રસોઇમાં મીઠું વધારે પડી ગયું છે? તો તરત જ અપનાવો આ 5 ટિપ્સ, સ્વાદ થઇ જશે એકદમ મસ્ત

મિત્રો, જો તમારી રસોઈમા નમક ઓછુ હોય તો તમે તેને ખુબ જ સરળતાથી મેનેજ કરી શકો છો પરંતુ, જો નમકનુ પ્રમાણ વધારે પડતુ હોય તો આ ટિપ્સ અપનાવીને તમે ફરીથી રસોઈને સ્વાદિષ્ટ બનાવી શકો. ઘણીવાર સારા રસોઈયા પણ ભૂલવશ રસોઈનો સ્વાદ બગાડે છે. જો તમારાથી પણ ભૂલવશ રસોઈમા નમક વધી ગયુ હોય તો તેને સુધારીને રસોઈને ફરી સ્વાદિષ્ટ બનાવવા માટે આજે અમે તમને અમુક સારી ટીપ્સ જણાવીશુ, ચાલો જાણીએ.

ઉમેરો શેકેલો ચણાનો લોટ :

image source

જો તમે કોઈપણ પ્રકારની કરી બનાવી રહ્યા છો અને નમકનુ પ્રમાણ વધી ચુક્યુ છે તો તમે એક કડાઈમા ૨ ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીને તેને શેકો અને તેને કરીમા મિક્સ કરીને વ્યવસ્થિત રીતે હલાવો. ત્યારબાદ તેને વ્યવસ્થિત રીતે ઉકાળી લો. આ ઉપરાંત સુકી સબ્જી માટે પણ તમે આ ઉપાય અજમાવી શકો છો. તેનાથી તમારી સબ્જીનો સ્વાદ તો વધે છે અને તેની સાથે જ વધારે નમકનો ટેસ્ટ પણ દૂર થઈ જાય છે.

લોટની ગોળી બનાવીને ઉમેરી દો :

image source

જો તમારી કરી કે સબ્જી કે દાળમા નમક વધારે થઇ ગયુ છે તો લોટની એક નાની ગોળી બનાવીને જે-તે રસોઈમા તમે ઉમેરી શકો છો. આમ, કરવાથી રસોઈમા રહેલુ વધારાનુ નમક શોષાઈ જશે અને રસોઈમા નમકનુ પ્રમાણ સંતુલિત થઇ જશે.

લીંબુનો રસ પણ થશે ઉપયોગી :

image source

જો તમે કોઈપણ પ્રકારની ભારતીય કે ચાઈનીઝ રસોઈ બનાવી રહ્યા છો અને તેમા જો નમકનુ પ્રમાણ વધી ચુક્યુ છે તો તમે તેમા લીંબુનો રસ પણ મિક્સ કરી શકો. કોઈપણ ભોજનમા ખાટી ચીજવસ્તુઓ મિક્સ કરીને તેનુ સેવન કરો તો નમકનુ પ્રમાણ સાવ ઓછુ થઈ જાય છે. આ સાથે જ ભોજનનો સ્વાદ પણ વધી જાય છે અને સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

બાફેલા બટાકાનો ઉપયોગ :

image source

જો દાળ કે કરીમા નમકનુ પ્રમાણ વધી ગયુ હોય તો તેમા પણ ૨-૩ ચમચી બાફેલા બટાકા મિક્સ કરો તો તેનાથી વધારાનુ નમકનુ પ્રમાણ શોષાઈ જશે, બસ આટલુ કરવાથી તમારુ ખાવાનું ફરીથી સ્વાદિષ્ટ બની જશે.

બ્રેડનો ઉપયોગ :

image source

જો તમારી પાસે સમય ઓછો છે અને તમારા ભોજનમા નમકનુ પ્રમાણ વધી ગયુ છે તો તમે બ્રેડની સહાયતા પણ લઈ શકો છો. સર્વિંગ બાઉલમા કરીની સાથે એક બ્રેડનો ટુકડો મિક્સ કરો. ત્યારબાદ ૧-૨ મિનિટ બાદ તેને બહાર કાઢી લો. આ સિવાય કરીમા ગરમ પાણી મિક્સ કરવાથી પણ નમકનુ પ્રમાણ ઓછુ થઈ જશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુ ગોસિપ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ગુજ્જુ ગોસિપ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ગુજ્જુ ગોસિપ

Published
Categorized as Tips

Leave a comment

Your email address will not be published. Required fields are marked *