આલુ દમ બિરયાની – aloo dum biryani -જયારે કોઈ નાનો મોટો પ્રસંગ હોય તો આ વાનગી જરૂર બનાવજો, બધા ઈમ્પ્રેસ થઇ જશે…

જય જલારામ, કેમ છો? આશા છે પરિવાર સાથે સેફ હશો, ઘણા લોકો કહેતા હોય છે કે વેજમાં બિરિયાની ના હોય તેને તો પુલાવ કહેવાય પણ એવું નથી પુલાવ અને વેજ બિરિયાનીના ટેસ્ટમાં ઘણું અંતર છે. આજે હું તમારા માટે લાવી છું એક નવીન બિરિયાની. જયારે ઘરમાં પૂરતા શાક ના હોય અને બિરિયાની ખાવાની બહુ જ ઈચ્છા હોય ત્યારે તમે આ આલુ દમ બિરિયાની બનાવીને ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે આલુ દમ બિરયાની બનાવીશું.જે એકદમ ટેસ્ટી લાગે છે તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે. રેસિપીના અંતમાં વિડિઓ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની લિંક આપી છે. ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિઓ જોવાના કોઈ પૈસા નથી.

સામગ્રી:

  • બાસમતી ચોખા
  • મીઠું
  • ટામેટા
  • બટેકા
  • કોથમીર
  • હળદર
  • લાલ મરચું પાવડર
  • લીલા મરચા
  • ધાણાજીરું પાવડર
  • હીંગ
  • ઘી
  • તેલ
  • જીરું
  • મોળું દહીં
  • ગરમ મસાલો

1- હવે આપણે એક તપેલી માં ગરમ પાણી મુકીશું,હવે ચોખા ને અડધો કલાક પલાળી ને રાખ્યા હતા તે એડ કરી દઈશું.હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.હવે તેમાં એક ચમચી ઘી નાખીશું.

2- જેથી આપણો ભાત છૂટો છૂટો બને. આપણે ચોખા ને બવ ચડવા દેવાના નથી,હવે આ ચોખા પાંચ જ મિનિટ માં ચડી જશે.હવે ત્યાં સુધી આપણે આલુ ની પ્રોસેસ ચાલુ કરી દઈશું.

3- હવે આપણે દસ થી બાર બટાકા લીધા છે તેને ધોઈ લીધા છે હવે તેને કપડા માં કોરા કરી લીધા છે હવે તેમાં બે ચમચી તેલ એડ કરીશું.હવે બે ચમચી ઘી એડ કરીશું.

4- હવે તેલ અને ઘી ગરમ થઈ જાય એટલે તેમાં નાના બટાકા એડ કરીશું. હવે આ બટાકા ને ફ્રાય કરી લઈશું. આ બટાકા નું પડ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું.આમાં ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે ટામેટા નાખીશું.

5- હવે તમે બીજી બાજુ જોઈ શકો છો કે આપણા રાઈસ પણ સરસ થઈ ગયા છે હવે આપણે કાણા વાળા વાડકા માં કાઢી લઈશું.હવે બટેકા ચેક કરી લઈશું અંદર સુધી ચપ્પુ સહેલાઇ થી જતું રે તો સમજી લેવાનું કે બટેકા કુક થઈ ગયા છે.

6- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણા બટેકા સરસ કુક થઈ ગયા છે તો તેને કાઢી લઈશું.હવે એક નાની ચમચી જીરું નાખીશું.હવે તેમાં બે લીલા મરચા નાખીશું.હવે ચપટી હિંગ નાખીશું.હવે તેમાં બે ટામેટા એડ કરીશું.

7- આપણે લીલા મરચા નાખ્યા ત્યારે તેમાં બે લવિંગ,જાવંત્રી,તમાલપત્ર આ બધું એડ કરી શકો છો.હવે તેમાં તમાલપત્ર એડ કરીશું.હવે આપણે ઘર નું જ બનાવેલું મોડું દહીં લીધું છે તે એડ કરીશું.હવે તેમાં આપણે મસાલા કરીશું.

8- હવે આપણે દહીં માં મસાલા કરી લઈશું. તેમાં એક ચમચી ધાણાજીરૂ પાવડર નાખીશું.હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું.હવે તેમાં એક મોટી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું.

9- હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું.જેથી આપણું દહીં ફાટી ના જાય અને આપણા મસાલા બળી ના જાય જેથી હવે આપણે ગેસ ધીમો જ રાખીશું.હવે આપણે જે દહીં માં મસાલો કર્યા હતો તે એડ કરી દઈશું.

10- હવે તેને હલાવતા હલાવતા તેને તેલ છુટુ પડે ત્યાં સુધી કુક કરી લઈશું અને આપણું દહીં ફાટે નહીં.હવે આ સ્ટેજ પર આપણે મીઠું નાખીશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે તેલ આપણું ઉપર આવી ગયું છે હવે તેમાં એક ચમચી ગરમ મસાલો એડ કરીશું.

11- હવે જે તળી ને રાખ્યા હતા તે બટેકા એડ કરીશું.હવે તેને મિક્સ કરી લઈશું અને તેમાં થોડી કોથમીર નાખીશું હવે આપણે બિરયાની ને દમ આપીશું.હવે આપણે કૂકર માં બધું એડ કરી લઈશું.હવે બીજું લેયર ભાત નું કરીશું.હવે આપણે ફરી થી દમ આલુ એડ કરીશું.

12- હવે ફરી થી આપણે ભાત નું લેયર કરીશું હવે તેમાં થોડું કેસર વાળુ દૂધ એડ કરીશું.આપણે બે થી ત્રણ જ ચમચી દૂધ એડ કરવાનું છે જો તમારી પાસે કેસર ના હોય તો જે ફૂડ કલર આવે છે તે નાખી શકો છો.

13- હવે ભાત ઉપર થોડા લીલા ધાણા નાખીશું.હવે તેના પર થોડું ઘી નાખીશું. આપણે ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે હવે તેને દસ થી બાર મિનિટ માટે કુક કરી લઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો આપણા રાઈસ સરસ કુક થઈ ગયા છે.

14- હવે આપણે બિરયાની ને સર્વે કરીશું.બિરયાની રાયતા સાથે સારું લાગે છે.તમે વીડિયોમાં જોઇ શકો છો કે એકદમ ટેસ્ટી બિરયાની થઈ ગઈ છે. આ આલુ દમ બિરયાની તૈયાર થઈ ગઈ છે જે તમે વિડિયો જોઇ શકો છો.એકદમ ટેસ્ટી બની છે તો તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *