હોમમેડ કચ્છી દાબેલી – ઘણી રેસિપી જોયા પછી પણ દાબેલી ઘરે પરફેક્ટ નથી બનતી? આ રેસિપી લાગશે કામ…

આજે આપણે હોમમેડ કચ્છી દાબેલી બનાવવાની રીત જોઈશું.એકદમ બજાર જેવી ટેસ્ટી ચટાકેદાર લારી પર મળે તેવી દાબેલી ઘર માં જ રહેલા મસાલા માંથી જ બનાવીશું, બન્યા પછી તમે લારી ની પણ ભૂલી જશો,આજે આપણે પરફેક્ટ લારી પર મળે તેવી કચ્છી દાબેલી બનાવીશું.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • દાબેલી મસાલો
  • પાણી
  • તેલ
  • લસણ અને આદુંની પેસ્ટ
  • બાફેલા બટાકા
  • ખજૂર અને આંબલી ની ચટણી
  • મીઠું
  • કોથમીર
  • દાડમ
  • મસાલા સીંગ
  • ડુંગળી

રીત

1- સૌથી પહેલા આપણે ત્રણ ચમચી દાબેલી મસાલો લઈશું,હવે તેમાં ૧/૪ કપ પાણી એડ કરીશું.હવે તેને સરસ મિક્સ કરી લેવાનું છે.મસાલા માં ખાંડ અને લીંબુ ના ફૂલ છે તે સરસ ઓગળી જાય,હવે સરસ મિક્સ થઈ ગયું છે.

2- હવે આને સાઈડ માં મૂકી દઈશું,હવે તેનું સ્ટફિંગ બનાવવા માટે એક પેન મૂકી દીધું છે.પેન ને ધીમા ગેસ પર ગરમ કરીશું.હવે તેમાં બે ચમચી તેલ લઈશું. હવે તેમાં એક ચમચી લસણ અને આદુ ની પેસ્ટ નાખીશું.જો તમે લસણ ના ખાતા હોય તો તમે લીલા મરચા ની પેસ્ટ પણ નાખી શકો છો.

3- હવે આને એક મિનિટ માટે સાંતળી લઈશું.હવે આપણે જે મસાલા ને તૈયાર કરી ને રાખ્યો હતો તે એડ કરીશું.હવે તેને એક થી બે મિનિટ માટે સરસ સાતળી લઈશું,હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે તેલ છુટુ પડી ગયું છે મસાલો સરસ સંતળાઈ ગયો છે.

4- હવે તેમાં ચાર બટેકા ને બાફી લીધા હતા તે એડ કરીશું.બટેકા ને મેસ કરી લીધા છે,મસાલા ની સુંગંધ પણ બહુ સરસ આવી રહી છે હવે બધું સરસ મિક્સ કરી લઈશું.ત્યારબાદ એક થી બે મિનિટ માટે સાંતળી લઈશું,હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે.

5- તેનો કલર પણ એકદમ સરસ આવ્યો છે હવે તેનો ગળચટો સ્વાદ આપવા માટે ખજૂર આંબલી ની ચટણી છે તે એડ કરીશું.હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું.હવે સરસ મિક્સ કરી લઈશું.હવે તેમાં કોથમીર એડ કરીશું. હે ફરી થી બધું મિક્સ કરી લઈશું.

6- હવે આને પ્લેટ માં કાઢી લઈશું. બહુ જાડું નથી કરવાનું,હવે તેમાં દાડમ ના દાણા નાખીશું.હવે તેને હાથ થી દબાવી લઈશું ત્યારબાદ મસાલા સીંગદાણા નાખીશું.તેને પણ સરસ પાથરી લઈશું. તેને પણ હાથ થી થોડું પ્રેસ કરી લઈશું. હવે તેમાં થોડા લીલા ધાણા નાખીશું. તેને પણ થોડું દબાવી લઈશું.

7- હવે આપણે સૂકું કોપરું લીધું છે તે એડ કરીશું.તો તૈયાર છે દાબેલી નો મસાલો,હવે દાબેલી ના પાઉં લઈ લઈશું,હવે આપણે ચપ્પુ થી કટ કરી લઈશું.તેને ચારેય બાજુ થી કટ નથી કરવાનું એક ખૂણો તેને બાકી રાખવાનો છે.હવે દાબેલી માં એક સાઈડ ગ્રીન ચટણી લગાવી લઈશું.

8- હવે બીજી સાઈડ ખજૂર અને આંબલી ની ચટણી લગાવી દઈશું,જો તમે બાળકો માટે બનાવતા હોય તો ખજૂર અને આંબલી ની ચટણી નાખી શકો છો.હવે ચમચી મસાલો લઈ પાઉં માં મૂકી દેવાનો જેથી કોપરું છે સીંગદાણા બધું સરસ આવી જાય.

9- હવે તેમાં આપણે દાડમ ના દાણા નાખીશું.ત્યારબાદ થોડી ડુંગળી નાખીશું અને થોડા શેકેલા સીંગદાણા નાખીશું અને તેને થોડી દબાવી ને ભરી લઈશું, હવે તેવી જ રીતે બીજી પણ બનાવી લઈશું.હવે આને બટર થી શેકી લઈશું તેને શેકવા માટે એક પેન મૂકી દઈશું.હવે તેમાં એક નાની ચમચી બટર મૂકી ને શેકી લઈશું.

10- હેવ બન્ને દાબેલી આપણે પેન માં મૂકી દઈશું.પહેલા નીચે થી શેકાય જાય પછી નીચે થી શેકી લઈશું ધ્યાન રાખવાનું છે કે તેને દબાવાનું નથી હવે એક સાઈડ શેકાય ગઈ છે તો ઉપર થી થોડું બટર લગાવી લઈશું.

11- તમે વીડિયોમાં જોઈ શકો છો કે દાબેલી સરસ શેકાય ગઈ છે,શેકતી વખતે તેને થોડું સેટ કરતું જવાનું જેથી મસાલો બહાર ના આવે.હવે દાબેલી બીજી સાઈડ પણ સરસ શેકાય ગઈ છે હવે તેને પલટાવી લઈશું.હવે તેને પ્લેટ માં કાઢી લઈશું હવે આ દાબેલી ને ગરમા ગરમ સર્વ કરી લઈશું.

12- હવે દાબેલી સરસ શેકાય ગઈ છે હવે તેને ઝીણી સેવ માં કોટ કરી લઈશું. તમે શેકતી વખતે પણ કરી શકો છો પણ તે વખતે બહાર આવી જતી હોય છે.હવે આપણે સર્વે કરી લઈશું.તો તૈયાર છે એકદમ ચટપટી અને ટેસ્ટી ને સ્વાદિષ્ટ દાબેલી.તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *