ખાટ્ટા ઢોકળાનો લોટ ઘરે કેવી રીતે બનાવો તેના માટે ધ્યાનમાં રાખવા જેવી પરફેક્ટ સિક્રેટ ટિપ્સ

આજે આપણે ખાટ્ટા ઢોકળા નો લોટ ઘરે કેવી રીતે બનાવો તેના માટે ધ્યાન રાખવા જેવી પરફેક્ટ સિક્રેટ ટિપ્સ જોઈશું.

1- જો જ્યારે ઘરે ખાટ્ટા ઢોકળા નો લોટ બનાવો હોય ત્યારે ચોખા અને ચણા ની દાળ અને અડદ ની દાળ જોઈતી હોય છે. ચોખા અઢી કપ, ચણા ની દાળ દોઢ કપ અને બે ટેબલ સ્પૂન અડદ ની દાળ. આ ત્રણે વસ્તુ લેવાની છે. તેને કરકરી પીસી લેવાની છે.એટલે તમે મિક્સર માં પણ પીસી શકો છો. અને ઘંટી માં પણ દળી શકો છો.


2- હવે જ્યારે તમે પીસો ત્યારે એક ચમચી મેથી માં દાણા પણ ઉમેરવાના છે. જેથી આથો એકદમ સરસ આવે. કારણકે તેનું નામ જ ખાટા ઢોકળા છે. એટલે ઢોકળા છે જે ખાટા તો બનવા જ જોઈએ બરાબરને? તો આ રીતે તમે ઘરે લોટ બનાવી ને રાખી શકો છો.

3- અત્યારે તો ગમેતે ખીરું હોય એ બહાર થી જ લાવતા હોય છે. એ ખાટા ઢોકળાનું ખીરું હોય,હાંડવા નું ખીરું હોય, ઈડલી છે ઢોસા છે. બધા નું ખીરુ આપણે બહાર થી લાવતા હોય છે. તે ખીરું આપણ ને મોંગુ પણ પડતું હોય છે.તેની સાથે સાથે હેલ્થ ને પણ નુકસાન કરે છે. જ્યારે ખીરું આપણે ઘરે બનાવવાનુ હોય ત્યારે લોટ તો તૈયાર છે. એ લોટ આપણે લેવાનો છે. હવે એક કપ જ્યારે આપણે લોટ લઈએ અને તેની સાથે પા કપ ખાટું દહીં લઈશું.અને તેની અંદર પા કપ પાણી ઉમેરી તેની છાસ બનાવી લેવાની.

4- હવે તે છાસ ને ગરમ કરી લઈશું. અને જે લોટ છે તેમાં ઉમેરી દેવાની છે. અને ઉમેર્યા પછી તેને મિક્સ કરી લઈશું. અને જે ખીરું બનશે.તે ખીરું છે તેને એકદમ ઘટ્ટ પણ નથી કરવાનું.અને એકદમ પાતળું પણ નથી બનાવવાનું. મીડીયમ ઘટ્ટ ખીરું હસે.એના કારણે જે લોટ છે તે કરકરો તૈયાર કર્યો છે. એટલે લોટ ને ફૂલવાની જગ્યા મળશે. હવે આપણે એક સિક્રેટ ટિપ્સ જોઈશું. કે જે ઢોકળા આપણા ડ્રાય થઈ જાય છે એવું ના થાય તેના માટે આપણે શું કરવું જોઈએ? તો એકવાર ખીરું તૈયાર કરી તેને અડધો કલાક રેસ્ટ આપવાનો છે. અને ઢાંકીને મૂકી દઈશું. અને અડધા કલાક પછી તેની અંદર બ્લેન્ડર ફેરવી લઈશું.ત્યારબાદ તેની અંદર હવા ભરાશે.એટલે કે તેની અંદર બબલ્સ દેખાવા લાગશે.


5- હવે તેને ઢાંકીને ચારથી પાંચ કલાક માટે ગરમ જગ્યા પર રહેવા દો.તો આથો એકદમ સરસ આવી જશે. અને ઢોકળા છે એકદમ સોફ્ટ બનશે.જો આથો સરસ નઈ આવે તો ઢોકળા સોફ્ટ નહીં બને. અને તેના કારણે જ ગળા માં ડચૂરો આવે છે.એટલે આથો એકદમ સરસ આવે એટલે આ પ્રોસેસ કરવી જરૂરી છે.અને આ એક સિક્રેટ ટિપ્સ છે.તો તમે પણ આ જ રીતે ઢોકળા બનાવજો. શિયાળામાં થોડી વધારે વાર લાગે છે. અને ઉનાળામાં પાચ થી છ કલાક લાગે છે. હવે જ્યારે ઢોકળા મુકવાના હોય ત્યારે શું કરવાનું છે કે તેની અંદર તેલ ઉમેરવાનું છે.

6- જ્યારે તમે એક થાળી કરતા હોય પા કપ જેટલું એટલે કે તમારી થાળી જેટલું ખીરું લેવાનું છે.કારણકે આપણે ખાટ્ટા ઢોકળા પાતળા બનાવતા હોય છે. અને એ ખીરું લઈ તેની અંદર જો સરસ આથો આવી ગયો હોય વઘારે પ્રમાણમાં સોડા નાખવાની જરૂર નથી. અથવા ફ્રુટ સોલ્ટ ઉમેરવાનું.અને તેની સાથે લગભગ બે ટી સ્પૂન જેટલું તેલ એડ કરજો. તેલ ઉમેરવાથી ઢોકળા ડ્રાય નહી થાય. આ રીતે ખીરું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું.

7- હવે તેની પર લાલ મરચું ભભરાવી લઈશું. ગરમા ગરમ પાચ મિનિટ માં જ ખાટ્ટા ઢોકળા ની થાળી તૈયાર થઈ જશે.અને હા જ્યારે આપણે થાળી સ્ટીમર માં મૂકીએ ત્યારે સ્ટીમર આપણું ગરમ હોવું જોઈએ.એટલે પાચ થી સાત મિનિટ માં ખાટ્ટા ઢોકળા તૈયાર થઈ જશે. અને તેને મસ્ત મજાની ચટણી સાથે સર્વ કરી શકો છો.અને ખાટ્ટા ઢોકળા તો ગુજરાતી ઓ ના ફેવરીટ છે.

હવે તો વર્લ્ડ માં ખાટ્ટા ઢોકળા ખવાતા થઈ ગયા છે. તો તમે પણ ખાટ્ટા ઢોકળા બનાવજો. અને લીલા ધાણા ની ચટણી સાથે અને પીળી ચટણી સાથે એટલે કે દાળિયા અને લીલા મરચાં ની જે પીળી ચટણી સર્વે થાય છે. ને તે પણ બહુ સરસ લાગે છે.તેની સાથે ચપટી હળદર અને લીંબુ, મીઠું ઉમેરી ચટણી સાથે બનાવી અને ગરમા ગરમ સર્વ કરજો. હવે ખાટ્ટા ઢોકળા તમારા તૈયાર થઈ ગયા છે. તો ચોક્કસ થી આ ટિપ્સ ને ફોલો કરજો.


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *