કાચી કેરી નું ગરવાનું – કાચી કેરીની આ નવીન વાનગી તમે પહેલા ક્યારેય નહિ ખાધી હોય…

કાચી કેરી નું ગરવાનું

35-40 મિનિટ, 6 થી 7 સર્વિંગ્સ

ઘટકો

  • 1. 1 મોટી કાચી કાગડા કેરી
  • 2. 750 ગ્રામ ગોળ
  • 3. 1.25 લિટર પાણી
  • 4. 4 ચમચી દૂધ
  • 5. 2-3 ચમચી ઘી
  • 6. 2 તજ
  • 7. 4-5 લવંગ
  • 8. 4-5 એલચી
  • 9. 2-3 ચમચી ઘઉં નો લોટ
  • 10. 75 ગ્રામ ઘઉં ની સેવ
  • 11. 1/4 નાની વાડકી કાજુ, બદામ અને કિશમિશ
  • 12. 1/4 નાની વાડકી છીણેલું સૂકું કોપરું
  • 13. 3 ચમચી ખસખસ
  • 14. 3 ચમચી વરિયાળી

પગલાં

1. સામગ્રી ફોટા માં બતાવ્યા પ્રમાણે તૈયાર કરો.

2. સૌ પ્રથમ એક તપેલી માં ગોળ અને પાણી મિક્સ કરી ગરમ કરો. ગોળ પાણી માં ઓગળી જાય એટલે ગેસ બંધ કરી તેમાં 3-4 ચમચી દૂધ નાખવું. પછી 10 મિનિટ રેસ્ટ આપવું જેથી ગોળ માંથી મેલ છૂટો પડી જાય. ત્યાર બાદ એને ગરણી થી ગાળી લો.

3. હવે એક પેણી માં ઘી ગરમ કરવું. તેમાં તજ, લવંગ અને એલચી નાખો. આખો મસાલો ફૂટી જાય એટલે તેમાં ઘઉં નો લોટ નાખી સાંતળો. પછી તેમાં સેવ નાખી ગુલાબી થાઈ ત્યાં સુધી સાંતળો. પછી તેમાં બધા સૂકા મેવા નાખી દો. (નોંધ – જાડું પાતળું જોઈએ એ પ્રમાણે ઘઉં નો લોટ અને સેવ નાખવી)

4. પછી તૈયાર કરેલું ગોળ નું પાણી એમાં નાખી દો. હવે તેમાં છીણેલું કોપરું, છીણેલી કાચી કેરી, ખસખસ, વરિયાળી નાખો અને 10 મિનિટ ગેસ પર કકળવો. બધું બરાબર મિક્સ થઇ જાય અને કકળી જાય એટલે ગેસ બંધ કરી દો. ઈચ્છા મુજબ ગાર્નિશ કરો. ગરમા ગરમ ગરવાનું પીરસવા માટે તૈયાર છે !

રસોઈની રાણી : વૈભવી બોઘવાળા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *