પુરણપોળી – પૂરણપોળી બનાવવાની એકદમ સરળ રીત – How To Make A Puranpodi At Home

આજે આપણે જોઈશું પુરણપોળી બનાવવાની એકદમ સરળ રીત,આ નાના બાળકો ને અને મોટા ને બધા ને બહુ પસંદ આવશે, તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • ઘઉં નો લોટ
  • તુવેર દાળ
  • ગોળ
  • ખાંડ
  • ઘી
  • તેલ
  • કોપરા નું છીણ
  • ઈલાયચી પાવડર
  • જાયફળ

રીત

1- પુરણપોળી બનાવવા માટે એક કપ તુવેરની દાળ લઈ લઈશું અને તેને ધોઈ લઈશું આમાં આપણે બહુ પાણી નઈ નાખીએ જો વધારે પાણી હશે તો આપણે પાણી બાળવું પડશે અથવા દાળ નું ઓસામણ બનાવી લેવાનું.

2- આપણે એ ના કરવું હોય તો આપણે માપ નું જ પાણી એડ કરીશું તેની એક ટિપ્સ જોઈશું,આ એક કપ દાળ હતી તો દોઢ કપ પાણી નાખીશું હવે આના થી વધારે પાણી નઈ નાખવાનું હવે દાળ ને ઉકળવા દઈશું હવે તેને ઢાંકીને બે થી ત્રણ સીટી કરી લઈશું.

3- હવે દાળ બફાય છે ત્યાંસુધી લોટ બાંધી લઈશું હવે આપણે ચાર કપ ઘઉંનો લોટ લઈશું હવે તેમાં બે ચમચી તેલ નાખીશું જો તમારી પાસે સીંગતેલ હોય તો વધારે સારું લાગે છે આટલા લોટ માંથી બાર થી તેર પુરણપોળી બનશે,હવે લોટ માં થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું.
4- હવે સરસ લોટ બંધાય ગયો છે આ લોટ રોટલી કરતા થોડો સોફ્ટ છે. હવે તેલ નાખી દઈશું અને આપણે લોટ ને અડધો કલાક સુધી રહેવા દઈશું હવે લોટ ને ઢાંકીને રેસ્ટ આપીશું, હવે દાળ ની સીટી થઈ ગઈ છે તો ચેક કરી લઈશું.

5- હવે બાફેલી દાળ ને એક પેન માં લઇ લઈશું હવે ગેસ ચાલુ કરી લઈશું હવે તેમાં અડધો કપ ગોળ નાખીશું, તેમાં અડધો કપ ખાંડ નાખીશું આપણે અહીંયા બન્ને અડધું અડધું નાખીશું હવે બધું મિક્સ કરી લઈશું આપણે ગેસ ધીમો રાખ્યો છે જેથી દાળ નીચે ચોંટે નહીં,હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે પુરણ થોડું ઢીલું થવા માંડ્યુ છે,ખાંડ અને ગોળ ઓગળી ગયા છે.

6- હવે એક ચમચી ઘઉં નો લોટ ઉમેરવાથી તેને બહુ હલાવું નહી પડે હવે આ લોટ ને ચડતા વાર નઈ લાગે જો આમાં પાણી નો ભાગ હશે તો વધારે ઢીલું થઈ જસે અને વણતાં પણ નઈ ફાવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે પુરણ એકદમ ડ્રાય થઈ ગયું છે હવે પુરણ રેડી થઈ ગયું છે કે નઈ તે જોવા માટે ચમચા ને ઉભો રાખવાનો જેથી ખબર પડે કે પુરણ રેડી છે.જો ઊભો રે તો પુરણ રેડી છે.

7- હવે એક મોટી ચમચી કોપરા નું છીણ નાખીશું આના થી સ્વાદ બહુ સરસ આવે છે હવે ગેસ બંધ કરી દઈશું હવે અડધી ચમચી ઇલાયચી પાવડર નાખીશું તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે હવે જાયફળ ને છીણી ને નાખીશું હવે તેને બરાબર મિક્સ કરી લઈશું.

8- હવે તેને એક થાળી માં કાઢી લઈશું પુરણ ઠંડુ થાય એટલે રોટલી વણવા નઈ માંળીએ તેને ઘી નો ધાબો દઈશું તેના થી પુરણ એકદમ સ્મૂથ થઈ જસે હવે પુરણ ઠંડુ થઈ ગયું છે હવે તેમાં થોડું ઘી નાખીશું હવે સરસ ઘી થી મિક્સ કરી લઈશું,જેથી સરસ સ્મૂથનેસ આવી જાય તમે વીડિયોમાં જોઈ શકો છો કે ડ્રાય નેસ ઓછું થઈ ગયું છે.

9- હવે હાથ પર થોડું ઘી લઈશું હવે હાથ માં એક ગુલ્લુ લઈશું હવે આ રીતે બધા ગુલ્લા રેડી કરી લઈશું તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો લોટ સરસ સોફ્ટ થઈ ગયો છે હવે લોટ ને થોડો મસળી લઈશું.

10- હવે તેમાંથી એક ગુલ્લુ લઈશું હવે તેને કોરા લોટ થી ડસ્ટ કરી લઈશું હવે તેને વણી લઈશું બહુ પાતળી નઈ કરીએ હવે એક પુરણ નું ગુલ્લુ મુકીશું હવે તેને બંધ કરી દઈશું એટલો સોફ્ટ હોવો જોઈએ ફરી કોરા લોટ થી ડસ્ટ કરી લઈશું હવે તેને હલકા હાથે વણી લઈશું,હવે એક પેન મુકીશું ગેસ પર તેના પર હવે શેકી લઈશું.

11- આ બે રીતે થાય કોરી લઈ ને ઉપર થી ઘી લગાવી શકો.અથવા પેન માં જ ઘી મૂકી ને શેકી શકો.જો તમારે ક્રિસ્પી ખાવી હોય તો ઘી લગાવી ને શેકી લેવાની અને જો સોફ્ટ ખાવી હોય તો ઉપર થી ઘી લગાવી લેવાનું.

12- હવે ઉપર ઘી મૂકી ને શેકી લઈશું હલકા હાથે પ્રેસ કરીશું અને બીજી બાજુ પણ ઘી લગાવી લઈશું તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેટલી સરસ ફૂલી છે અને આ ક્રિસ્પી પણ થશે હવે આ સરસ શેકાય ગઈ છે તેને પ્લેટ માં કાઢી લઈશું અને પુરણ પોળી માં ઉપર ઘી લગાડવું જરૂરી છે એટલે ઉપર ઘી લગાવી લઈશું.હવે આ રીતે બધી પુરણ પોળી બનાવી લઈશું. ગરમા ગરમ પુરણપોળી તૈયાર છે તો જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *