મગ ની દાળ ના પુડલા – ચણાના લોટના પુડલા તો ખાતા અને બનાવતા હશો હવે બનાવજો આ નવીન પુડલા…

કેમ છો ફ્રેન્ડસ….

બધા એ ચણા ના લોટ ના પુડલા તો ખાધા જ હશે અને ગુજરાતી નો ને તો વળી એ ભાવે પણ બહુ. પુડલા નું નામ આવે એટલે ચણા ના જ મન માં આવે. જોતમે ચણા ના લોટ ના પુડલા ખાઈ ને થાકી ગયા હોય તો આ નવા મગ ની દાળ ના પુડલા બનાવી જોવો. બહુ જ સ્વાદિષ્ટ લાગે છે આ પુડલા.

સ્વાસ્થ્ય ગુણોથી ભરપૂર મગની દાળ મોટાભાગના લોકોને પસંદ હોય છે. આ દાળ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેના સેવનથી આપણા સ્વાસ્થ્યને કેટલાય ફાયદા પણ થાય છે. મગની દાળમાં મેગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ ફૉલેટ, કૉપર, ઝિંક અને વિટામિન્સ જેવા પોષક તત્ત્વો હોય છે. આ દાળના સેવનથી શરીર માટે જરૂરી પોષક તત્ત્વોની ઉણપને દૂર કરી શકાય છે. મગની દાળ ડેન્ગ્યૂ જેવી ખતરનાક બીમારીથી પણ બચી શકાય છે..

દાળ પ્રોટીનથી ભરપૂર છે. બધા જ પ્રકારની દાળ પોષક તત્વોથી ભરપૂર હોય છે. આમ છતાં પણ પણ પ્રોટીને લઈને ઘણી સમસ્યા રહે છે. જેને લઈને તમે તમારી ડાયટમાં મગદાળને જરૂર સામેલ કરો. કોઈ પણ રીતે દાળ નું સેવન ઘણું ફાયદાકારક છે તો આજે જ જાણી લો આ મગ ની દાળ ના પુડલા બનાવાની રીત.

મગ ની દાળ ના પુડલા

  • ૨ કપ મગ ની ફોતરાં વાળી દાળ
  • ૧ નાનો ટુકડો આદુ
  • ૨ લીલા મરચા
  • ૧ ચમચી લસણ
  • ૩ ચમચી ઓટ્સ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧ ચમચી આખું જીરું
  • કોથમરી

મગ ની દાળ ને બરાબર ધોઈ નાખો અને પછી પાણી નાખી ને ૪ કલાક પલાળી દો.

દાળ પલળી જાય એટલે તેમાંથી પાણી નીતારી લો.

હવે એક મિક્ષર જાર માં પલાળેલી દાળ, આદુ, લીલા મરચા,લસણ ,કોથમરી, ઓટ્સ , અડધો કપ પાણી અને મીઠું મિક્સ કરી ને પીસી લો.

બરાબર પીસાય જાય એટલે મિશ્રણ ને એક વાસણ માં કાઢી લો.

ગેસ પર નોનસ્ટિક તવા ને ગરમ કરવા મુકો

મે ઐયા નાના પુડલા ઉતરે તેવી તવી ગરમ મૂકી છે . ગરમ થઇ જાય એટલે તેમાં ૧ ચમચો જેટલું ખીરું લઈને બધામાં પાથરી દેવું.

પછી પાથરેલા ખીરા ને બંને બાજુ બરાબર શેકી લેવું

શેકાય જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી લેવું

તેને લીલી ચટણી કે દહીં સાથે ગરમ ગરમ પીરસવું…

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *