ઝારા વગર પોચી ફૂલવડી પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે ફટાફટ શીખો…

આજે આપણે ઝારા વગર પોચી ફૂલવડી પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે જોઈશું ફૂલવડી સાથે ચા પીવાની મજા જ કંઈક અલગ આવે છે અને નાસ્તા તરીકે પણ ખાય શકો છો આ સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • દહી
  • લાલ મરચું
  • હળદર
  • ગરમ મસાલો
  • ખાંડ
  • મીઠું
  • વાટેલા મરી
  • વાટેલી વરિયાળી
  • અધકચરા આખા ધાણા
  • ખાવા નો સોડા
  • તલ
  • તેલ
  • કરકરો ચણા નો લોટ
  • બેસન

રીત

1- હવે એક બાઉલમાં બે ચમચી જેટલું દહી લઈ લઈશું ત્યારબાદ અડધી ચમચી હળદર નાખીશું હવે તેમાં બે ચમચી લાલ મરચું પાવડર નાખીશું જો મરચું બહુ તીખું હોય તો એક ચમચી લેવું.

2- હમેશા ફૂલવડી માં મસાલા આગળ પડતાં હોય છે હવે એક ચમચી ગરમ મસાલો નાખીશું હવે આપણે ત્રણ ચમચી ખાંડ નાખીશું હવે મીઠું સ્વાદ અનુસાર નાખીશું હવે એક ચમચી વાટેલા મરી નાખીશું અને દોઢ ટી સ્પૂન અધકચરા વાટેલા આખા ધાણા એડ કરીશું.

3- હવે તેમાં એક ચમચી વાટેલી વરિયાળી એડ કરીશું અને અડધી ટી સ્પૂન ખાવા નો સોડા એડ કરીશું હવે આ બધું સરસ મિક્સ કરી લઈશું ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધી તેને મિક્સ કરી લઈશું જો તમે મસાલા પરફેક્ટ કરશો તો બહાર જેવી જ ફૂલવડી બનશે.

4- હવે આમાં એક ચમચી તેલ એડ કરીશું હવે ફરી થી તેને ફેટી લઈશું આમાં ખાવા નો સોડા નાખવાથી સરસ ફીણ જેવું થઈ ગયું છે હવે તેમાં દોઢ કપ કરકરો ચણા નો લોટ એડ કરીશું હવે તેમાં બે ચમચી જે ઝીણો ચણા નો લોટ એડ કરીશું આમાં પાણી નો ઉપયોગ કરવાની જરૂર નથી.

5- આ લોટ બહુ કઠણ નહીં અને બહુ ઢીલો પણ નઈ તેવો તૈયાર કરી લેવાનો છે હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ લોટ બંધાય ગયો છે હવે તેની પર તેલ વારો હાથ કરી લગાવી લઈશું અને તેને ઢાંકી ને ત્રણ થી ચાર કલાક માટે રહેવા દઈશું.જેથી કરી ને મસાલા સરસ ભળી જાય અને દહી નો આથો પણ સરસ આવી જાય.

6- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે લોટ સરસ થઈ ગયો છે ત્રણ થી ચાર કલાક થઈ ગયા છે હવે એક ચમચી તલ એડ કરીશું હવે બધું મિક્સ કરી લઈશું હવે આ લોટ ફૂલવડી બનાવવા માટે તૈયાર છે હવે તેમાં બે ચમચી ગરમ તેલ એડ કરીશું.

7- હવે લોટ ને મસળી લઈશું જો આપણી પાસે ઝારો હોય તો વધારે બેસ્ટ છે પણ બધા પાસે ઝારો નથી હોતો તો આપણે આજે ઝારા નો ઉપયોગ કર્યા વગર આ રેસિપી જોઈશું તો તમે વિડિયો માં જોજો કે કઈ રીતે ફૂલવડી હાથ થી બનાવીશું.

8- તમે હાથ થી ફૂલવડી નો આકાર આપી ને બનાવી લઈશું હાથ વડે બનાવવી સહેલી જ છે જો ઝારો ના હોય તો આ રીતે બનાવી શકો છો તો આપણે બધી ફૂલવડી તૈયાર કરી લઈશું હવે ધીમા ગેસ પર તેલ મૂકી દઈશું અને ફૂલવડી એકદમ સરસ દેખાય છે તેની કલર પણ સરસ આપ્યો છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો અને હજુ તો ફૂલવડી કાચી છે.

9- હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેને ફ્રાય કરી લઈશું.ગેસ આપણે ધીમો જ રાખીશું જેથી ફૂલવડી સરસ ફ્રાય થાય નહી તો ફાસ્ટ ગેસ પર ફૂલવડી ઉપર થી કાળી પડી જશે અને અંદર થી તે કાચી રહેશે.

10- તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેનો કલર એકદમ સરસ આવ્યો છે આવો કલર લાવવાનો છે હવે બધી જ ફૂલવડી આ રીતે ફ્રાય કરી લઈશું હવે તેને એક ટિસ્યુ માં કાઢી લઈશું તો તમે પણ આ રીતે ચોક્ક્સ થી બનાવજો અને એકવાર જરૂર થી આ રીત અને ટિપ્સ ને ફોલો કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *