કાઠીયાવાડી ભરેલા રીંગણ – બટેટાની ચિપ્સનું શાક – રોટલી, પરાઠા, ભાખરી દરેક સાથે ખાવામાં મજા આવશે.

કાઠીયાવાડી ભરેલા રીંગણ – બટેટાની ચિપ્સનું શાક.

ખાસ કરીને બીજા શાકો કરતા કાઠીયાવાડી ભરેલા અને સાદા શાકો બહુ જ પ્રખ્યાત છે. જેમકે ભરેલા રીંગણ, ભરેલી ડુંગળી, ઢોકળીનું શાક, કાજુ ગાઠીયાનું શાક, દહી તીખારી, લસણીયા બટેટા, સેવ ટામેટા વગેરે કાઠીયાવાડી શાકો ખુબજ પ્રખ્યાત છે. સામાન્ય રીત બધાને રીંગણનું શાક ભાવતું હોતું નથી.

પરંતુ કાઠીયાવાડી ભરેલા રીંગણનું શાક અને સાથે ભરેલા બટેટા કે તેની ચિપ્સ ઉમેરીને કરવામાં આવતું શાક બાળકો સહીત બધાને ખુબજ ભાવશે, કેમેકે કાઠીયાવાડી શાકો વધારે સ્વાદિષ્ટ હોય છે. ચોમાસા અને શિયાળામાં તો આ શાક બાજરીના રોટલા સાથે પણ ખુબજ સરસ લાગે છે. આ શાક રેગ્યુલર ભોજનમાં પરોઠા, રોટલી, પુરી સાથે પણ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે.

અહી હું આપ સૌ માટે કાઠીયાવાડી ભરેલા રીંગણ-બટાટાની ચીપ્સનું શાક બનાવવાની સરળ રેસીપી આપી રહી છું. જે રસોડામાંથી જ મળી જતી સામગ્રીથી ખુબજ સ્વાદિષ્ટ બને છે. આ કાઠીયાવાડી શાક બાળકો સહીત બધા જ લોકો હોશે હોંશે ખાશે. તો મારી આ રેસીપી ફોલો કરીને તમે પણ ચોમાસાની આ જ સીઝનમાં મળતા સરસ, કુણા ગુલાબી રીંગણ લાવી કાઠીયાવાડી ભરેલા રીંગણ – બટેટાની ચિપ્સનું શાક ચોક્કસથી બનાવજો.

કાઠીયાવાડી ભરેલા રીંગણ – બટેટાની ચિપ્સનું શાક બનાવવા માટેની સામગ્રી :

  • ૮ ગુલાબી, કુણા મીડીયમ સાઈઝના રીંગણ
  • ૩ બટેટા
  • ૩ ટેબલ સ્પુન શેકેલા શીંગદાણા – ફોતરા કાઢેલા
  • ૨ ટામેટા ખમણેલા અથવા ગ્રાઈન્ડ કરેલા

મસાલો બનાવવા માટેની સામગ્રી:

  • ૧/૨ કપ સફેદ ગાઠીયા
  • ૭-૮ લસણની કળી (અથવા વધારે તમારા સ્વાદ મુજબ )
  • ૩-૪ ટેબલ સ્પુન કોથમરી
  • ૧/૨ ટી સ્પુન હળદર પાવડર
  • ૨ ટી સ્પુન કાશમીરી લાલ મરચું પાવડર
  • ૨ ટેબલ સ્પુન ધાણા જીરું પાવડર
  • ૧/૨ ટી સ્પુન ગરમ મસાલો
  • સ્વાદ મુજબ સોલ્ટ
  • ૧ ટી સ્પુન ગોળ અથવા સુગર
  • ૧/૨ ટી સ્પુન લીંબુનો રસ
  • ૧ ટી સ્પુન ઓઈલ મસાલા માટે
  • ૫-૬ ટેબલ સ્પુન ઓઈલ વઘાર માટે
  • ૧/૨ ટી સ્પુન રાઈ
  • ૧/૨ ટી સ્પુન આખુ જીરું
  • ૨ ટેબલ સ્પુન વ્હાઈટ તલ
  • ૧ લીલું મરચું – સમારેલું
  • પીંચ હળદર

કાઠીયાવાડી ભરેલા રીંગણ – બટેટાની ચિપ્સનું શાક બનાવવાની રીત :

સૌ પ્રથમ રીંગણ અને બટેટાને પાણીથી ધોઈ લ્યો. ત્યારબાદ રીંગણનો ઉપરનો ગ્રીન ભાગ કાઢી નાખો. હવે ચપ્પુ વડે રીંગણની બન્ને બાજુ ( ઉપર અને નીચે ) એક એક ઉભો કાપો પાડો. આ રીંગણને પાણી ભરેલા બાઉલમાં મુકો. આ પ્રમાણે બધા રીંગણ રેડી કરી લ્યો.

હવે બટેટાની છાલ કાઢી ઉભા સમારી તેની થોડી જાડી ચિપ્સ બનાવી રીંગણ સાથે પાણીમાં ઉમેરી દ્યો. ત્યારબાદ પાણી નીતારી ચાળણીમાં કાઢી લ્યો. જેથી મસાલો ભરવા માટેઆ કાપા થોડા ખુલી જશે. જેથી સરળતાથી તેમાં મસાલો ભરી શકાય.

રીંગણમાં ભરવાનો મસાલો બનાવાવની રીત :

હવે ગ્રાઈન્ડર લઇ તેમાં ફોલેલી લસણની કળી, તાલ, શીંગદાણા ગાઠીયા, સ્વાદ મુજબ સોલ્ટ, ધના જીરું, કાશ્મીરી લાલ મરચું, હળદર પાવડર, અને સુગર ઉમેરી સારી રીતે ગ્રાઈન્ડ કરી લ્યો.

હવે આ મસાલનાં મિશ્રણને એક બાઉલમાં ટ્રાન્સફર કરી તેમાં કોથમરી, લેમન જ્યુસ અને ઓઈલ ઉમેરી મિક્ષ કરી લ્યો. હવે રીંગણમાં ભરવા માટેનો મસાલો રેડી છે.

રીંગણમાં પાડેલા બન્ને બાજુના કાપાઓમાં જરા પ્રેસ કરીને મસાલો ભરી લ્યો. રીંગણ ભરતા વધે એ માસાલો શાક બનાવતી વખાતે ઉમેરવાનો છે.

હવે પ્રેશર કુકર લઇ તેમાં ૫-૬ ટેબલ સ્પુન ઓઈલ વઘાર માતે ઉમેરી મીડીયમ ફ્લેઈમ પર ગરમ મુકો. વઘાર કરવા જેવું ગરમ થાય એટલે તેમાં ૧/૨ ટી સ્પુન રાઈ અને ૧/૨ ટી સ્પુન આખું જીરું ઉમેરી તતડવા દ્યો. હવે તેમાં ૨ ટેબલ સ્પુન વ્હાઈટ તલ અને સમારેલું લીલું મરચું ઉમેરો. તલ તતડી જાય એટલે તેમાં ૧/૪ ટી સ્પુન હળદર પાવડર અને ૧ ટી સ્પુન કાશ્મીરી મરચું ઉમેરો. જેથી કાઠીયાવાડી શાક જેવો કલર આવશે. હવે થોડીવાર ફ્લેઈમ બંધ કરી વઘારને મિક્ષ કરી લ્યો.

હવે ફ્લેઈમ ચાલુ કરીને ત્યારબાદ તેમાં ૨ ટામેટા ખમણેલા અથવા ગ્રાઈન્ડ કરેલા ઉમેરી મિક્ષ કરી લ્યો. સ્પુન વડે હલાવતા રહીને ટામેટાની કચાશ દૂર થઇ જાય અને ઓઇલ છૂટુ પડે ત્યાં સુધી કુક કરો. તેમાં વધેલો ભરવાનો મસાલો પણ ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં ભરેલા રીંગણ અને બટેટાની ચિપ્સ ઉમેરી, બધા વઘારથી રીંગણ-બટેટાની ચિપ્સમાં માં કોટિંગ થઇ જાય એ રીતે હલાવી મિક્ષ કરી લ્યો. હવ તેમાં ૩/૪ કપ પાણી ઉમેરી મિક્ષ કરી કુકર બંધ કરી મીડીયમ ફ્લેઈમ પર માત્ર ૨ જ વ્હીસલ કરી કાઠીયાવાડી ભરેલા રીંગણ –બટેટાની ચીપ્સનું શાક કુક કરી લ્યો. કુકર ઠરે એટલે ગરમાગરમ શાકમાં કોથમરી અને લેમન જ્યુસ ઉમેરી મિક્ષ કરી, સર્વીગ બાઉલમાં સર્વ કરી રોટલી પરોઠા કે પૂરી સાથે લંચ કે ડીનરમાં સર્વ કરો. નાના મોટા બધા લોકોને આ કાઠીયાવાડી ભરેલા રીંગણ – બટેટાની ચીપ્સનું શાક બધાને ખુબજ ભાવશે. તમે પણ મારી આ રેસીપી તમારા રસોડે ચોક્કસથી ટ્રાય કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

અમારી યુટ્યુબ ચેનલ : Leena’s Recipes

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *