ઉનાળું સ્પેશિયલ વરિયાળીનું પ્રિમિકસ અને શરબત બનાવવાની રીત

આજે આપણે જોઈશું ઉનાળુ સ્પેશિયલ વરિયાળી નું પ્રીમિક્સ અને શરબત બનાવવાની રીત જોઈશું.વરિયાળી આપણા શરીર માટે ખૂબ લાભદાયી છે.આ પ્રીમિકસ ને બનાવેલું હશે તો એક જ મિનિટ માં બનાવી શકશો.આ પ્રિમિક્સ ને આખા ઉનાળા માં વાપરી શકો છો.અને આ બધા ને પસંદ આવશે.તો ચાલો આપણે બનાવી લઈશું.

સામગ્રી

  • વરિયાળી
  • મરી
  • છાસ નો મસાલો
  • ઈલાયચી
  • ખાંડ
  • ખસખસ

રીત

1- આજે આપણે વરિયાળી નું પ્રિમિકસ બનાવીશું.હવે આપણે અડધો કપ વરિયાળી લઇ લઈશું. આ બજાર માં ઇઝીલી મળી જાય છે.આપણે અહીંયા લીલી વરીયાળી લીધી છે.જેટલી વરિયાળી લીધી હોય તેના થી ત્રણ ઘણી ખાંડ લેવાની.

2- આપણે એક કપ અને અડધો કપ ખાંડ લઈશું.ત્યારબાદ દસ નંગ ઈલાયચી લઇ લઈશું.ઈલાયચી પણ ઠંડક આપે છે.હવે એક મોટી ચમચી ખસખસ લીધી છે તે પણ શરીર ને ઠંડક આપે છે.

3- હવે એક નાની ચમચી કાળા મરી લઇ લઈશું. આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે.અને હવે છાસ નો મસાલો નાખીશું. આપણે છાસ નો મસાલો આગળ રેસિપી માં જોયો કે કઈ રીતે બને છે. તો તમે પણ ચોક્કસ થી જોઈ ને બનાવજો.


4- સૌથી પહેલા એક પેન લઇ લઈશું.અને ગેસ ધીમો જ રાખીશું. હવે વરિયાળી ને શેકી લઈશું. જેથી વરિયાળી માંથી ભેજ હોય તે નીકળી જાય.એટલે તેને ધીમા ગેસ પર શેકી લઈશું.આ રીતે કરવાથી વરિયાળી નો કલર એકદમ સરસ ગ્રીન થવા લાગે છે. જે તમે વિડિયો માં જોઈ શકો છો.

5-આ પીસવા માં પણ સરળ રહે છે.હવે એક મોટી ચમચી ખસખસ નાખીશું.હવે દસ ઈલાયચી ના દાણા નાખીશું.અને એક નાની ચમચી કાળા મરી નાખીશું.તેને એક થી દોઢ મિનિટ માટે તેને સતત હલાવતા રહીશું.હવે બધી જ વસ્તુ શેકાય ગઈ છે. અને થોડી થોડી સુગંધ પણ આવે છે.

6- હવે ગેસ બંધ કરી લઈશું. અને આ મિશ્રણ આપણું ઠંડુ થાય ત્યાંસુધી તેની રાહ જોઈશું. ત્યારબાદ મિક્સર માં પાવડર કરીશું.હવે બધું સરસ શેકાય ગયું છે. હમેશાં ધ્યાન રાખવાનું કે મિશ્રણ ઠંડુ થાય પછી જ ક્રશ કરવાનું.હવે આ મિશ્રણને મિક્સર માં બાઉલ માં લઇ લઈશું.

7- હવે તેમાં દોઢ કપ ખાંડ નાખીશું.તમે ખડી સાકર પણ નાખી શકો છો.આ પણ શરીર ને ઠંડક આપે છે. અને તેનો એકદમ સરસ પાવડર બનાવી લેવાનો.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણી વરિયાળી અને ખાંડ સરસ ક્રશ થઈ ગઈ છે. પિસ્તા કલર જેવો આવ્યો છે.જે તમે વિડિયો માં જોઈ શકો છો.


8- હવે તેને ચારી લઈશું.બધી જ વસ્તુ ને ચારી લઈશું.હવે ચારિયા બાદ જે મોટા મોટા દાણા રહ્યા છે તેને ફરી થી મિક્સર માં ક્રશ કરી લઈશું.અને ફરીથી તેનો પાવડર કરી લઈશું. હવે તેને ફરી થી ચારી લઈશું.હવે જે મોટા મોટા દાણા રહે તે કોઈપણ શાક માં કે ફરસાણ માં નાખી શકો છો. તમે કોઈપણ ડબ્બા માં ભરીને ફ્રીઝ માં રાખી શકો છો.

9- તો તૈયાર છે આપણું વરિયાળી નું પ્રીમીક્સ.તમારે જ્યારે પણ વરિયાળી નું શરબત પીવું હોય.ત્યારે તમે બે ચમચી એક ગ્લાસ માટે લઇ તેમાં પાણી અને બરફ નાખી ને આ શરબત એક જ મિનિટ માં બનાવી શકો છો.જ્યારે શરબત પીવાનું મન થાય ત્યારે તેને એક જ મિનિટ માં બનાવી ને પી શકો છો.

10- હવે એક કાચ ની બોટલ માં ભરી લઈશું.તો છે ને એકદમ સરળ ઘર માં બનાવવું.હવે આપણે ઝડપ થી શરબત બનાવી લઈશું. હવે એક કાચ નો ગ્લાસ લઇ લઈશું. તેમાં બે ચમચી પ્રીમિક્સ એડ કરીશું.ત્યારબાદ તેમાં એક ચમચી છાસ નો મસાલો નાખીશું.

11- હવે એક ગ્લાસ જેટલું પાણી નાખીશું.ત્યારબાદ એક અડધા લીંબુ નો રસ નાખીશું. ખટાશ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો.ત્યારબાદ તેમાં બરફ ના ક્યુંબ નાખીશું.હવે શરબત ને મિક્સ કરી લઈશું.તો તૈયાર છે શરીર ને ઠંડક આપતું એવું વરિયાળી નું શરબત.તો તમે આ ઉનાળા માં જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *