કુમચા સ્ટાઈલ ભેળપૂરી નો સિક્રેટ મસાલા સાથે ભૈયાજીની ચટાકેદાર ભેળપૂરી

આજે આપણે કુમચા સ્ટાઈલ ભેળપૂરી નો સિક્રેટ મસાલા સાથે ભૈયાજીની ચટાકેદાર ભેળપૂરી બનાવવાની રેસિપી જોઈશું બન્ને ચટણી તમે બનાવી ને રાખી દીધી છે જે ગળી ચટણી છે તે એક થી દોઢ મહિના સુધી ફ્રીઝર માં રાખી શકશો અને જે તીખી ચટણી છે એ પણ લગભગ પંદર થી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકશો એટલે એકવાર તમે બનાવી લીધી લગભગ બે થી ત્રણ વાર આરામ થી ચાટ બનાવી શકો છો. વિક માં એકવાર તો ચાટ ખાવી પડે કે નઈ? હા તો હવે મસાલા નો વારો આ મસાલો એવો મસાલો છે કે હમેશા ભેળ પૂરી વારા પાસે થી આપણે લઈ ને આવતા હોય છે કારણકે આપણે આપણા ઘરે આવો મસાલો બનાવ્યો જ નથી અને આ મસાલો જ્યારે ઘરે આપણી પાસે ના હોય તો ઉપર ચાટ મસાલો ભભરાવી લેતા હોય છે.

પણ ચાટ મસાલો છાંટતા હોઈએ છીએ પણ જે ભૈયાજી ની પાણીપુરી છે કે ભેળપૂરી છે ને તેના જેવો નથી આવતો તો આજે આ જ મસાલો ઘરે કઈ રીતે બને ને તે જોઈશું અને તેમાં એવી સામગ્રી એડ કરીશું કે તમને એમ થશે કે આ પણ તેમાં એડ કરવાનું છે મસાલા ની જે તીખાશ આવે ને એ તીખાશ તેમાંથી મળે છે અને એક સરસ મજા નો મસાલો તો બનાવીશું તેની સાથે સાથે ભેળપૂરી પણ બનાવી લઈશું સૌથી પહેલા મસાલો બનાવી લઈશું અને પછી ભેળપૂરી બનાવીશું.તો ચાલો હવે આપણે શરૂ કરી દઈએ.

સામગ્રી

  • લવિંગ
  • આખા મરી
  • સંચળ પાવડર
  • મીઠું
  • આમચૂર પાઉડર
  • જીરું
  • ચાટ મસાલો
  • ટામેટા
  • કાચી કેરી
  • કોથમીર
  • લીંબુ
  • ઝીણી સેવ
  • મસાલા બુંદી
  • સફેદ મમરા

રીત

1- હવે એક પેન માં એક ચમચી જીરૂ લઈશું તેને થોડું શેકી લઈશું અને થોડું બ્રાઉન થાય ત્યાંસુધી તેને શેકી લઈશું હવે તેમાં ચાર લવિંગ અને અડધી ચમચી આખા મરી લઈશું તેને પણ થોડા શેકી લઈશું હવે તેમાં એક ચમચી સંચળ પાવડર એડ કરીશું.

2- હવે તેમાં અડધી ચમચી મીઠું એડ કરીશું ત્યારબાદ પા ટી સ્પૂન આમચૂર પાઉડર નાખીશું તેને પણ શેકી લઈશું હવે મસાલા સરસ શેકાય ગયા છે અને તેને ક્રશ કરી લઈશું હવે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો તેને મિક્સર માં ક્રશ કરી લઈશું.

3- હવે ક્રશ થઈ ગયું છે હવે તેમાં એક ટી સ્પૂન ચાટ મસાલો નાખીશું હવે બધું મિક્સ કરી લઈશું ફરી તેને ક્રશ કરી લઈશું હવે મસાલો તૈયાર થઈ ગયો છે એક વાડકી માં કાઢી લઈશું એકદમ ટેસ્ટી મસાલો લાગે છે.

4- આ મસાલો તૈયાર થઈ ગયો છે અને તમે ભેળ પર છાંટો તો એકદમ કુમચા સ્ટાઈલ ભેળ પૂરી બનાવી શકશો હવે આપણે ભેળ બનાવી લઈએ અત્યારે આપણે કુમચા સ્ટાઈલ ભેળ બનાવી રહ્યા છે એટલે આપણે વાઇટ મમરા લીધા છે આ મમરા ને શેકી લીધા છે કોરા જ શેકી લેવાના છે.

5- અત્યારે આપણે એક કપ મમરા લઈશું તેની સામે ૧/૪કપ મસાલા બૂંદી લઈશું સાથે ૧/૪કપ ઝીણી સેવ લઈશું અને બે થી ત્રણ પૂરી લઈશું તેને ભુક્કો કરી લઈશું અત્યારે આપણે ગળી ચટણી બે થી ત્રણ ચમચી લઈશું પછી જરૂર લાગે તો બીજી એડ કરવાની છે.

6- હવે તીખી ચટણી લઈશું અત્યારે આપણે એક ચમચી એડ કરીશું તમને વધારે ગમતી હોય તો વધારે પણ એડ કરી શકો છો હવે આ ભેળ માં ગ્રીન ચટણી નથી એડ કરી રહ્યા જ્યારે આપણે કુમચા પર ભેળ ખાઈએ ત્યારે આ બે જ ચટણી નો ઉપયોગ કર્યા હોય છે તેનો સ્વાદ બહુ સરસ આવે છે.

7- કોઈક જગ્યાએ ગ્રીન ચટણી પણ હોય છે હવે બધું મિક્સ કરી લઈશું અત્યારે તમારા મોઢા માં પાણી આવી ગયું છે ને? તો આજે સાંજના ચોક્ક્સ બનાવજો અત્યારે ગરમી છે એટલે આવી વાનગી બનાવવાની બહુ મજા આવતી હોય છે અને બધા ને ખાવાની પણ બહુ મજા આવતી હોય છે.

8- હવે તૈયાર કરેલો મસાલો છાંટી લઈશું હજુ થોડી મીઠી ચટણી ની જરૂર લાગે છે તો થોડી ફરી થી એડ કરીશું હવે ફરી થી મિક્સ કરી લઈશું આમાં તમે હજુ ઘણી બધી સામગ્રી એડ કરી શકો છો મસાલા સીંગદાણા અથવા તળેલી સીંગ એડ કરી શકો છો.

9- તમે તળેલી દાળ પણ એડ કરી શકો છો પણ અત્યારે કુમચા સ્ટાઈલ બનાવીએ છે એટલે આ જ હોય છે હવે તેમાં કેરી એડ કરીશું થોડા ટામેટા એડ કરીશું અને થોડા પ્રમાણ માં કોથમીર એડ કરીશું ત્યારબાદ થોડું લીંબુ એડ કરીશું હવે બધું મિક્સ કરી લઈશું.

10- હવે મસ્ત મજાની ભેળ તૈયાર થઈ ગઈ છે હવે તેને સર્વે કરી લઈશું તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી ભેળ બહુ સરસ દેખાય રહી છે બહુ સરસ કલર આવ્યો છે તેનો સ્વાદ પણ બહુ સરસ લાગે છે એકદમ ટેસ્ટી લાગે છે હવે ઉપર થી થોડી સેવ ભભરાવી લઈશું થોડો મસાલો છાંટી લઈશું.

11- હવે થોડા ટામેટા ભભરાવી લઈશું ત્યારબાદ કેરી એડ કરીશું એકદમ સરસ દેખાય છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો તો તમે તમારા ઘરે આજે જ બનાવજો બહુ સરસ બને છે અને તમે એક વાર બનાવશો બીજી બધી ભેળ ભૂલી જશો બહાર પણ ખાવાનું ભૂલી જશો તો ચોક્કસ થી ટ્રાય કરજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *