આવી રીતે બનાવો કાંજીવરમ ઇડલી, આવશે મજેદાર ટેસ્ટ

કાંજીવરમ ઇડલી એક એવી સાઉથ ઇંડિયન ડિશ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને બનાવવામાં પણ એકદમ સરળ.

તો પછી શું વિચારો છો ? એકવાર જરૂર ટ્રાય કરો.

સામગ્રી

ત્રણ કપ અડદની ફોતરાવાળી દાળ,

પાંચ કપ કણકી ચોખા,

ચાર લીમડાના પાન,

એક નાની ચમચી હિંગ,

એક ચમચી જીરું,

એક ચમચી મરી પાઉડર,

એક ચમચી આદુની પેસ્ટ,

નમક સ્વાદ અનુસાર,

ચપટી ખાવાના સોડા

રીત

કાંજીવરમ ઇડલી બનાવવા માટે સૌથી પહેલા દાળ અને ચોખાને ધોઈને અલગ અલગ પલાળી દો.

6 ક્લાક માટે અલગ અલગ પલાળો અને અલગ અલગ મિકસરમાં પીસી લો.

પીસેલી દાળ અને ચોખામાં એકસાથે જ આદું, હિંગ, જીરું, કાળી મિર્ચ પાઉડર, અને નમક અને સોડા નાખી મિક્સ કરો.

હવે મીડિયમ આંચ પર તવાને ગરમ કરો.પછી એમાં મીઠા લીમડાના પાનને શેકો.

પછી એ પતાનો ભુક્કો કરો તેને ઇડલીના ખીરા ઉપર ભભરાવો.પછી ઇડલીના સ્ટેન્ડ માં ઇડલીને તેલથી ગ્રીસ કરો અને તેમાં ઇડલીનું ખીરું પાથરો.

પછી ઢોકળીયામાં પાણી નાખ ને એમાં ઇડલીનું સ્ટેન્ડ મૂકી દો.પછી 25 મિનિટ સુધી વરાળથી ચડવા દો.હવે બની ગઈ ગરમા ગરમા ઇડલી. ચટણી સાથે સર્વ કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *