કાચી કેરીની ચટપટી વાનગી – સાંજની રસોઇનો સચોટ ઉપાય – Kachi Keri Mathi Chatpati Vangi At Home

આજે આપણે કાચી કેરી ની ચટપટી વાનગી બનાવીશું.જે સાંજ ની રસોઈ નો સચોટ ઉપાય છે. આપણે કાચી કેરી નો ઉપયોગ કરી ને આપણે ખાટા મીઠા અથાણા તો આપણે બનાવતા જ હોય છે અને ઘણા ઠંડા પીણા બનાવતા હોય છે આ સ્વાદ થી ભરપુર છે અને ગરમી ને તો ક્યાંય ઉડાડી દેશે.તો ચાલો હવે જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • વધેલો ભાત
  • તલ
  • વાટેલા લીલા મરચાં
  • મીઠું
  • સીંગદાણા
  • તેલ
  • મીઠા લીમડાના પાન
  • રાઈ
  • આખા લાલ મરચાં
  • દાળિયા
  • અડદ ની દાળ
  • કાચી કેરી
  • હીંગ
  • હળદર

રીત

1- સૌથી પહેલા આપણે એક પેન લઈશું.તેમાં બે ચમચી તેલ લઇ લઈશું, હવે તેમાં દોઢ ચમચી રાઈ એડ કરીશું આમાં રાઈ નો સ્વાદ બહુ સરસ આવે છે.હવે તેમાં મીઠા લીમડાના પાન નાખીશું.

2- હવે તેમાં બે આખા લાલ મરચાં તેને તોડી ને એડ કરીશું.હવે તેમાં પા કપ સીંગદાણા એડ કરીશું,હવે ગેસ ધીમો જ રાખવાનો છે જેથી તે બળી ના જાય હવે તેમાં બે ચમચી દાળિયા એડ કરીશું.

3- તમે ચણા ની દાળ પણ લઈ શકો છો.હવે તેમાં એક ચમચી અડદ ની દાળ એડ કરીશું.આપણે અહીંયા કાચી લીધી છે તમારે ધોઈ ને પલાળી ને લેવી હોય તો તે પણ લઈ શકો છો.

4- હવે ગેસ ધીમો જ રાખી ને આપણે તેમાં બે ટેબલ સ્પૂન તલ એડ કરીશું. હવે બધું મિક્સ કરી લઈશું.હવે વાટેલા લીલા મરચા એડ કરીશું.તીખાશ માટે આપણે લાલ મરચાં નો ઉપયોગ નથી કરવાના એટલે આમાં બે લીલા મરચા એડ કર્યા છે.

5- હવે તેમાં અડધી ચમચી હીંગ એડ કરીશું.હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું અને મીઠું સ્વાદ અનુસાર નાખીશું.હવે આ બધું સરસ સંતળાય ગયું છે અને સીંગ નો કલર પણ બદલાઈ ગયો છે જે તમે વીડિયોમાં જોઈ શકો.

6- હવે એક કપ કાચી કેરી નું છીણ એડ કરીશું.આ છીણ મોટી છીણી થી કરવુ નઈ તો સાવ ઓગળી જશે.જેથી તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે, હવે બધું મિક્સ કરી લઈશું,આને વધારે ટાઈમ સાંતળવાનું નથી હવે તેમાં ત્રણ કપ ભાત એડ કરીશું.

7- જો તમે સવારે બનાવ્યા હોય તો તેને ઠંડો કરી લેવાનો ત્યારબાદ તેમાં એડ કરવાનો.તમે વધેલો ભાત પણ એડ કરી શકો છો.હવે આને બધું મિક્સ કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા ભાત નો દાણો એકદમ છૂટો છૂટો છે.

8- હવે આને ચાર થી પાચ મિનિટ માટે કુક કરી લઈશું જ્યાં સુધી ભાત ગરમ ના થાય ત્યાં સુધી.હવે આપણે ગેસ બંધ કરી દઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો ભાત તૈયાર થઈ ગયો છે.

9- હવે સર્વે કરીશું તેને એક બાઉલ માં કાઢી લઈશું.આ કાચી કેરી ના ચટાપટા ભાત ને કેરી ના ફજેતા જોડે પીરસિયો છે.આ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ બનાવો આ કાચી કેરી ના ચટપટા રાઈસ.તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *