ફોતરાવાળી મગની દાળનો ઉપયોગ કરી ઢોકળાં બનાવવા છે સરળ અત્યારે જ શીખો..

ફરસાણમાં ખમણ, ઢોકળાં તો આપણા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે.અને lock down ચાલી રહ્યું છે .તો ઘર માં થી જ ફોતરાવાળી મગની દાળનો ઉપયોગ કરી ઢોકળાં બનાવ્યા છે . તો ચાલો આજે શીખી લો ટેસ્ટી અને હેલ્ધી ફોતરાવાળી મગની દાળના ઢોકળાં બનાવતા.

  • – 1 કપ – મગની ફોતરાવાળી દાળ
  • – આદુંની પેસ્ટ – 1/2 ઇંચ
  • – લસણ – 4-5 નગ
  • – 1 ચપટી – હળદર
  • – 1-2 – લીલું મરચું
  • – ચપટી – હીંગ
  • – 1 ચમચી – મીઠું
  • – તેલ
  • – 1 નગ ઇનો પેકેટ

મગની દાળના ઢોકળાં બનાવવા માટેની રીત-

સ્ટેપ :1

સૌ પ્રથમ મગની દાળને સરખી રીતે ધોઈ લો. ત્યારબાદ તેને 1-2 કલાક પલાળી આ મગની દાળ ને રાખવી .

સ્ટેપ :2

મગની દાળ ને મિક્સર જાર માં લઇ પછી તેમાં આદું, લસણ, હળદર, લાલ મરચું, હીંગ અને મીઠું ઉમેરી 2-3 મિનિટ સારે રીતે ફેંટી લો. કકરી વાટી લો.ત્યાર પછી1 ઇનો નું પેકેટ ઉમેરી ફરી થી ફેટી લેવું ..

સ્ટેપ :3

પછી એક પ્રેશર કૂકરમાં પાણી લઈ તેને મધ્યમ તાપ પર ગરમ કરવા માટે મૂકો. હવે એક થાળી લઈ તેમાં તેલ લગાવીને આ ખીરું પાથરી થાળીને કૂકરની અંદર મૂકી 15 મિનિટ સ્ટીમ કરી લો. થઈ જાય એટલે ઢાંકણું ખોલી છરીની મદદથી તેમાં ચોસલા પાડી લો. તૈયાર છે મગની દાળના ઢોકળાં.થોડી કોથમીર ભભરાવી …

આ ઢોકળાને ગરમા ગરમ જ લીલી ચટણી અને તેલ સાથે સર્વ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી મગની દાળના ઢોકળાં.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *