રસવાળા મગ નું શાક – નાના મોટા દરેકને પસંદ આવશે આ મગ, બુધવારે જરૂર બનાવજો…

આજે આપણે રસવાળા મગ નું શાક એકદમ સરળ રીતે અને ટેસ્ટી બનાવીશું. આ શાક એકદમ ટેસ્ટી બને છે અને આમાં પ્રોટીન પણ વધારે હોય છે આ એક યુનિક રીત છે તો તમે એકવાર ચોક્કસથી બનાવજો ઘર માં બધા ને પસંદ આવશે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. રેસિપીના અંતમાં વિડિઓ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની લિંક આપી છે. ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિઓ જોવાના કોઈ પૈસા નથી.

સામગ્રી

  • મગ
  • ડુંગળી
  • ટામેટા
  • લીંબુ નો રસ
  • હળદળ
  • લીલા ધાણા
  • આદુ મરચા ની પેસ્ટ
  • લસણ
  • રાઈ
  • જીરું
  • હીંગ
  • ધાણાજીરું
  • કાશ્મીરી લાલ મરચું
  • લાલ મરચું પાવડર
  • સૂકું લાલ મરચું
  • તમાલપત્ર
  • મીઠું
  • મીઠા લીમડાના પાન
  • ગરમ મસાલો

રીત

1- સૌથી પહેલા આપણે અઢી કપ મગ લઈ ને ધોઈ લીધા છે તેને પાંચ કલાક પલાળી રાખ્યા હતા હવે,તેમાં ત્રણ કપ પાણી એડ કરી ને ધીમા ગેસ પર ચાર સીટી વગાડી લઈશું.ચાર સીટી થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું.

2- હવે એક કડાઈમાં ચાર ચમચી તેલ ગરમ કરવા મુકીશું,હવે તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ એડ કરીશું, ત્યારબાદ એક ચમચી જીરૂ એડ કરીશું, ત્યારબાદ બે તમાલપત્ર એડ કરીશું. ત્યારબાદ બે સૂકા લાલ મરચા એડ કરીશું, ત્યારબાદ બે લીલા મરચા અને આદુ ની પેસ્ટ એડ કરીશું.

3- હવે તેમાં બે ડુંગળી નાખી તેને સાંતળી લઈશું,હવે બધું સરસ મિક્સ કરી લઈશું,ત્યાર પછી બે ટામેટા એકદમ બારીક કટ કરેલા એડ કરીશું. અથવા ટામેટા પ્યુરી એડ કરીશું, ત્યારબાદ અડધી ચમચી હળદર નાખીશું, ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખીશું.

4- હવે ઢાંકી ને બે થી ત્રણ મિનિટ માટે કુક કરી લઈશું,હવે દસ મિનિટ થઈ ગઈ છે તો તેમાં થોડું આદુ છીણી નાખીશું. હવે તેમાં દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું, ત્યારબાદ એક ચમચી ધાણજીરૂ પાવડર એડ કરીશું.

5- હવે બધું મિક્સ કરીને ઢાંકી ને કુક કરી લઈશું,હવે બે મિનિટ થઈ ગઈ છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેલ બધું છૂટું પડવા લાગ્યું છે,ટામેટા અને ડુંગળી સરસ કુક થઈ ગયા છે હવે તેમાં બે ગ્લાસ પાણી એડ કરીશું.

6- હવે પાણી ને ઉકળવા દઈશું,હવે કૂકર પણ ઠંડુ થઈ ગયું છે અને મગ પણ સારી રીતે બફાઈ ગયા છે પાણી ઉકળવા લાગે એટલે તેમાં બાફેલા મગ એડ કરીશું,હવે બધું મિક્સ કરી લઈશું હવે અડધા લીંબુ નો રસ એડ કરીશું, હવે એક ચમચી ગરમ મસાલો એડ કરીશું.

7- હવે તમારા સ્વાદ અનુસાર મીઠું નાખીશું,હવે ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ માટે ઉકાળી લઈશું,જેથી મગ માં બધી મસાલા ની ફ્લેવર્સ આવી જાય, હવે ટેસ્ટી અને સ્વાદિષ્ટ રસા વાળા મગ તૈયાર થઈ ગયા છે,જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

8- હવે તેને સર્વે કરી લઈશું,હવે ઉપર થી એક વઘાર કરી લઈશું,તેમાં સરસ ટેસ્ટી અને ફ્લેવર્સ સરસ આવશે,હવે એક ચમચી ગરમ તેલ કરીશું, હવે તેમાં લસણ ના ટુકડા કરી ને નાખી દો,લસણ સરસ ગોલ્ડન થઈ ગયું છે.તેમાં આઠ થી દસ મીઠા લીમડાના પાન એડ કરીશું.

9- હવે તેમાં બે સૂકા લાલ મરચા એડ કરીશું.ત્યારબાદ પા ટી સ્પૂન હિંગ નાખીશું,હવે ગેસ બંધ કરી દઈશું હવે થોડું ઠંડું થવા દઈશું, ત્યારબાદ તેમાં એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું,હવે આ વઘાર રેડી દઈશું, આના થી શાક માં ખુબ જ સરસ ટેસ્ટ અને ફ્લેવર્સ આવશે.

10- હવે તેની ઉપર લીલા ધાણા થી ગાર્નિશ કરીશું,હવે સરસ મજાના રસા વાળા મગ નું શાક રેડી છે તેની સાથે રાઈસ રેડી કર્યો છે અને રોટલી સાથે પણ ખાઈ શકો છો.જો આ રીતે તમે મગ ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *