ભાજીપાંવ બ્રેડ — વડા પાવ બ્રેડ — દાબેલી બ્રેડ ઘરે કેવીરીતે બનાવશો શીખો..

આજે હું ફ્રેન્ડ્સ આજે હું “ભાજીપાંવ બ્રેડ — વડા પાવ બ્રેડ — દાબેલી બ્રેડ ” બનાવવાની એકદમ સરળ ઘરે બનાવવાની રીત બતાવવાની છું. એકદમ સોફ્ટ અને બહાર બજાર જેવીજ થાય છે .બહાર ની લાવીને ખાઈએ એના કરતા ઘરે બનાવી ને બ્રેડ ખાઈએ એ વધારે સારુ છે આપડી હેલ્થ માટે. યંગ જનરેશનને અને બચ્ચાઓને ખૂબ મજ્જા પડશે અને બહાર જેવી જ બને છે. તો ફ્રેન્ડ્સ તમે જરૂર થી ટ્રાય કરજો. સ્વાદ માં, દેખાવ માં એકદમ બહાર જેવી જ લાગે એવી રેસિપી છે. જોતાજ ખાવાનું મન થયી જશે. તો ચાલો જોઈ લઇ બનાવવાની રીત.

” ભાજીપાંવ બ્રેડ — વડા પાવ બ્રેડ — દાબેલી બ્રેડ ” બનાવવા જોઈશે..

સામગ્રી :

  • ૪૫૦ ગ્રામ મેંદો
  • ૧ ચમચી બેકિંગ પાવડર
  • ૧/૨ ચમચી મીઠું
  • ૧ કપ હુંફાળું પાણી
  • ૨ ચમચી મેલ્ટેડ બટર
  • ૨ ચમચી ખાંડ
  • ૨ ચમચી હુંફાળું પાણી
  • ૨ ચમચી હુંફાળું દૂધ
  • ૨ ૧/૨ થી થોડી ઓછી
  • ચમચી ઇસ્ટ

રીત :

  • એક વાડકા માં મેંદો ચાળવો, એમાં બેકિંગ પાવડર , મીઠું નાખી મિક્સ કરવું.
  • બીજા વાડકા માં ૨ ચમચી ખાંડ,
  • ૨ ચમચી હુંફાળું પાણી,
  • ૨ ચમચી હુંફાળું દૂધ,
  • ૨ ૧/૨ થી થોડી ઓછી

ચમચી ઇસ્ટ મિક્સ કરી ૧૦ મિનિટ રાખવું જેથી ઇસ્ટ એકટીવ થઇ જશે અને ફૂલી જશે.

૧૦ મિનિટ પછી એ મિશ્રણ ને લોટ માં નાખી હુંફાળા પાણી થી લોટ બાંધવો. ઢીલો લોટ રાખવો અને ૧૫ મિનિટ સુધી મસળવો. પછી તેમાં બટર નાખી ફરી 5-7મિનિટ મસળવું.

ત્યાર પછી એક બોઉલ માં મૂકી , ઉપર પાણી વાળો હાથ લગાવી ૧ કલાક અથવા ૨ કલાક ઢાંકીને રાખવું.. લોટ ફૂલી ને ડબલ સાઈઝ થાય ગઈ હશે.

ફરી એને ૬-૭ મિનિટ ખેંચી ને મસળવો, થોડોક મેંદા નો લોટ ભભરાવી ને પણ મસળી શકો છો.

પછી બેકિંગ ટ્રેને તેલ કે બટર ગ્રીઝ કરવું. લોટ માંથી ૧૨ લુઆ થશે,.તેને સરસ ગોળ શેપ કરી થોડા દબાઈ ગ્રેઝ ટ્રે માં મુકવા .. તેની ઉપર થોડું ભીનું કરીને કપડું ઢાંકી ને ૩૦ મિનિટ રાખવું. ડબલ સાઈઝ થઇ ગઈ હશે ત્યાં સુધી.

ઓવેન ૨૨૦° પર preheat કરવું અને લુઆ પર બેકિંગ ટ્રે મુકવી. ૨૨૦° પર ૧૫-૨૦ મિનિટ માં બ્રેડ રેડી થી જશે.ઓવેન માંથી કાઢી બ્રેડ પર બટર લગાવવું જેથી શાઈનિંગ સરસ આવશે એન્ડ સોફ્ટ પણ થશે, ડ્રાય નઈ થાય.

ઓવેન માંથી કાઢ્યા પછી બટર લગાયા પછી ફરી થોડુંક ભીનું કરી કપડું પાથરવું , ઠુંડી થાય બ્રેડ ત્યાં સુધી રાખવું, આમ કરવાથી બ્રેડ વધુ સોફ્ટ થશે. ૨૫ મિનિટ લગભગ થાય છે બ્રેડ ને ઠંડી થતા.

પછી ચપ્પા ને ચારે કિનારી ફેરવી બ્રેડ ટ્રે માંથી કાઢવી.

તૈયાર છે એકદમ જ સોફ્ટ એન્ડ સ્પોનજી, બહાર જેવીજ ઘરે બનાયેલી ” ભાજીપાંવ બ્રેડ — વડા પાવ બ્રેડ — દાબેલી બ્રેડ “. હા ફ્રેન્ડ્સ આ બ્રેડ તમે ભાજીપાંવ કે દાબેલી કે વડાપાંવ માં ગમે તે બનાવવા માટે વાપરી શકો છો.

તો ફ્રેન્ડ્સ તમે ઘરે જરૂરથી બનાવજો આ બ્રેડ. એક વાર ચોક્કસ ટ્રાય કરજો તમે ચોક્કસ બહાર ને બ્રેડ ભૂલી જશો.

રસોઈની રાણી : રૂચિતા અંકુર શાહ (અમદાવાદ )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *