ચટાકેદાર લસલસતું રીંગણ બટાકા નું વરા નું શાક…

આજે આપણે લગ્ન પ્રસંગ માં બને એવું ચટાકેદાર લસલસતું રીંગણ બટાકા નું વરા નું શાક જોઈશું.લગ્ન પ્રસંગ માં ખાઈ એ છે ત્યારે એમ થાય કે આપણે આવું કેમ નથી બનતું તો તમે આ રીત થી બનાવશો તો ચોક્કસથી બનશે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • બટેકા
  • રીંગણ
  • ટામેટા
  • તેલ
  • રાઈ
  • સૂકા લાલ મરચા
  • તમાલપત્ર
  • બાદિયા
  • લવિંગ
  • હીંગ
  • લીલા મરચા
  • મીઠું
  • હળદર
  • લાલ મરચું પાવડર
  • ધાણાજીરું પાવડર
  • ગોળ
  • વાટેલા આખા ધાણા
  • અથાણા નો મસાલો
  • લીલા ધાણા

રીત

1- અહીંયા આપણે બે બટેકા લઈ લઈશું,અને ચાર નાની સાઈઝ ના રીંગણ લઈ લઈશું.રીંગણ જાંબલી લઈશું તેમાં બી નું પ્રમાણ ઓછુ હોય છે હવે તેમાં બે ટામેટા લઈશું અને ત્રણ લીલા મરચા લઈશું.

2- સૌથી પહેલા રીંગણ અને બટેકા ને સમારી લઈશું,તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણે રીંગણ અને બટેકા સમારી લીધા છે મીડિયમ સાઈઝ ના તમારે ટુકડા કરવાના છે.તમે ચાહો તો બટાકા ને છાલ સાથે લઈ શકો છો.

3- હવે આ શાક ને કૂકર માં બાફી લઈશું,હવે તેમાં અડધો કપ પાણી નાખીશું.આપણું શાક બફાઈ જાય એટલું જ પાણી નાખીશું.તેને ધીમા ગેસ પર બે સીટી વગાડી લઈશું.અને ઠંડુ કરી લઈશું,હવે આપણે શાક નો વઘાર કરી લઈશું.

4- હવે તેના માટે એક પેન મૂકી દીધું છે તેમાં ત્રણ મોટી ચમચી તેલ એડ કરીશું. આ જ શાક માં તેલ નું પ્રમાણ વધારે હોય છે તમે ઓછું પણ કરી શકો છો. હવે તેમાં એક ચમચી રાઈ નાખીશું, ત્યારબાદ બે સૂકા લાલ મરચા નાખીશું, ત્યારબાદ એક તમાલપત્ર નાખીશું, ત્યારબાદ એક બાદિયું નાખીશું.

5- હવે તેમાં ત્રણ લવિંગ નાખીશું, ખડા મસાલા નો વઘાર આ શાક માં ખૂબ જ સરસ લાગે છે હવે વઘાર સરસ થઈ ગયો છે તો તેમાં અડધી નાની ચમચી હીંગ નાખીશું.હવે તેમાં બે ટામેટા ને ઝીણા સમારી ને એડ કરીશું.હવે તેમાં બે લીલા મરચાં સમારી ને એડ કરીશું. હવે તેમાં મીઠું નાખીશું.

6- હવે તેમાં અડધી નાની ચમચી હળદર નાખીશું.હવે તેમાં બે મોટી ચમચી લાલ મરચું પાવડર નાખીશું, જેથી તેનો કલર પણ સરસ આવશે, અને બે મોટી ચમચી ધાણાજીરૂ પાવડર નાખીશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું,તમે વિડિયો માં જોઈ શકો છો કે મસાલા અને ટામેટા સરસ ચડી ગયા છે.

7- હવે તેમાં બાફેલા રીંગણ અને બટેકા નાખીશું,હવે બધું મિક્સ કરી લઈશું,હવે આ સ્ટેજ પર પાણી એડ કરીશું.હવે બધું મિક્સ કરી લઈશું,હવે એક ચમચી ગોળ નાખીશું,તમે ખાંડ પણ નાખી શકો છો પરંતુ ગોળ નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.

8- હવે ધીમા ગેસ પર તેને કુક કરી લઈશું,જેથી રીંગણ અને બટેકા માં બધો મસાલો ચડી જાય.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે એક મિનિટ થઈ ગઈ છે શાક નો રસો સરસ ઘટ્ટ થઈ ગયો છે.આ સ્ટેજ પર ચાહો તો થોડું પાણી એડ કરી શકો છો.

9- હવે લગભગ આપણે બે કે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું.હવે બાકી ના મસાલા કરી લઈશું.હવે તેમાં એક ચમચી વાટેલા આખા ધાણા એડ કરીશું.હવે એક મોટી ચમચી અથાણા નો મસાલો એડ કરીશું.હવે બધું મિક્સ કરી લઈશું.હવે ફરી થી એક મિનિટ માટે ઢાંકી ને કુક કરી લઈશું.

10- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે શાક આપણું એકદમ સરસ થઈ ગયું છે એકદમ ચટાકેદાર અને લસલસતુ દેખાય છે.આ શાક ફકત પાંચ જ મિનિટમાં બની જાય છે.હવે તેમાં લીલા ધાણા નાખીશું.અને તેને ગાર્નિશ કરી લઈશું.

11- હવે ગેસ બંધ કરી ને શાક ને ગરમા ગરમ સર્વ કરી લઈશું.તો તૈયાર છે રસોઈયા મહારાજ બનાવે તેવું અથવા લગ્ન પ્રસંગ માં બને તેવું રીંગણ અને બટેકા અને વરા નું શાક.એકદમ ચટાકેદાર આ શાક માં રીંગણ ઓગળી જવા જોઈએ અને બટેકા આખા હોવા જોઈએ.જેને તમે પૂરી સાથે,પરોઠા સાથે ખાઈ શકો છો.એકવાર ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *