મેંગો લસ્સી – અસલી પંજાબી જેવી લસ્સી અને એ પણ મેંગો ફ્લેવરમાં, બાળકોને ખૂબ પસંદ આવશે…

મેંગો લસ્સી

લસ્સી ભારતીય ઉપખંડમાંથી એક લોકપ્રિય પરંપરાગત દહીં આધારિત પીણું છે. લસ્સી દહીં, પાણી, મસાલા અને ક્યારેક ફળનો મિશ્રણ છે. ઉનાળા માં તો લસ્સી પીવાની મજા જ અલગ છે. બહાર તડકામાં કામ કરી ને આવ્યા હોય અને જમવાનું પણ મન નથી થતું. ત્યારે આવી લસ્સી નો એક ગ્લાસ મળી જાય તો પેટ પણ ભરાઈ જાય અને આપણા શરીર ને શક્તિ પણ મળી જાય.

એમાં પણ કેરી તો ફળો નો રાજા કેહવાય. ઉનાળા માં કઈ પણ વસ્તુઓ બનાવો કેરી પેહલા યાદ આવે. અને લસ્સી નું આ નવું મિશ્રણ ખુબ જ સરસ લાગે છે.

તો ચાલો આજે બનાવીએ મેંગો લસ્સી. જેમાં ઉમેરેલા ડ્રાયફ્રુટ ના લીધે તે ખુબ જ ટેસ્ટી લાગે છે.

સામગ્રી:

૨ નંગ પાકેલી કેરી,

૧ વાડકો દહીં,

૨-૩ ચમચી ખાંડ,

૫-૬ નંગ બદામ.

૬-૭ ટુકડા બરફ.

રીત:

સૌપ્રથમ મેંગો લસ્સી બનાવવા માટે આપણે લઈશું. પાકી કેરી, ખાંડ જેટલી લસ્સી બનાવવી હોય તેના માટે સ્વાદ મુજબ લઇ શકીએ. ત્યાર બાદ ઠંડી કરવા માટે ઠંડું થોડું પાણી કે બરફ પણ લઇ શકીએ છીએ. ત્યાર બાદ ખાટું-મીઠું દહીં લઈશું અને બદામ નું છીણ લઈશું.

ત્યાર બાદ કેરી ને પાણી થી ખુબ જ સારી રીતે ધોઈ લેવી. ત્યાર બાદ કેરી ની છાલ કાઢી તેના નાના નાના ટુકડા કરી લેવા. જેથી તે સરળતા થી ક્રસ થઇ શકે.

ત્યાર બાદ એક બાઉલ માં દહીં લઈશું. મેંગો ની સ્વીટ લસ્સી કરવી હોય તો ધ્યાન રાખવું કે દહીં બોવ ખાટું ના હોય. અને તેને ચમચા વડે ચલાવી દહીં નું ઘોરવું કરી લેવું.

હવે દહીં ના તૈયાર કરેલા ઘોરવામાં આપણે કેરી ના કટકા ઉમેરીશું. દહીં લીધું હોય એ પ્રમાણ માં કેરી ઉમેરી શકીએ છીએ.

ત્યાર બાદ તેમાં જરૂર મુજબ ખાંડ ઉમેરીશું. તેમાં ખાંડ ની જગ્યા પર શાકર નો પણ ઉપયોગ કરી શકાય છે.

હવે બધું ઉમેરાઈ ગયા બાદ તેને બ્લેન્ડર વડે ક્રસ કરી લઈશું. તમે મિક્ષ્ચર ના જ્યુસર પવાલા માં પણ લસ્સી બનાવી શકો છો.

ત્યાર બાદ આપણે લસ્સી માં ઉમેરીશું બરફ. જેથી લસ્સી થોડી પાતળી પણ થઇ જાય અને ખુબ જ સરસ ઠંડી થઇ જાય.

તો હવે આપણી મેંગો લસ્સી તૈયાર છે. જેને આપણે પ્રવાહી ફોર્મ માં કે જમાવી ને પણ સેર્વ કરી શકીએ છીએ.

લસ્સી ને સેર્વ કરવા માટે તેને ગ્લાસ માં કાઢી લો. ત્યાર બાદ તેના પર બદામ નું છીણ પાથરી સેર્વ કરો. ઉનાળાની સ્પેસ્યલ ઠંડી ઠંડી મેંગો લસ્સી.

નોંધ:

લસ્સી સેર્વ કરવી હોય ત્યારે જ બનાવવી. જેથી તે ખુબ જ સરસ અને ફ્રેશ લાગશે. તેમજ ખાંડ ની જગ્યા પર તેમાં શાકર પણ ઉમેરી શકાય છે.

રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *