કેરી ઠેચા – અવનવી ચટણી ખાવાના શોખીન મિત્રો માટે ખાસ રેસિપી, ઘરમાં બધાને પસંદ આવશે…

કેરી ઠેચા :

ઠેચા એટ્લે મરાઠી ભાષામાં ક્રશ કરેલુ એવો અર્થ થતો હોય છે. અહીં કેરી ઠેચા એટલે કાચી કેરીની ચટણી ( ક્ર્શ કરેલી ). ઘણી બધી ચટણીઓ જુદાજુદા સ્પાઇસ ઉમેરીને બનાવવામાં આવતી હોય છે પણ એમાં આ ચટણી એક સુપર હોટ ચટણી –ઠેચા છે. તે કાચી કેરી, શિંગ દાણા, લસણ, કોથમરી અને મરચાના કોમ્બીનેશનથી બનાવવામાં આવે છે. ઉનાળાની ગરમીમાં વધારે સ્પાયસી ચટણીઓ એવોઇડ કરવામાં આવે છે તેના બદલી કાચી કેરી ઠેચા બનાવીને ખાવાથી હેલ્થ માટે પણ લાભદાયી છે.તે ઓછી સ્પાયસી છતાં પણ સ્વાદ માં ખૂબજ ટેસ્ટી બને છે. લસણ ના ખાતા હોય એ લોકો લસણ વગરની કેરી ઠેચા બનાવી શકે છે. મેં અહીં લસણ એવોઇડ કર્યું છે. છતા સ્વાદમાં સુપર ટેસ્ટી ઠેચા રેડી થઇ છે. તમે તમારા સ્વાદ પ્રમાણે લીલા મરચા તેમાં એડજસ્ટ કરી શકો છો. જેથી સ્વાસ્થ્યને અનુકુળ કેરી ઠેચા બનાવી શકાય. આ કેરી ઠેચાને એરટાઇટ કંટેઇનરમાં 1 વીક સુધી જ રેફ્ર્રીઝરેટરમાં સ્ટોર કરી શકાય છે.

આમતો આ કેરી ઠેચા બનાવતી વખતે શિંગદાણા, લસણને ઓઇલમાં રોસ્ટ કરવામાં આવતા હોય છે, પણ ગરમીમાં ખવાતી આ કેરી ઠચાને વધારે હેલ્ધી બનાવવા માટે મેં અહીં ઓઇલમાં રોસ્ટ કરવાનું એવોઇડ કર્યું છે. જેથી થોડી લાઇટ પણ બને અને ઇંસ્ટંટ બની જાય. બાળકો માટે ઓછા સ્પાઇસ ઉમેરીને પણ કેરી ઠેચા બનાવી શકાય છે. આ ચટણી તમે બટેટાની વેફર, બ્રેડ કે ઇંડિયન ભોજન સાથે લઇ શકો છો. તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવીને ટેસ્ટ કરજો.

કેરી ઠેચા બનાવવા માટેની સામગ્રી :

  • 2 મિડિયમ સાઇઝની કાચી કેરી
  • ½ કપ શેકીને ફોતરા કાઢેલા શિંગદાણા
  • 2-3 તીખા લીલા મરચા
  • 1 ઇંચ આદુ નો ટુકડો
  • 2 ટેબલ સ્પુન ફુદિનાના પાન
  • 3\4 બાઉલ કોથમરી
  • 1 ટી સ્પુન ગોળ
  • ½ ટી સ્પુન સંચળ પાવડર
  • સોલ્ટ સ્વાદ મુજબ

કેરી ઠેચા બનાવવાની રીત :

½ કપ શિંગદાણા લઇ તેને સ્લો ફ્લૈમ પર સતત હલાવતા જઇ રોસ્ટ કરી લ્યો. હવે ઠરે એટલે શિંગદાણાના ફોતરા કાઢી ક્લીન કરી લ્યો.

હવે કાચી કેરીને પાણીથી ધોઇને સાફ કરી લ્યો. તેની છાલ કાઢી તને નાના પીસમાં સમારી લ્યો.

હવે ગ્રાઇંડર જાર લઇ તેમાં ½ કપ શેકીને ફોતરા કાઢેલા શિંગદાણા અને કેરીના પીસ ઉમેરો. હવે તેમાં 2-3 તીખા મરચા અને કોથમરી ઉમેરો.

ત્યારબાદ તેમાં ફુદિનાના ડ્રાય કે ફ્રેશ પાન, 1 ઇંચ આદુ નો ટુકડો, 3\4 બાઉલ કોથમરી, 1 ટી સ્પુન ગોળ, ½ ટી સ્પુન સંચળ પાવડર અને સોલ્ટ સ્વાદ મુજબ ઉમેરો.

( આ સ્ટેપ પર તમે ઓઇલમાં સાંતળેલું કે સાદુ લસણ ઉમેરી શકો છો) .

હવે જારનું લીડ બંધ કરી કેરી ઠેચા બ્લેંડ કરી લ્યો. એકદમ સ્મુધ પેસ્ટ જેવી કેરી ઠેચા કરતા થોડી કોર્સલી બ્લેંડ કેરી ઠેચા વધારે ટેસ્ટી લાગશે.

બ્લેંડ કરેલી કેરી ઠેચા હવે એક ચટણી બાઉલમાં કાઢી તેના પર કોથમરીનું પત્તુ મૂકી ગાર્નિશ કરો.

હવે આ હેલ્ધી અને ટેસ્ટી કેરી ઠેચા બટેટાની વેફર, બ્રેડ કે રેગ્યુલર ભોજન સાથે સર્વ કરવાથી ખૂબજ ટેસ્ટી લાગશે. ઘરના નાના મોટા દરેક લોકોને ચોક્કસથી ખુબજ ભાવશે. તો તમે પણ તમારા રસોડે ખૂબજ જલદી બની જતી કેરી ઠેચા બાળકો અને મોટાઓ માટે જરુરથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *