નેચરલ લીચી આઇસ ક્રીમ – સીઝનલ આઈસ્ક્રીમ તમે જાતે જ ઘરે બનાવી શકશો…

********નેચરલ લીચી આઇસ ક્રીમ **********

હેલો ફ્રેન્ડ્સ ઉનાળો હોય કે શિયાળો કે પછી હોય ચોમાસું આપણે આઇસ્ક્રીમ તો દરેક સિઝનમાં ખાતા જ હોઈએ છીએ ઠંડી ઠંડી આઈસક્રીમ અને એ પણ ઘરમાં બનાવેલી નેચરલ આઇસક્રીમ હોય તો પછી બજાર ની આઇસ ક્રીમ પણ ફિક્કી લાગે બરાબરને ?આજે હું લાવી છું નેચરલ લીચી આઇસક્રીમ ની રેસીપી જે બનાવવુ ખૂબ જ સરળ છે અને ફક્ત ત્રણ સામગ્રીથી જ આઇસ્ક્રીમ બની જાય છે તો ચાલો આ ત્રણ સામગ્રી કઈ છે તે નોંધી લો

સામગ્રી

* 2 કપ સ્વીટ વ્હીપ ક્રીમ ( Tropolite dairy free whip cream)

* 250ml અમૂલ ફ્રેશ ક્રીમ

* 40-45 નંગ ફ્રેશ લીચી

* આઇસ્ક્રીમ બનાવવાની રીત


1-સૌપ્રથમ લીચી ને તેની છાલ કાઢી લો લીચી ને ખરેખર આ વખતે તે ફ્રેશ છે કે નહીં તે ખાસ ધ્યાન રાખવું લીચી પિંક કલરની હોય તેવી જ ખરીદવી કાળી પડેલી ના ખરીદવી તેમાં કીડા હોવાની શક્યતાઓ હોય છે

2-ત્યારબાદ છોલેલી લીચી ના ઠળિયા કાઢી લેવા અને લીચી ને મિક્સરમાં પીસી લેવી અને તેનો પલ્પ તૈયાર કરી લો ધ્યાન રાખો તેમાં પાણી બિલકુલ ઉમેરવાનું નથી


3-ત્યારબાદ એક મોટા બાઉલમાં બે કપ સ્વીટ વ્હીપ ક્રીમ લો અને તેને બીટર વડે બીટ કરો તે એકદમ ઘટૃ થઈ જાય ત્યાં સુધી બીટ કરો.


4- ત્યાર બાદ તેમાં 250 ml અમૂલ ફ્રેશ ક્રીમ ઉમેરો અને તેને ફરી 2-3 મિનિટ સુધી બીટ કરો,તમે અમૂલ ક્રીમ ના બદલે તમે ઘર ની દુધ ની તાજી મલાઈ પણ નાંખી શકો છો


5- ત્યાર બાદ તેમાં લીચી નુ જ્યુસ ઉમેરો અને તેને ફરી 2-3 મિનિટ માટે બીટ કરો છેલ્લે તેમાં લીચી ના બારીક સમારેલા ટુકડા ઉમેરી ને તેને બરાબર મિક્સ કરી લો


6- ત્યાર બાદ તૈયાર કરેલા આઇસ ક્રીમ ના મિશ્રણ ને એરટાઇટ ડબામાં પેક કરી ને ડીપ ફ્રીઝ મા 10-12 કલાક સુધી મૂકી દો.


7- 10-12 કલાક બાદ ડીપ ફ્રીઝ મા મુકેલા આઇસક્રીમ તૈયાર થઈ જશે ,તેને ઠંડી ઠંડી સવૅ કરો


* ધ્યાન માં રાખવાની બાબત —

* લીચી ને પીસતી વખતે તેમા બિલકુલ પાણી ઉમેરવુ નહીં.


જે ડબ્બા મા આઈસ ક્રીમ સેટ કરવા મૂકો તે એરટાઇટ હોવા જરૂરી છે નહીં તો તેમા આઇસ ક્રિસ્ટલ થશે.

* ટીપ- મે આ આ આઇસક્રીમ મા કોઈપણ પ્રકારના કલર કે ઈમરસન કે એસેન્સ નથી વાપર્યા ,તમને જોઇએ તો તમે નાખી શકો છો

* તમે આવી જ રીતે બધા જ સીઝનલ ફ્રુટ ની આ આઇસક્રીમ આવી જ રીતે બનાવી શકો છો .

* જો તમારી આઈસક્રીમ મા આઇસ ક્રિસ્ટલ થાય તો તેને ફરીથી ચૅન કરી ને સેટ કરવા મૂકવુ .

તો ચાલો ફ્રેન્ડઝ લીચી ની સિઝન પુરી થઈ જાય તે પહેલાં તમે બનાવો આ સ્વાદિષ્ટ અને નેચરલ લીચી આઇસ ક્રીમ અને હું કરુ બીજી રેસીપી ની તૈયારી અને હા તમને આ રેસીપી કેવી લાગી એ જરુર જણાવશો, આ રેસીપી ને સ્ટેપ બાય સ્ટેપ જોવા માટે આપેલી લિંક કલીક કરો


રોજ આવી નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલ સબસક્રાઈબ જરુર કરજો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *