પરંપરાગત વાનગી કેરી નો ફજેતો – સુરભી વસાની સ્પેશિયલ ટિપ્સ સાથેની રેસિપી…

આજે આપણે પરંપરાગત વાનગી કેરી નો ફજેતો પરફેક્ટ કઈ રીતે બને તે જોઈશું. આ ફજેતો તમે એકવાર ઘરે બનાવશો ને તો કેરી ની સીઝન માં તમે રોજ બનાવશો અને આ ફજેતો એકદમ ટેસ્ટી અને ચટપટો પણ લાગે છે તો આ કઈ રીતે બને છે તે જોઈશું.

સામગ્રી:

  • સૂકા લાલ મરચા
  • હિંગ
  • કેરીનો રસ
  • તેલ
  • રાઈ
  • જીરું
  • મેથી ના દાણા
  • મીઠા લીમડાના પાન
  • લાલ મરચું પાવડર
  • ધાણાજીરું પાવડર
  • ગોળ
  • મીઠું
  • લીંબુ નો રસ
  • કોથમીર

રીત


1- સૌથી પહેલા એક કપ કેરી નો રસ લઈશું હવે તેમાં બે કપ પાણી ઉમેરી દઈશું જે આપણે કેરી નો રસ બનાવતા હોય તે જ લેવાનો છે જેમકે આપુશ કેરી નો પણ રસ લઈ શકો ત્યારબાદ કેસર કેરી નો પણ રસ લઈ શકો છો.

2-હવે બરાબર તેને મિક્સ કરી લઈશું હવે ફજેતા માટે નું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે વઘાર કરી લઈશું હવે તેમાં બે ટી સ્પૂન તેલ લઈશું હવે એક ટી સ્પૂન રાઈ લઈશું.

3- હવે એક ટી સ્પૂન જીરું નાખીશું ત્યારબાદ આઠ થી દસ મેથી ના દાણા નાખીશું ત્યારબાદ પાચ થી છ લીમડા ના પાન નાખીશું ત્યારબાદ બે આખા લાલ મરચાં એડ કરીશું.

4- હવે પા ટી સ્પૂન હીંગ નાખીશું ત્યારબાદ ચપટી હળદળ નાખીશું હવે જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે એડ કરી લઈશું હવે બધું મિક્સ કરી લઈશું ઉનાળા ની સીઝન માં દાળ નથી બનાવતા હોતા પણ આ કેરી ની દાળ બનાવતા હોય છે આનો ટેસ્ટ એટલો સરસ લાગે છે ને દાળ ની જરા પણ જરૂર નથી પડતી.


5- છતાં પણ ભાત સાથે બહુ સરસ લાગે છે હવે એક મિનિટ માટે તેને ઉકાળી લઈશું હવે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર નાખીશું ત્યારબાદ એક ટી સ્પૂન ધાણાજીરુ પાવડર એડ કરીશું ત્યારબાદ એક ટી સ્પૂન ગોળ એડ કરીશું.

6- કેરી ના રસ ની ગળપણ તો હોય જ છે પણ આમાં ગોળ ની ગળપણ પણ બહુ સરસ લાગે છે તેના લીધે સ્વાદ બહુ સરસ આવે છે આ ફજેતો ભાત સાથે બહુ સરસ લાગે છે.તમે દાળ ની જગ્યાએ રોટલી સાથે પણ સરસ લાગે છે.

7- હવે અડધી ચમચી મીઠું નાખીશું ફજેતો બનાવતી વખતે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે લીંબુ નથી એડ કરવાનું નઈ તો થોડા પ્રમાણમાં લીંબુ પણ એડ કરવામાં આવે છે.આ મિશ્રણ ને થોડું ઘટ્ટ કરવાનું છે.

8- આ મિશ્રણ ને એકદમ પાણી જેવું નથી રાખવાનું અમુક લોકો જે ફજેતો છે તે છાસ માં પણ બનાવે છે આપણે અહીંયા પાણી માં બનાવ્યો છે હવે ફજેતો સરસ ઉકળી ગયો છે તો ગેસ બંધ કરી દઈશુ.તમે વીડિયોમાં જોઈ શકો છો કે ઘટ્ટ પણ થઈ ગયો છે અને તેનો કલર પણ સરસ આવ્યો છે.

9- તમે જોવો તો એવું જ લાગે કે દાળ બનાવી છે હવે એક ટી સ્પૂન લીંબુ નો રસ એડ કરીશું હવે મસ્ત મજા નો ફજેતો તૈયાર થઈ ગયો છે હવે તેને સર્વે કરી લઈશું ઉપર થોડા લીલા ધાણા નાખીશું.

10- એકદમ મસ્ત મજા નો ફજેતો તૈયાર છે આને તમે રાઈસ સાથે ખાય શકો છો સુપ તરીકે પણ પી શકો છો અને રોટલી સાથે પણ સર્વે કરી શકો છો તો તમે આ ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *