રીંગણનો ઓળો તો બનાવીને ખાધો હશે હવે એકવાર દૂધીનો ઓળો બનાવવાની સરળ રીત…

આજે આપણે બનાવીશું દુધી નો ઓળો બનાવવાની સરળ રીત જોઈશું. ઉનાળાની શરૂઆત થાય એટલે એવો પ્રશ્ન આવે કે શાક શું બનાવવાનું.આજે આપણે જે શાક બનાવીશું તે તમારા રસોડે દર અઠવાડિયે બનશે.આપણે આ શાક નું નામ દુધી નો ઓળો આપીશું.આનો ટેસ્ટ પાઉંભાજી જેવો જ આવશે. ચાલો શરૂ કરી દઈએ.


સામગ્રી

  • દુધી
  • દહી
  • મીઠું
  • મલાઈ
  • મીઠું
  • હળદર
  • ટામેટું
  • લાલ મરચું પાવડર
  • ધાણાજીરું પાવડર
  • સૂંઠ પાવડર
  • પાઉંભાજી મસાલો
  • તેલ
  • લીલા ધાણા

રીત


1- સૌથી પહેલાં દૂધીને કટ કરી લઈશું.આપણે અહીંયા ચારસો ગ્રામ દૂધી લીધી છે.દુધી ના ગુણ તો ઘણી શકાય એટલા નથી.પણ ડાયટ કરતા હોય તેમના માટે દુધી નું શાક એકદમ હેલ્દી છે.પણ આ શાક ખાવું કઈ રીતે એટલા માટે આપણે કંઇક નવું વેરિએસન કરી રહ્યા છે.

2- આપણે દુધી ના ટુકડા કરી લઈશું.તેને આપણે કૂકર માં લઈ લઈશું.હવે તેમાં થોડું પાણી ઉમેરી શું.હવે તેની સાથે પા ટી સ્પૂન મીઠું નાખીશું.દુધી ને ચડતા વાર નથી લાગતી.તે બે કે ત્રણ જ સિટી માં ચડી જાય છે.

3- હવે દુધી ચડે ત્યાં સુધી ટામેટા ને છીણી લઈશું.હવે દુધી સરસ બફાઈ ગઈ છે.હવે તેને એક બાઉલ માં લઇ લઈશું.હવે આ દુધી ને મેસર થી મેસ કરી લઈશું.હવે વઘાર કરી લઈશું.હવે એક પેન માં બે ચમચી તેલ લઈશું.

4- હવે તેમાં અડધી ચમચી જીરુ નાખીશું.હવે તેમાં ૧/૪ ટી સ્પૂન હળદર નાખીશું.તમે આદુ પણ છીણીને ઉમેરી શકો છો.આપણે અત્યારે ૧/૪ ટી સ્પૂન સૂંઠ પાવડર નાખીશું.હવે તેમાં છીણેલા ટામેટા એડ કરીશું.


5- જ્યાં સુધી ટામેટા ની કચાસ દૂર ના થાય ત્યાં સુધી કુક કરી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેલ છુટુ પડવા આવ્યું છે.હવે તેમાં મસાલા કરી લઈશું.હવે તેમાં બે ચમચી લાલ મરચું પાવડર નાખીશું.ત્યારબાદ બે ચમચી ધાણજીરૂ નાખીશું.

6- હવે તેમાં બે ચમચી પાઉંભાજી નો મસાલો નાખીશું.હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું.હવે જે દુધી નું પાણી હતું તે એડ કરીશું.હવે ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે.હવે ગ્રેવી માં જ આપણે લીલા ધાણા નાખીશું.હવે મિક્સ કરેલી દુધી પણ એડ કરીશું.હવે ફરી થી મેસ કરી લઈશું.હવે એક ચમચી મલાઈ ઉમેરી શું.

7- હવે તેમાં એક ચમચી દહીં નાખીશું.આ શાક માં દહી નો સ્વાદ બહુ સરસ આવે છે.હવે ધીમા ગેસ પર પાચ મિનિટ માટે કુક કરી લઈશું.હવે ઉપર થોડી કોથમીર નાખીશું.હવે તેને એક પ્લેટ માં કાઢી લઈશું.આજે આપણે દુધી માંથી એક સરસ મજા નું શાક તૈયાર થઈ ગયું છે.આ શાક તમે ચોક્કસ થી ઘરે બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *