સૂકા ચોળા કે ચોળીનું શાક – કૂકરમાં બની જશે ફટાફટ એ પણ ટેસ્ટી અને મસાલેદાર, તો એકવાર જરૂર ટ્રાય કરજો.

ઉનાળા માં શાક બહુ મળે નહિ એટલે શાક બનાવની બહુ માથાકૂટ થાય. શેનું શાક બનાવું અને શેનું શાક ના બનાવું. એટલે ઉનાળા માં કઠોળ ના શાક વધારે થાય. પણ કઠોળ કરવા માટે આગળ થી તૈયારી કરવી પડે.

જયારે પહેલે થી તૈયારી કરી આ કઠોળ ને અગાઉથી પલાળી રાખીયે તો આ ચોળી ને ડાયરેક્ટ કુકર માં સહેલાય થી ચોળી બની જશે અને રોટલી, પરાઠા કે રાઇસ જોડે ખાઈ શકાય છે. વળી આ ચોળી ભારે પણ પડે નહિ પડે . વળી આ ચોળી નું શાક ફટાફટ બની જાય છે. વળી આ ચોળી નું શાક સ્વાદિષ્ટ પણ લાગે છે. તો આજે જ જાણી લો ડાયરેક્ટ કુકર માં આનું નું શાક બનાવાની રીત.

સામગ્રી :

– 1 કપ સૂકા ચોળા

– 2 ચમચા તેલ

– 1/2 ચમચી જીરું અને રાય

– 1/4 ચમચી હિંગ

– 2 ટામેટા સુધારેલા

– 1 નગ બારીક કાપેલા લીલા મરચાં અને આદુ

– 1/4 ચમચી હળદર

– 1/2 ચમચી ધાણા પાવડર

– સ્વાદાનુસાર નમક

– કોથમીર

– 1 ચમચી મરચું પાવડર

– 1/2 ચમચી આમચૂર પાવડર

– ચપટી હિંગ

– લીમડા ના પાન

રીત :

1 .ચોળા ને 2 કલાક પાણી માં પલાળી રાખો. જેથી ડાયરેક્ટ વાઘરીશું તો ઓછી સિટી માં સાક જલ્દી બની જશે .

2 .હવે કુકર લઇ તેમાં તેલ ગરમ કરી રાય ,જીરું, હિંગ ,લીલા મરચા નાખી ટામેટા ના ટુકડા અને લીમડો નાખો.ત્યારબાદ પલાળેલી ચોળી ઉમેરી તેમાં બધા મસાલા કરો .

3 .હવે તેમાં લાલ મરચું, હળદર,ધાણા પાવડર,આમચૂર પાવડર ,મરચું પાવડર અને નમક નાખી જરૂરિયાત મુજબ પાણી નાખી ધીમી આંચ પર 5 મિનિટ રાખો. ધીમા ગેસ ઉપર ઉકળવા દઈ . હવે કુકર માં પાણી નાખી 4-5 સિટી વગાડી બાફો.સાક થઈ જાય એટલે ચોળી જોય લઇ જરૂર લાગે તો પાછું પાણી ઉમેરી ઉકળવા દેવું .તે પછી કોથમીર નાખી સર્વ કરો.

નોંધ :

– આમચૂર પાવડર ના બદલે સાક થઇ જાય પછી 1/2 ચમચી લીંબુ નો રસ ઉમેંરી શકો છો .

– તમે કાંદા ખાતા હોવ તો સુધારેલા લઇ શકો.

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *