લસણનું ઈન્સ્ટન્ટ અથાણું બનાવાની રીત – કોઈ પણ સીઝન માં બનાવી શકાય એવું જલ્દીથી બનતું ચટાકેદાર અથાણું

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને કોઈપણ સીઝનમાં બનાવી શકાય એવું જલ્દી થી બનતું “લસણનું ઈન્સ્ટન્ટ અથાણું” એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. લાઈફમાં ક્યારેય નહિ ખાધું હોય આવું અથાણું. એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો. કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૧૫૦ ગ્રામ ફોલેલું લસણ
  • ૨ ટી સ્પૂન રાઈ
  • ૧/૨ ટી સ્પૂન મેથી દાણા
  • ૨ ટી સ્પૂન વરિયાળી
  • ૧/૪ કપ તેલ
  • ૨ ટી સ્પૂન લાલ મરચું
  • ૨ ટી સ્પૂન મીઠું
  • ૧ ટેબલ સ્પૂન વિનેગાર

રીત:

૧. ફોલેલા લસણ ને ધોઈ ને એક ચાયણી માં કાઢી ને પાણી નિતારી લો.

૨. હવે આ લસણ ને એક નેપકીન ની મદદ થી બરોબર કોરું કરી લો અને પછી પંખા નીચે નેપકીન પૂર પોહળુ કરી ને બધું પાણી નીતરવા દો.

૩. લસણ નું પાણી સુકાઈ ત્યાં સુધી એના માટે મસાલો બનાવી લો.

૪. રાઈ, મેથી દાણા, અને વરિયાળી ને ખલદસ્તા ની મદદ થી અધકચરું વાટી લો. જોઈએ તો વેલણ ની મદદ થી આડણી પૂર અધકચરું વાટી લો.

૫. હવે જો લસણ સાવ સુકાઈ ગયું હોય તો આગળ ની વિધિ ચાલુ કરો.

૬. એક પેન માં તેલ ને ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરો, જો શક્ય હોય તો રાઈ નું તેલ કે સીંગતેલ લેવું.

૭. ધુમાડો નીકળે એટલે ગેસ બંધ કરી ને તેલ ઠંડુ થવા દો.

૮. જયારે તેલ હજી થોડું ગરમ હોય ત્યારે એમાં વાટેલો મસાલો ઉમેરો.

૯. ગેસ બંધ જ રાખી ને મસાલા ને થોડો હલાવો. એમાં થી સુગંધ આવવા ની ચાલુ થશે.

૧૦ હવે આમાં લસણ ઉમેરી ને હલાવી દો.

૧૧. આ મિશ્રણ માં હવે મીઠું ઉમેરી ને બરોબર ભેળવી દો.

૧૨. અથાણાં માં ખટાસ માટે અને એને સાચવવા માટે ૧ ટેબલ સ્પૂન વિનેગાર ઉમેરી દો.

૧૩. અથાણા ને એક ધોઈ ને કોરી કરેલી બરણી માં કાઢી ને ઉપર થી પાતળું કપડું બાંધી ને ત્રણ દિવસ સુધી એક એક કલાક તડકા માં મુકો જેથી કરી ને એની કચાસ જતી રે.

૧૪. જો લાંબા સમય સુધી રાખવા નું હોય તો ગરમ કરી ને ઠંડા કરેલું તેલ લસણ ડૂબે ત્યાં સુધી ઉમેરો.

રેસિપી વિડિઓ :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *