ક્રિસ્પી મુંગદાલ ટિક્કી- બાળકોને મગ ખવડાવવા છે? બનાવો આ નવીન વાનગી

મગ એ બધા જ પ્રકારના કઠોળમાં હેલ્ધી ગણાય છે. બિમાર લોકો માટે મગ કે મગમાંથી બનવવામાં આવતી મગદાળ આશિર્વાદ રુપ બની રહે છે. દરેક ઘરોમાં મગમાંથી મગનું શાક, ખીચડી બનતી હોય છે. તો ક્યારેક મગ બાફીને ભેળમાં પણ મિક્ષ થતા હોય છે. મગની બે પ્રકારની દાળ બનતી હોય છે. એક મગની ફોતરાવાળી દાળ અને બીજી મગની ફોતરા વગરની દાળ. મગની ફોતરાવાળી દાળમાંથી પણ ખીચડી, ચીલા, ઢોકળા, ભજીયા કે ઢોસા વગેરે બનતા હોય છે. ફોતરા વગરની દાળમાંથી ખીચડી તો બનતી જ હોય છે. ઉપરાંત તેમાંથી સૂપ, દાળ, શાક, પકોડા બનતા હોય છે. તેમાંથી સ્વીટ પણ બનાવવામાં આવતી હોય છે. જેવીકે મગની દાળનો શીરો, હલવો વગેરે… ભગવાનને પ્રસાદ પણ મગની દાળમાંથી બનાવીને અર્પણ કરવામાં આવે છે. ઉપરાંત ધાર્મિક કાર્યોમાં પણ મગનો ઉપયોગ કરવામાં આવે છે. આમ મગ અને મગની દાળનું ખૂબજ મહત્વ છે.

મગ હોય કે મગની દાળ હેલ્થ માટે પૌષ્ટિક છે.

આજે હું અહીં ક્રીસ્પી મૂંગ દાલ ટીક્કીની રેસીપિ આપી રહી છું. જે આપ સૌને ખૂબજ પસંદ પડશે.

ક્રીસ્પી મૂંગ દાલ ટીક્કી બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ મગની ફોતરા વગરની પીળી દાળ
  • 2 મિડિયમ સાઇઝ ના બાફેલા બટેટા
  • 2 ટેબલ સ્પુન ચણાનો લોટ – બેસન
  • 3 નાની ઓનિયનની છૂટી કરેલી ઉભી કાપેલી પાતળી સ્લાઇઝ
  • 6-7 લસણની કળી – અધકચરી ખાંડેલી
  • 3-4 લીલા મરચા
  • 10-15 મીઠા લીમડાના પાન
  • 1 ઇંચ આદુનો ટુકડો – કાપેલું
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ટી સ્પુન સુગર
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • ½ ટી સ્પુન સોડા બાય કાર્બ
  • 1 ટી સ્પુન લેમન જ્યુસ
  • 1 ટી સ્પુન ઓઇલ બેટરમાં ઉમેરવા માટે
  • ઓઇલ – ડીપ ફ્રાય કરવા માટે

ક્રીસ્પી મૂંગ દાલ ટીક્કી બનાવવાની રીત :

સૌ પ્રથમ 1 કપ મગની ફોતરા વગરની પીળી દાળ મોટા બાઉલમાં લ્યો.

તેને 2-3 વાર પાણીથી ધોઇને 3-4 કપ પાણી તેમાં ઉમેરી 3 થી 4 કલાક માટે પલાળી રાખો.

(ક્વીક બનાવવા માટે તેમાં જરા ગરમ હોય તેવા પાણીમાં ઉમેરી પલાળો).

3-4 કલાક પછી મગદાળમાંથી પાણી નિતારી લેવું

ત્યારબાદ ગ્રાઇંડીંગ જારમાં દાળ, 3-4 કાપીને લીલા મરચા ઉમેરો, સાથે 10-15 મીઠા લીમડાના પાન અને 1 ઇંચ આદુનો ટુકડો – કાપેલું ઉમેરીને બધું એકસાથે અધકચરું ગ્ર્રાઇંડ કરી લેવું.

મિક્ષિંગ બાઉલમાં આ ગ્રાઇન્ડ કરેલું મિશ્રણ ટ્રાંસફર કરી લ્યો.

ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન હળદર પાવડર, 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર, સ્વાદ મુજબ મીઠું, ½ ટી સ્પુન સુગર પાવડર અને ગરમ મસાલો ઉમેરો. બધું સરસથી મિક્સ કરી લ્યો.

હવે 3 નાની ઓનિયનની છૂટી કરેલી ઉભી કાપેલી પાતળી સ્લાઇઝ અને 6-7 લસણની કળી અધકચરી ખાંડેલી તેમાં ઉમેરી મિક્ષ કરો.

ત્યારબાદ તે મિશ્રણમાં 2 ટેબલ સ્પુન ચણાનો લોટ – બેસન અને 2 મિડિયમ સાઇઝના બાફેલા બટેટા મેશ કરીને ઉમેરો. બરાબર મિક્ષ કરી લ્યો.

હવે તેમાં ½ ટી સ્પુન સોડા બાય કાર્બ અને 1 ટી સ્પુન લેમન જ્યુસ ઉમેરી મિક્ષ કરી થોડું ફીણી લ્યો.

10 મિનિટ બેટરને રેસ્ટ આપો.

ડીપ ફ્રાય કરવા માટે પેનમાં ઓઇલ ગરમ મૂકો.

હવે મિડિયમ ફ્લૈમ રાખી તેમાં બનાવેલા બેટરમાંથી થોડા મોટા ગોળ વડા ઓઇલમાં હાથ વડે પાડો.

કૂક થઇને ઓલ ઓવર લાઇટ પિંક કલરના થાય એટલે ઓઇલમાંથી નિતારી તેને પ્લેટમાં કાઢી લ્યો. આ પ્રમાણે બાકીના બધાં મગના વડા બનાવી લ્યો.
જરા ઠરે એટલે પાવભાજી મેશરથી બધા વડાને વારાફરતી હલકા હાથે પ્રેસ કરી ચપટા ટીક્કી જેવા બનાવી લ્યો.

આ પ્રમાણે મેશરથી પ્રેસ કરી બધા વડાની ટીક્કી બનાવી લ્યો.

હવે ઓઇલને મિડિયમ ફ્લૈમ પર રાખી ઓઇલ બરાબર ફ્રાય કરવા જેવું થાય એટલે તેમાં બધી ટીકી 2-3 બેચમાં વારાફરતી ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લ્યો. પ્લેટમાં ટ્રાન્સફર કરી લ્યો.

સર્વિંગ પ્લેટમાં ક્રીસ્પી મૂંગ દાલ ટીક્કી સર્વ કરો. સાથે આંબલીની મીઠી ચટણી, કોથમરી મરચાની તીખી ચટણી અને ટોમેટો કેચપ સર્વ કરો.

નાના મોટા બધાને આ સ્વાદિષ્ટ, કુર્કુરી, ક્રીસ્પી મૂંગ દાલ ટીક્કી સવાર કે સાંજના નાસ્તામાં ખૂબજ ભાવશે.

બાળકોને નાસ્તા બોક્ષમાં આપવા માટે પણ ખૂબજ અનુકૂળ રહેશે.

વડા બનાવીને રેફ્રીઝરેટરમાં સ્ટોર કરી, (2 દિવસ માટે રેફ્રીઝરેટરમાં સ્ટોર કરી શકાય) બનાવવા ટાઇમે પાવભાજીના મેશરથી પ્રેસ કરી, ટીક્કીનો શેઇપ આપી ફરી ફ્રાય કરી ક્રીસ્પી મુંગ દાલ ટીકી ક્વીક ગરમાગરમ સર્વ કરી શકાય છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *