મકાઈ ચાટ – ચોમાસુ આવતા જ ચટપટી મકાઈની વાનગીઓ ભાવતી હોય છે, બનાવો આ ચાટ અને સજાવટ પણ શીખો।

આવ રે વરસાદ…

ચાલો વરસાદ નું સ્વાગત કરીએ…

અમદાવાદના શોભના બહેન એમની રસપ્રદ રસોઈ કરતાં એમની બનાવેલી વાનગીના પ્રેઝન્ટેશન માટે ખૂબ જાણીતા છે. તો ચાલો આજે એમની વાનગીને શું નવું રુપ આપ્યું છે તે જોઈએ.

ચા, દાળવડા, ભજીયાં અને મકાઈ આ અમુક બાબતો વરસાદ સાથે સંકળાયેલી હોય છે.

પહેલો વરસાદ આવે કે તરત જ મકાઈની યાદ તાજી થાય છે.

મકાઈનો દેખાવ જેટલો સુંદર છે એટલી જ ગુણકારી પણ ખરી હો.

હવે મકાઈનો ઉપયોગ પણ ખૂબ વધ્યો છે.

સ્વીટકોર્ન સૂપ થી લઈને મકાઈની ખીચડી સુધી અવનવી વાનગીઓ બનવા લાગી છે.

આજે આપણે મકાઈ ચાટ બનાવશું.

સામગ્રી.

બાફેલી મકાઈના દાણા


સમારેલું ટામેટું

સમારેલું કેપ્સીકમ


સમારેલી કોથમીર.

ચાટ મસાલો.

સૌ પ્રથમ તો એક મકાઈને કૂકરમાં મીઠુ અને ચપટી હળદર નાખી બાફી લો.

ત્યારબાદ ઠંડી થાય એટલે દાણા કાઠી લો.

હવે એક બાઉલમાં મકાઈના દાણા, સમારેલા શાક અને ચાટ મસાલો બધું ભેગું કરીને હલાવી લો. એમાં કોથમીર એડ કરો.


હવે મન ગમતાં ગ્લાસમાં સર્વ કરો. અને આ રીતે પણ સર્વ કરીએ તો સૌને ખૂબ આનંદ થશે.


બહાર વરસાદ વરસતો હોય અને ટેબલ પર ચટપટો મકાઈ ચાટ હોય અને તમારા જેવા મિત્રો હોય…. આહહહહહહહા… મજા આવી ગઈ હોં..!

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *