સવારનો નાસ્તો કે સાંજની ચા હોઈ સમય ના હોઈ અને કઈ ટેસ્ટી ખાવું હોઈ ત્યારે બનાવો ઈડલી ઉપમા

કેમ છો મિત્રો? દરરોજ સવારમાં નાસ્તામાં શું બનાવવું એ બધાને સવાલ થતો જ હશે. આજે આપણે સવારનો નાસ્તો કે સાંજની ચા હોય સમયના હોય અને કઈ ટેસ્ટી ખાવું હોય ત્યારે બનાવો ઇડલી ઉપમા. નાના મોટા દરેકને ઈડલી તો ભાવતી જ હોય છે તો જો તમે તેમને કોઈ નવીન વાનગી બનાવીને આપવા માંગો છો તો પછી આ વાનગી એકદમ પરફેક્ટ છે. ઘરમાં બધાને નવીન પણ લાગશે અને ભાવશે પણ. એકવાર બનાવશો તો વારંવાર બનાવવા માટેની ફરમાઈશ આવશે. મિત્રો જો તમે હજી મારી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ કરો. Food Guru મારી યુટ્યુબ ચેનલનું નામ છે ક્લિક કરો અહીંયા અને જોડાવ મારી ચેનલ સાથે.

સામગ્રી

  • ઈડલી
  • તેલ
  • રાય
  • સૂકું લાલ મરચું
  • અડદની દાળ
  • હિંગ
  • જીરુ
  • મીઠા લીમડાના પાન
  • કાજુ અને દ્રાક્ષ
  • ડુંગળી
  • લાલ મરચું
  • મીઠું
  • હળદર
  • ખાંડ
  • કોથમીર

રીત-

1- જો રાતની બચેલી હોય યા તો આગલા દિવસ ની બચેલી હોય તો પણ તમે આ નાસ્તા માં બનાવી શકો છો. અથવા તો ઈડલીને બનાવીને ઠંડી કરી લો. સૌથી પહેલા આ ઇડલીનું ચૂરમું કરી લઈશું.હાથ થી જ કરવાનું છે.મિક્સર ની જરૂર નથી.

2- હવે એક પેન લઈશું. સૌથી પહેલા એક ચમચી તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં રાય નાખીશું. ત્યારબાદ એક સૂકું લાલ મરચું નાખીશું.રાય તતડે એટલે તેમાં જીરું નાખીશું.હવે તેને હલાવી લઈશું. ત્યારબાદ એક ચમચી અડદની દાળ નાખીશું.

3- હવે અડદની દાળને થોડી હલકી બ્રાઉન થવા દઈશું. આ નાના બાળકને ટિફિનમાં પણ બનાવી ને આપી શકાય છે. ત્યારબાદ થોડી હિંગ નાખીશું. અને મીઠા લીમડાના પાન નાખી શું. ત્યારબાદ ૧ ઝીણી સમારેલી ડુંગળી નાખી શું. ડુંગળી કુક થઈ જાય પછી તેમાં આગળ મસાલા કરીશું.હવે ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે. ગુલાબી થઇ ગઇ છે.

4- હવે આ સ્ટેજ પર થોડા કાજુ અને દ્રાક્ષ નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું.હવે આપણે તેમાં ઈડલી એડ કરીશું.મિક્સ કરી લઈશું.થોડી હળદર એડ કરીશું.હવે તેમાં એક ચમચી લાલ મરચું એડ કરીશું.

5- હવે એક ચમચી ખાંડ એડ કરીશું.હવે તેને બરાબર મિક્સ કરી ઢાકી ને કુક કરી લઈશું.બધું મિક્સ થઈ જાય એટલે થોડું પાણી છાંટી શું.હવે ફરી થી ઢાકીને બંધ કરીશું.જેથી ખાંડ ઓગળી જાય અને બધા મસાલા મિક્સ થઈ જાય.

6- હવે તેને ચમચા થી હલવસો તો તે તૂટી ને મિક્સ થઈ જશે.અને સરસ સોફ્ટ પણ થઈ ગયું છે.હવે ગેસ બંધ કરી દઈશું. ચાલો હવે તેને સર્વે કરીશું. સર્વે કરવા માટે સ્ટીલની તમે વાડકી લઈ શકો છો. સૌથી પહેલા નીચે કાજુ અને દ્રાક્ષ મુકીશું.હવે તેની પર થોડા ધાણા એડ કરીશું. હવે તેમાં ઉપમા મૂકવાનો.હવે તેને ચમચી થી હલકું દબાવી લઈશું.

7- હવે જે પ્લેટમાં સર્વે કરવાનું છે. તે પ્લેટને ઉપર મૂકી દો અને વાડકી ઉંધી કરી દો.અને ટન કરી દો.અને તેને હલકે થી કાઢી લો.તો તૈયાર છે ઇડલી ઉપમા. તેને તમે જરૂરથી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *