મેંગો મઠ્ઠો – કોઈપણ મહેમાન આવવાના હોય કે પતિદેવને સરપ્રાઈઝ આપવી હોય બનાવો આ મઠો…

મેંગો મઠ્ઠો

કેરીની સીઝનમાં માત્ર કેરીના અથાણા જ નથી બનતા કે પછી માત્ર કેરીનો રસ જ નથી ખવાતો , પણ કેરીમાંથી બનતી દરેક વાનગીઓ બનાવીને લોકો કેરીનો પુરે પુરો લાહવો તેની સીઝનમાં ઉઠાવી જ લે છે. પછી કેરીનો આઈસ ક્રીમ હોય કે કેરીન લસ્સી હોય કે પછી મેંઘો મઠ્ઠો જ કેમ ન હોય. તો આજની આ પોસ્ટમાં અમે તમારી માટે લાવ્યા છે મેંગો મઠ્ઠાની રેસીપી.

સામગ્રી

400 ગ્રામ દહીંનો મસ્કો

200 ગ્રામ દળેલી ખાંડ

3 ચમચી મેંગો પલ્પ

1 ટેબલ સ્પૂન ટૂટી ફ્રૂટી

2 ટેબલ સ્પૂન કાજુબદામનું કતરણ

2 ડ્રોપ મેંગો એસેન્સ

½ ટી સ્પૂન ઓરેન્જ ફૂડ કલર (ઓપ્શનલ)

½ ટી સ્પૂન ઇલાઈચી પાઉડર (ઓપ્શનલ)

મેંગો મઠ્ઠો બનાવવાની રીત


દહીંનો મસ્કો બનાવવાની રીતઃ 1 લીટર દૂધ લઈ તેને ઉકાલી તેનું દહીં જમાવી દેવું. હવે આ તૈયાર થયેલા દહીંને એક મલમલના કાપડમાં લઈ તેમાંથી બધું પાણી નીતારી લેવું. ત્યાર બાદ દહીંની પોટલી વાળી તેને 4-5 કલાક માટે એક જગ્યાએ લટકાવી દેવી. અથવા તો તમે ચારણીમાં મુકી તેના પર વજન મુકી તેને ફ્રીઝમાં પણ મુકી શકો છો. આમ કરવાથી તમારે મસ્કાને ઠંડો કરવા માટે અલગ સમય નહીં બગાડવો પડે. તો તૈયાર છે દહીંનો મસ્કો. એક કી.ગ્રામ દહીંમાંથી 400 ગ્રામ જેટલો દહીંનો મસ્કો બનશે.


હવે એક બોલમાં મસ્કાને બરાબર ફેંટીને સ્મૂધ કરી લેવો, ચમચીની મદદથી જ તમારે મસકાને સ્મૂધ કરવાનો છે તેના માટે કોઈ બીટરની જરૂર નહીં પડે.


મસ્કો સોફ્ટ કરી લીધા બાદ તેમાં ખાંડ ઉમેરી લેવી. તેને પણ બરાબર હલાવીને મસ્કામાં એકરસ કરી દેવી.


એક સાથે બધી જ ખાંડ ન ઉમેરવી. તેમ કરવાથી મસ્કામાં ખાંડને મિક્સ કરતા તકલીફ પડશે. માટે થોડી થોડી ખાંડ એડ કરી મસ્કામાં ખાંડને એકરસ કરી લેવી. મસ્કો ટેસ્ટ કરીને તમે ખાંડને એડ કરી શકો છો.


ખાંડ મિક્સ થઈ ગયા બાદ તેમાં મેંગો પલ્પ એડ કરવો. તેને પણ વ્યવસ્થિત મિક્સ કરી લેવું.


તેને બરાબર સ્મૂધ થાય તેટલું ફેંટી લેવું. બરાબર મિક્સ થઈ ગયા બાદ તેમાં માત્ર 2 ટીપાં મેંગો એસેન્સ એડ કરી લેવું.


હવે તેમાં ઓરેન્જ કલરનો ફૂડ કલર લઈ શકો છો. તે એડ કરો અને સાથે સાથે ઇલાઈચી પાઉડર પણ એડ કરી લેવો.


અહીં તમે ઓરેન્જ ફૂડ કલર અને ઇલાઈચી પાઉડર સ્કીપ કરી શકો છો. હવે બધું મિક્સ થઈ ગયા બાદ તેમાં ચપટી કેસરના રેશા એડ કરવા,


સાથે ટૂટી ફ્રૂટી, અને કાજુ બદામનું કતરણ પણ એડ કરી લેવું. બધું જ બરાબર મિક્સ કરી લેવું.


તો તૈયાર છે મેંગો મઠ્ઠો. હવે આ તૈયાર થયેલા મઠ્ઠાને બે કલાક ફ્રિઝમાં સેટ કરવા મુકી દેવો. બે કલાક બાદ મેંગો મઠ્ઠો પીરસવા માટે તૈયાર હશે. તમે તેને પુરી, રોટલી સાથે સર્વ કરી શકો છો અને એમનમ પણ એન્જોય કરી શકો છો.

સૌજન્ય : અમે ગુજરાતી (યુટ્યુબ ચેનલ)

વાનગીનો સંપૂર્ણ વિગતવાર વિડીઓ જુઓ અહિયાં…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *