જાંબુ જ્યુસ – જાંબુની સીઝન સરસ શરુ થઇ ગઈ છે, તો એકવાર આ જ્યુસ જરૂર બનાવજો…

કેમ છો ફ્રેન્ડસ….

અત્યારે જાંબુ બેઉ સરસ મળી રહયા છે તો એનો ઉપયોગ આપણે કરવોજ જોઈએ…સીજનલ ફ્રૂટ ખાવાની મજા જ કઈક ઓર છે . જાંબુ એક મોસમી ફળ છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ઔષધીય ગુણ પણ મળી આવે છે.જાંબુમાં આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. એમાં કોલીન અને ફોલીક એસિડ હોય છે.

જાંબું ખૂબ લાભદાયક ફળ છે. એનું સેવન કરવાથી બોડીની ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત થાય છે. આ ઉપરાંત ઘણી ગંભીરબિમારીઓથી પણ બચાવે છે. લોકો સીઝન પ્રમાણે ફ્રૂટનું સેવન કરતા હોય છે. ઉનાળામાં લોકો કેરીનું સેવન કરતા હોય છે. ત્યારે ચોમાસામાં જાંબુની સેવન કરતા હોય છે. જાંબુ તો લગભગ બધા લોકો ખાતા હોય છે.

ખાટા મીઠ્ઠા સ્વાદને કારણે જાંબુમાંથી ઘણી રેસિપી બની જાય છે. જાંબુને દુનિયામાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. જેવા કે જમ્બુલ, જાવા પ્લમ, જેમ્બલેગ અને બ્લેક પ્લમથી ઓળખવામાં આવે છે.

ડાયાબીટીસના દર્દીઓ માટે જાંબુની સાથે-સાથે તેને ઠળિયા પર રામબાણ ઈલાજ છે. ડાયાબીટીસના દર્દીઓ રોજ જાંબુ સિવાય તેની ઠળિયાના ચૂર્ણનું સેવન કરી શકે છે. આ ચૂર્ણ બનાવવા માટે જાંબુના ઠળિયાને સૂકવીને પીસીને આ ચૂર્ણ બનાવી શકાય છે. આ ચૂર્ણનું દરરોજ એક ગ્લાસ સાથે સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે.

તો ચાલો મિત્રો આપણે જોઈ લઈયે જંભૂ નું જ્યુસ….

“જાંબુ જ્યુસ “

  • 2 ચમચી ચાટ મસાલો
  • ૨૫૦ ગ્રામ જાંબુ
  • ૨ ચમચી ખાંડ
  • જરૂર મુજબ મીઠું
  • ૧/૪ ચમચી સંચળ
  • ૧ નંગ લીમ્બુનો રસ
  • ૨ કપ પાણી
  • થોડા બરફના ટુકડા

સૌ પ્રથમ જામ્બુને ધોઈ ને ઠડિયા કાઢી લો.

હવે ઠડિયા વગરના જામ્બુ,મીઠું, સંચળ, ખાંડ અને લીંબુ નો રસ મિક્સરજારમા નાખીને બરાબર ગ્રાઈન્ડ કરી લો.

હવે ગ્લાસમાં ૨ ચમચી જામ્બુની પેસ્ટ નાખીને જરૂર મુજબ પાણી તથા બરફ નાખીને સર્વ કરો

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *