ડેલગોના મેંગો લસ્સી – નાના મોટા દરેકને પસંદ આવતી લસ્સી હવે બનાવો આવીરીતે…

ડેલગોના મેંગો લસ્સી

દોસ્તો ગરમી ખૂબ જ પડી રહી છે. તો આ ગરમી માં મને તો ઠડું ઠંડુ પીવાની ઈચ્છા થઈ છે….

તો મને થયું ડેલગોના કોફી તો બધા એ બનાવી હું લસ્સી બનાવું.અને આમ પણ બધાને લસ્સી બહુ ભાવે અને એમાં પણ જ્યારે મેંગો ફ્લેવર્ડ એડ થાય એટલે તો બાળકોનું પણ ફેવરિટ થઈ જાય….

તો આજે મે બનાવી નાના મોટા સૌની ફેવરિટ ડેલગોના મેંગો લસ્સી..

સામગ્રી

  • ૨ પાકી કેરી
  • ૨ ચમચી – ખાંડ
  • ૧ બાઉલ- મોળું દહીં

રીત

સૌથી પહેલાં એક બાઉલમાં પાકી કેરી છોલ ઉતારી ને ઝીણી સમારી લો.

ત્યારબાદ તેને મિક્સર માં ક્રશ કરી લો.

હવે બીજા બાઉલમાં મોડું દહી લો તે પછી તેમાં બે ચમચી ખાંડ ઉમેરો અને તેને પણ મિક્સર માં ક્રશ કરી લો.

હવે તે લસ્સી ને સર્વિંગ ગ્લાસમાં કાઢી લો. તે પછી તેને દસ મિનિટ ફ્રીઝરમાં સેટ કરવા મૂકો..

સેટ થયા પછી તેની ઉપર કેરી નો પલ્પ જે કાઢેલો છે તે મુકો.

તો તૈયાર છે આપની ડેલગોના મેંગો લસ્સી.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *