કાકડી નું રાયતું – એક સંપૂર્ણ ભોજનની શાન વધારતું રાયતું બનાવો સરળ અને સ્ટેપ બાય સ્ટેપ રેસીપી દ્વારા…

ખૂબ જ સરળ લાગતું આ રાયતું ઘણી વાનગી ને ચાર ચાંદ લગાવી દે છે. બિરયાની , પુલાવ , થેપલા આવી ઘણી વાનગી સાથે આ રાયતું પીરસાય છે. ગરમી ના દિવસો માં ઠંડુ રાયતું , પેટ અને જીભ બેય ને ઠંડક આપશે.

ફટાફટ બનતું આ રાયતું માં બસ બધું ભેગું કરો ને તૈયાર ..

નોંધ :

કાકડી કુણી પસંદ કરવી. મોટા બિયા વાળી કાકડી ને છીણવા માં મજા નહીં આવે .

આ રાયતું એકદમ મોળા દહીં માંથી બનાવવું , ખાટા દહીં નો ટેસ્ટ સારો નહીં લાગે .

પરફેક્ટ ટેસ્ટ માટે એકદમ ઠંડુ કરી ને પીરસો

મીઠું હંમેશા પીરસતી વખતે જ ઉમેરવું જેથી દહીં ખાટું ના થાય.

સામગ્રી :

1. 4 નંગ કાકડી

2. 4 વાડકા મોળું દહીં

3. 2 ચમચી લીલા તીખા મરચા, બારીક સમારેલા

4. 3 ચમચી કોથમીર , બારીક સમારેલી

5. 1.5 ચમચી રાઇ

6. 1/2 નાની ચમચી સંચળ

7. મીઠું

રીત :

સૌ પ્રથમ કાકડી ને ધોઈ સાફ કરી લેવી.

છાલ ઉતારી , ઝીણી ખમણી લો.

ખમણેલી કાકડી પર ચપટી મીઠું છાંટી ને થોડી વાર એમ જ રહેવા દો . આપ જોશો કે એમાંથી પાણી છૂટું પડશે .

રાઇ ને ખાંડણી દસ્તા ની મદદ થી ભૂકો કરી લો. ધીરે ધીરે દસ્તા ને ગોળ ગોળ ફેરવવો . ખાંડી નહીં શકો કેમ કે રાઈ ઉડશે.

એક બાઉલ માં રાઈ નો ભૂકો , લીલા મરચા અને કોથમીર ભેગા કરો..

કાકડી ને હળવા હાથે નીચોવી લો. વધારા નું પાણી કાઢી લેવું. નીચવેલી કાકડી અને મોળું દહીં બાઉલ માં ભેગું કરો.

સંચળ ઉમેરી સરસ મિક્સ કરો. ફ્રીઝ માં ઠંડુ થવા મૂકી દો . પીરસતા પેહલા મીઠું ઉમેરી મિક્સ કરી લેવું.

આ રાયતું ઠંડુ જ પીરસવું ….

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *