પનીર મકાઈ નું શાક – માર્કેટમાં અત્યારે ફ્રેશ મકાઈ મળે છે, તો બનાવો…

આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર મકાઈ નું શાક બનાવીશું.આ શાક ઢાબા સ્ટાઈલ ગ્રેવી મસાલેદાર લાગે છે. આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે આ તમે ડિનર અને લંચ માં પણ ખાઈ શકો છો.એકવાર બનાવશો તો વારંવાર ખાવાનું મન થશે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • બાફેલા સ્વીટ કોર્ન ના દાણા
  • ડુંગળી
  • ટામેટા
  • કાજુ
  • તમાલપત્ર
  • તજ
  • લવિંગ
  • લાલ મરચું પાવડર
  • લસણ
  • આદુ
  • કિચન કિંગ મસાલો
  • કોથમીર
  • કસ્તુરી મેથી
  • પનીર
  • જીરું
  • ધાણાજીરું પાવડર
  • હળદર
  • મીઠું
  • તેલ
  • ઈલાયચી
  • ઘી

રીત

1- સૌથી પહેલા આપણે ગ્રેવી બનાવી લઈશું.તેના માટે પેન લઈ લઈશું.હવે તેમાં એક નાની ચમચી તેલ લઇ લઈશું, હવે તેલ ગરમ થાય એટલે બે મોટી ડુંગળી ને મોટા ટુકડા માં કટ કરી લીધી છે તો તેને એડ કરી લઈશું.હવે તેમાં ચાર થી પાંચ લસણ ની કડી નાખીશું ત્યારબાદ એક આદુ નો ટુકડો એડ કરીશું.હવે તેને ધીમા ગેસ પર ગુલાબી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું.

2- તેને સતત હલાવતા રહેવાનું છે હવે ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.હવે તેમાં મોટા ટુકડા માં સમારેલા ત્રણ ટામેટા એડ કરીશું.હવે ટામેટા અને ડુંગળી ને સરસ મિક્સ કરી લઈશું,આ રીતે કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે.

3- હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું, ટામેટા અને ડુંગળી સરસ કુક થાય ત્યાં સુધી તેને કુક કરી લઈશું.તેને લગભગ બે થી ત્રણ મિનિટ સતત હલાવતા તેને કુક કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે અઢી મિનિટ થઈ ગઈ છે અને ટામેટા સોફ્ટ થઈ ગયા છે.હવે તેમાં પલાળેલા કાજુ એડ કરીશું.

4-હવે તેને મિક્સ કરી ને ફરી થી ઢાંકી ને એક થી બે મિનિટ માટે કુક કરી લેવાનું છે જેથી આપણા કાજુ પણ સોફ્ટ થઈ જાય,હવે ગેસ બંધ કરી દઈશું હવે આ ગ્રેવી ને ઠંડી થવા દઈશું. ત્યારબાદ જ મિક્સર માં ક્રશ કરી લઈશું.હવે આપણે શાક નો વઘાર કરી લઈશું,હવે તેમાં એક ચમચી ઘી મૂકી દઈશું.

5- હવે તેમાં એક મોટી ચમચી તેલ નાખીશું તમે એકલા તેલ માં કે ઘી માં વઘાર કરી શકો છો.હવે તેમાં એક નાની ચમચી જીરૂ નાખીશું.હવે તેમાં એક તમાલપત્ર એડ કરીશું ત્યારબાદ બે લવિંગ નાખીશું એક ઈલાયચી નાખીશું ત્યારબાદ બે તજ ના ટુકડા નાખીશું. હવે વઘાર ને સરસ સાંતળી લઈશું.

6- હવે તેમાં આપણે મસાલા કરી લઈશું ગેસ આપણે એકદમ ધીમો કરી દેવાનો.હવે તેમાં આપણે અડધી નાની ચમચી હળદર નાખીશું, હવે તેમાં એક નાની ચમચી ધાણાજીરૂ પાવડર નાખીશું.હવે તેમાં એક મોટી ચમચી લાલ મરચું પાવડર નાખીશું,હવે મસાલા ને અડધી મિનીટ માટે સાંતળી લઈશું.

7- આ રીતે કરવાથી ગ્રેવી નો કલર સરસ આવે છે.હવે તેમાં આપણે ક્રશ કરેલી ગ્રેવી એડ કરી લઈશું.હવે ગ્રેવી ને ઢાંકી ને કુક કરવાની છે.લગભગ બે મિનિટ ઢાંકી ને કુક કરી લઈશું.તેલ છૂટું ના પડે ત્યાં સુધી કુક કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેલ અને ઘી છૂટું પડવા લાગ્યું છે.ગ્રેવી ને એક વખત ફેરવી લઈશું.

8- હવે એક કપ બાફેલા સ્વીટ કોર્ન નાખીશું.તમે તેની સાથે ઝીણા સમારેલા કેપ્સીકમ પણ નાખી શકો છો.તેનું શાક ખૂબ જ સરસ લાગે છે હવે ગ્રેવી માં સરસ મિક્સ કરી લઈશું.હવે તેમાં જરૂર લાગે તેટલું જ પાણી નાખવાનું છે. આપણે તેમાં પા કપ પાણી નાખીશું.

9- હવે ઢાંકી ને કુક કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે, હવે તેમાં એક નાની ચમચી કિચન કિંગ મસાલો એડ કરી લઈશું.હવે તેમાં એક નાની ચમચી કસ્તુરી મેથી હાથ માં લઇ મસળી ને એડ કરીશું.

10- હવે બધું મિક્સ કરી લઈશું,હવે તેમાં થોડું મીઠું નાખીશું,હવે આપણે અડધું પનીર એડ કરીશું હવે તેને મિક્સ કરી લઈશું.તમે ચાહો તો પનીર ના નાના ટુકડા પણ નાખી શકો છો.ફરી થી ઢાંકી ને કુક કરી લઈશું.હવે એક મિનિટ થઈ ગઈ છે સરસ શાક થઈ ગયું છે.

11- હવે તેમાં એક ચમચી ઘર ની ફ્રેશ મલાઈ એડ કરીશું, ત્યારબાદ સમારેલા લીલા ધાણા નાખીશું.અને શાક ને ટેસ્ટ આપવા માટે ચપટી ખાંડ એડ કરીશું. હવે બધું સરસ મિક્સ કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું શાક એકદમ સરસ ટેસ્ટી બની ને તૈયાર થઈ ગયું છે તેનો કલર પણ એકદમ સરસ આવ્યો છે. ગરમા ગરમ શાક ને સર્વે કરી લઈશું.હવે એક પ્લેટ માં સર્વે કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેની ગ્રેવી એકદમ સરસ ઘટ્ટ બની છે.જેને તમે પરોઠા સાથે અથવા રોટલી સાથે ખાઈ શકો છો.તો તમે એકવાર ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *