મેંગો સાલસા – દરરોજ જમવામાં સામેલ કરો આ વાનગી, ઓછી સામગ્રી વપરાતીઅને ફટાફટ બની જતી..

ઉનાળા ની ધગધગતી ગરમી અને લૂ થી બચવા માટે આજે જ આ ચટપટઓ ” મેંગો સાલસા” બનાવો.

ઉનાળા શરુ થઇ એટલે ગરમી નો ત્રાસ શરુ અને એમાં પણ જો ભરબપોરે કઈ કામ આવી પડે અને બહાર જવાનું થઇદરરોજ જમવામાં સામેલ કરો તો તો લૂ નો પ્રકોપ પણ સહન કરવા નો. તો ચાલો આજે આપને આ લૂ નાપ્રકોપ થી બચવા માટે ઝટપટ તૈયાર થઇ જતો આ મેંગો સાલસા બનાવીએ.

સામગ્રી :

કાચી કેરી – ૧ નંગ

ડુંગળી – ૧ નંગ

ટામેટા – ૧ નંગ

લીલા ધાણા – ૫૦ ગ્રામ

સેકેલું જીરું નો પાવડર – ૧/૨ ચમચી

મીઠું – સ્વાદ અનુસાર

રીત:

સૌ પ્રથમ કાચી કેરી ને ઠંડા પાણી થી ધોઈ અને તેની છાલ કાઢી લો. ( ઘણા લોકો ને કાચી કેરી છાલ સાથે પણ પસંદ છે તો એમ પણ રાખી શકો છો.) અને તેને ઝીણા કટકા કરી એક બાઉલ માં લઇ લો.

ત્યાર બાદ ડુંગળી અને ટામેટા ને પણ ઝીણા સમારી બાઉલ માં લઇ લો.

હવે તેમાં ઉપર થી ઝીણી સમારેલી કોથમીર નાખો.

ત્યાર બાદ તેમાં સેકેલા જીરું નો પાઉડર તથા સ્વાદ અનુસાર મીઠું નાખો. અને બધી જ સામગ્રી ને બરાબર મિક્ષ કરી લો.

આ મિશ્રણ ને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ૧-૨ કલાક ઢાકી ને ફ્રીજ માં મૂકી દો. તો તૈયાર છે અફલાતુન મેંગો સાલસા , અને હા જમતી વખતે રસોઈ ની સાથે સર્વ કરવ નું ભૂલતા નહિ.

ફાયદાઓ :

– કાચા શાકભાજી હમેશા શરીર માટે ભરપુર માત્ર માં ગુણકારી જ પુરવાર થયા છે. મેંગો સાલસા એ વિટામીન સી નો અદભૂત સ્ત્રોત છે.

– ડુંગળી ને ઉનાળા માં ખાવા થી શરીર ને લૂ નથી લાગતી. તદઉપરાંત શરીર માં મેટાબોલીઝમ વધારી ચયાપચયા ની પ્રક્રિયા ને તેજ કરે છે.

– ટામેટા માંથી વિટામીન સી તો મળે છે સાથે સાથે ઈમ્યુંનીટી સીસ્ટમ ને પણ ઈમ્પ્રુવ કરે છે.

– કોથમીર માં એન્ટીઓક્સીદેન્ત રહેલું છે સ્વસ્થ માટે આશીર્વાદ સમાન છે.

તો હવે રાહ કોની જુઓ છો આજ થી જ દરોજ લંચ માં એક આઈટમ નો ઉમેરો કરી લો.

રસોઈની રાણી : દર્શિતા પટેલ (અમેરિકા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *