ફ્રેશ ક્રીમ, 1 કપ હંગ કર્ડ ( રેગ્યુલર કર્ડ માંથી બધું પાણી નિતારેલું કર્ડ ), ½ કપ મિલ્ક પાવડર અને ½ કપ સુગર પાવડર (ડાયબેટિક હોય તેઓએ અવોઇડ કરવો) લઇ બધુ બ્લેંડર અથવા વ્હીપર વડે સરસ થી મિક્સ કરો.

ત્યારબાદ તેમાં ગ્રાઇંડ કરેલું જામ્બુનું પર્પલ કલરનું મિશ્રણ ઉમેરી બધુ મિક્સ કરો. (આ સ્ટેપ પર તમે વેનિલા એસેંસ મિશ્રણમાં ઉમેરી શકો છો). બધુ સરસ વ્હિપ થઇ જાય એટલે એલ્યુમિનિયમ કે પ્લાસ્ટિકના એર ટાઇટ ક્ન્ટેઇનરમાં ભરી દ્યો. અને તેના એર ટાઇટ લિડ થી ઢાંકી દ્યો.

તમે આ મિશ્રણ ને કેંડી મોલ્ડ માં ભરી ને પણ ડીપ ફ્રીઝમાં 6-7 કલાક ફ્રીઝ કરી શકો છો. તો બળકો ને આપવા માં સરળતા રહેશે અને બાળકોને કેંડી ખાવાનો આનંદ આવશે.

હવે આઇસ્ક્રીમના મિશ્રણ ભરેલા કંન્ટેઇનર ને ડીપ ફ્રીઝ માં 6-7 કલાક ફ્રીઝ કરો. પર્પલ જામ્બુ ફ્રૂટ આઇસ્ક્રીમ બરાબર ફ્રીઝ થઇ જાય એટલે સર્વિંગ કપમાં સ્કુપ ભરી આઇસ્ક્રીમ મૂકો. કલરફુલ જેલી સ્વીટથી ગાર્નિશ કરો.

કેન્ડી મોલ્ડ ને, નળ માંથી પાણી ચાલુ કરી તેની નીચે એકાદ મિનિટ રાખી મોલ્ડ માંથી અન્મોલ્ડ કરી ટેસ્ટી, પૌષ્ટિક કેંડી નો સ્વાદ માણો. આઇસક્રીમ અને કેંડી સરસ નેચરલ પર્પલ કલર ના બનશે. તેમાં કલર ઉમેરવાની જરુર નથી. બધા માટે આ આઇસક્રીમ અને કેંડી ખૂબજ આરોગ્યપ્રદ છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *