મુરમુરા નમકીન – આ રીતે મમરાની વાનગી બનાવશો તો ઘરમાં બધાને પસંદ આવશે કાંઈક નવીન લાગશે…

મુરમુરા નમકીન :

મમરા – મુરમુરા નમકીનએ નાનાથી લઈને મોટા સુધીના બધા માટે એક આદર્શ વેજીટેરીયન નાસ્તો છે. જે સવાર કે બપોર પછીના નાસ્તામાં ખાસ કરીને લેવાતો હોય છે. ખાવામાં હલકો અને બનાવવામાં સરળ હોઈ કોઈપણ વ્યક્તિ ખુબજ જલ્દીથી બનાવી શકે છે. ગરમ-ફ્રેશ કે પછી સ્ટોર કરીને રાખીને જોઈએ ત્યારે ખાઈ શકાય છે. નાસ્તા બોક્ષમાં કે ટ્રાવેલિંગમાં પણ સાથે લઇ જઈ શકાય છે.

અહી હું આપ સૌ માટે મમરામાંથી બનતો ખુબજ ચટપટો, સ્વાદિષ્ટ મુરમુરા નમકીન બનાવવાની ખૂબજ સરળ રેસીપી આપી રહી છું. જે રેડી મુરમુરા નમકીન કરતા લેસ ઓઈલમાં અને ઘરની જ બધી સામગ્રીમાંથી બની જાય છે. તો તમે પણ મારી આ મુરમુરા નમકીનની રેસીપી ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

મુરમુરા નમકીન બનાવવા માટેની સામગ્રી :

  • ૪ કપ મમરા- મુરમુરા
  • ૧/૨ કપ ફ્રાય કરવા માટેના કોર્ન ફ્લેક્ષ
  • ૧/૨ કપ શીંગદાણા
  • ૧૫- ૨૦ કોકોનટ ડ્રાય ચિપ્સ ( ઓપ્શનલ)
  • ૨+૬ ટેબલ સ્પુન ઓઈલ –અથવા જરૂર મુજબ
  • ૧ ટી સ્પુન રાઈ
  • ૧ ટી સ્પુન વરીયાળી
  • ૧૫-૧૭ મીઠા લીમડાના પાન
  • ૧/૨ કપ બેસન સેવ
  • ૧/૪ થી ૧/૨ ટી સ્પુન હળદર પાવડર
  • ૧/૨ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચું પાવડર
  • ૧/૨ ટી સ્પુન સંચળ પાવડર
  • ૧/૨ ટી સ્પુન ચાટ મસાલો
  • ૧/૪ ટી સ્પુન સોલ્ટ – અથવા સ્વાદ મુજબ
  • ૨ ટેબલ સ્પુન સુગર પાવડર

મુરમુરા નમકીન બનાવવાની રીત :

સૌ પ્રથમ ૪ કપ મમરાને ચાળીને સાફ કરી લ્યો. ત્યારબાદ તેને તડકે, ફ્લેમ પર કે ઓવનમાં તપાવી મમરા –મુરમુરાને ક્રન્ચી કરી લ્યો.

હવે એક મોટી થીક બોટમની કડાઈમાં૨ ટેબલ સ્પુન લઇ મીડીયમ ફ્લેઈમ પર ગરમ મૂકો. તેમાં ૨ ટેબલ સ્પુન ઓઈલ ગરમ મૂકી ગરમ થાય એટલે તેમાં શિગદાણા ઉમેરો. કલર ચેન્જ થઇ ફૂટવા લાગે અને થોડા બદામી કલરના દેખાય ત્યાં સુધી ઓઈલમાં રોસ્ટ કરો. શીંગ દાણા જારામાં લઇ ઓઈલ નીતારી પ્લેટમાં ટ્રાન્સફર કરો. ત્યારબાદ તેમાં ૧૫- ૨૦ કોકોનટ ડ્રાય ચિપ્સ ફ્રાય કરી પ્લેટમાં ટ્રાન્સફર કરો

ત્યારબાદ એજ કડાઈમાં ૪ ટેબલ સ્પુન ઓઈલ વધારે ઉમેરી ફ્રાય કરવા જેવું ગરમ થાય એટલે તેમાં થોડા થોડા કરીને ૧/૨ ટેબલ સ્પુન કોર્ન ફ્લેક્ષ ક્રન્ચી અને પફી (ફૂલી જાય) થાય ત્યાં સુધી ફ્રાય કરી લ્યો. તેને પણ જારામાં લઇ ઓઈલ નીતારી પ્લેટમાં ટ્રાન્સફર કરો.

હવે કડાઈમાં વધેલા ગરમ ઓઈલમાં જરૂર પડે તો જ વધારે ઓઈલ ઉમેરો. બાકી એજ ગરમ ઓઈલમાં ૧ ટી સ્પુન રાઈ ઉમેરી તતડી જાય એટલે તેમાં ૧ ટી સ્પુન વરીયાળી ઉમેરો.

સાથે ૧૫-૧૭ મીઠા લીમડાના પાન ઉમેરી તેમાંથી મોઈશ્ચર નીકળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહી સાતળી લ્યો. હવે ફ્લેઈમ સ્લો કરી લ્યો. ત્યારબાદ વઘારમાં ૧/૨ ટી સ્પુન હળદર પાવડર ઉમેરી મિક્ષ કરી તેમાં ૪ કપ ક્રન્ચી કરેલા મમરા- મુરમુરા ઉમેરો. * મમરાને ફ્રાય કર્યા વગર જ ઓઈલમાં ઉમેરવાના છે. તેથી હેલ્ધી અને લેસ ઓઈલવાળા બનશે.

હવે જારા વડે સતત ઉપર નીચે હલાવતા રહી વઘારમાં મિક્ષ કરી મમરા-મુરમુરાને સરસ ક્રન્ચી કરી લ્યો. હવે તેમાં સાથે ફ્રાય કરીને રેડી કરેલા કોર્ન ફ્લેક્ષ ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં ૧/૨ કપ બેસન સેવ ઉમેરી દ્યો. બધી પ્રોસેસ સ્લો ફ્લેમ પર કરો.

ત્યારબાદ આ મિશ્રણમાં ૧/૨ ટી સ્પુન કાશ્મીરી મરચું પાવડર, ૧/૨ ટી સ્પુન સંચળ પાવડર, ૧/૨ ટી સ્પુન ચાટ મસાલો, ૧/૪ ટી સ્પુન સોલ્ટ – અથવા સ્વાદ મુજબ અને ૨ ટેબલ સ્પુન સુગર પાવડર અને કોકોનટ ચિપ્સ ઉમેરી ફ્લેમ બંધ કરી બધુ સરસ મિક્ષ થઇ જાય એ રીતે હલાવી લ્યો. જેથી મસાલો સરસ રીતે બધા મિશ્રણમાં એકસરખો ભળી જાય. અને સ્વાદિષ્ટ બને.

હવે મુરમુરા નમકીન સર્વ કરવા માટે રેડી છે. ગરમ ગરમ પણ ખાઈ શકાય. મુરમુરા નમકીન રૂમ ટેમ્પરેચર પર આવે એટલો ઠંડો થાય ત્યારે તેને એર ટાઈટ કન્ટેઇનરમાં ભરી સ્ટોર કરી લ્યો. ૧૦ થી ૧૫ દિવસ માટે સ્ટોર કરી નાસ્તામાં લઇ શકાય છે.

ખુબજ ટેસ્ટી અને હેલ્ધી એવા આ સ્પાયસી મુરમુરા નમકીન નાના મોટા દરેક લોકોને ખુબજ ભાવશે. તો તમે પણ તમારા રસોડે ચોક્કસથી નાસ્તા માટે બનાવજો.

વિડિઓ રેસિપી:

રસોઈની રાણી : શોભના વણપરિયા

અમારી યુટ્યુબ ચેનલ : Leena’s Recipes

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *