નોન બેક્ડ મેંગો સોજી કેક – મેંગો પલ્પ કે કેરી સ્ટોર કરી છે ને? તો બનાવી દો આ મસ્ત મસ્ત કેક, મોજ આવી જશે..

હાલ ના સમય માં દરેક પ્રસંગો માં કેક નું મહત્વ વધી રહ્યુ છે. સાથે સાથે નાના – મોટા બધાને કેક ખૂબજ ભાવે પણ છે. પ્રસંગો માં હમેશાં બેક્ડ કેક હોય છે જે મેંદા ની બનેલી, તેમજ એસેંસ યુક્ત હોય છે. તંદુરસ્તી માટે નુક્શાન કારક છે. પચવા માં ભારે અને બનાવવા માં સમય વધારે લે છે.

તો આ રહ્યો એમનો વિકલ્પ : નોન બેક્ડ મેંગો સોજી કેક……

જે સમ્પુર્ણપણે પૌષ્ટીક છે. મેંદાને બદલે સોજી, એસેંન્સ ના બદલે પ્યોર મેંગો ફ્લેવર, બેકિંગ પાવડર કે સોડા નો ઉપયોગ બિલ્કુલ નહિ, ફેટવાળા ક્રીમી ગાર્નીશિંગ ના બદલે સરસ મજા નું ડેકોરેટીવ ગાર્નીશીંગ, તેમજ જલ્દી બની જતી હોય, સમય ની બચત …

: નોન બેક્ડ મેંગો સોજી કેક…… જરુરથી બનાવી કેક ના નવા રુપ રંગ નો ટેસ્ટ તેમજ અનુભવ કરો અને તમારું મંતવ્ય રજૂ કરો.

હેલ્ધી રેસિપિ : નોન બેક્ડ મેંગો સોજી કેક

1 કપ સરસ પાકેલી કેશર કેરી અથવા હાફુસ કેરીનો પલ્પ

1 કપ મિલ્ક પાવડર

1 ½ કપ પાણી – ગરમ કરેલું

¾ કપ સોજી (રવો – સેમોલીના)

3 ટેબલ સ્પુન દેશી ઘી + 1 ટેબલ સ્પુન ઘી વધારે લેવુ.- ઉપર થી એડ કરવા માટે …

2 ટેબલ સ્પુન બરીક ખમણેલું કોપરુ –ગ્રેટેડ – કોકોનટ – સિલોની કોપરુ.

10 -12 કિશમિશ – લાલ દ્રાક્ષ

15 – 20 કાજુ – નાના ટુક્ડા કરેલા

½ કપ ખાંડ

10 થી 15 કેશર ના તાંતણા – 2 સ્પુન જેટલા – થોડા દૂધ માં પહેલે થી જ પલાળી રાખવા જેથી સરસ કેશરી કલર થાય.

1 ટી સ્પુન લીલી એલચી નો પાવડર

*કેક ડેકોરેટ કરવા માટે :

1 ટી સ્પુન કલર્ડ સ્પ્રીંકલ્સ અથવા જરુર મુજબ

1 ટી સ્પુન સુગર સીલ્વર બોલ્સ અથવા જરુર મુજબ

2 ટેબલ સ્પુન ડાર્ક ચોકોલેટ કર્લ્સ

વેફર બિસ્કીટ – જરુર મુજબ

*
કેક ના શેઇપ માટે :

બટર પેપર – જરુર મુજબ

હાર્ટ શેઇપ નુ કેક ટીન – મોલ્ડ.

*કેક બનાવવા ની રીત :

એક મીક્ષીંગ બાઉલ માં 1 કપ મિલ્ક પાવડર લ્યો.

તેમાં પાણી નાખી બરાબર મિક્ષ કરો. ફ્લેઇમ પર રાખવુ નહિ.

ત્યાર બાદ પાણીમા મિક્ષ કરેલા મિલ્ક પાવડરવાળુ બાઉલ ગેસ ની ધીમી ફ્લેઇમ પર મુકો.

તેમાંથી બનેલુ દુધ બરાબર ઉકળીને કુક થઇ જાય ત્યાંસુધી ઉકાળો.

બીજા બાઉલ માં ટ્રાંસફર કરો અને એક બાજુ રાખી દ્યો.

*
હવે થીક બોટમ નું પેન લ્યો. ઘી અને સોજી મિક્ષ કરો.

ધીમી ફ્લેઇમ પર લાઇટ બ્રાઉન શેકો.

શેકાઇ જાય એટલે તેમાં 2 ટેબલ સ્પુન બરીક ખમણેલું કોપરુ ઉમેરીને થોડું શેકો.

ત્યારબાદ તેમાં 10 -12 કિશમિશ – લાલ દ્રાક્ષ, 15 – 20 કાજુ ના ટુક્ડા ઉમેરો.

રવા સાથે મિક્ષ કરી બધું સાથે 2 મિનિટ શેકો.

હવે મિલ્ક પાવડર માંથી બનાવેલુ, ઉકળેલુ દુધ શેકાઇ રહેલા રવા માં ધીમે ધીમે ઉમેરો.

અને બરાબર હલાવી ને મિક્ષ કરો.

ઝડપ થી તરત જ દુધ – રવા ના મિશ્રણ માં 1 કપ સરસ પાકેલી કેશર કેરી અથવા હાફુસ કેરીનો પલ્પ ઉમેરો.

મિશ્રણ ને બરાબર મિક્ષ કરી, સતત હલાવો.

*
ટિપ્સ : પેન ના બોટમ પર બેસી ના જાય તેનું ખાસ ધ્યાન રાખો. જેથી ટેસ્ટ માં પરફેક્ટ બને.

હવે તેમાં 1/2 કપ ખાંડ અથવા ખાંડ નો પાવડર ઉમેરી મિક્ષ કરો.

મિશ્રણ લચકા પડતું ઘટ્ટ થાય ત્યા સુધી કુક કરો.

ત્યાર બાદ તેમાં લીલી એલચી નો પાવડર ઉમેરો. મિક્ષ કરો.

હવે તેમાં 10 થી 15 કેશર ના તાંતણા – 2 સ્પુન જેટલા – થોડા દૂધ માં પહેલે થી જ પલાળી રાખેલા હતા એ તાંતણા દુધ મા એકરસ કરી સરસ કેશરી કલર નું દુધ થાય એટલે

રવા ના મિશ્રણ સાથે પેન માં ઉમેરી બરાબર મિક્ષ કરો.

મિશ્રણ પેન નુ બોટમ છોડવા લાગે અને ઘી થોડું છૂટું પડતું લાગે ત્યાં સુધી કુક કરો.

તેમાં 1 ટેબલ સ્પુન ઘી જે વધારે લીધેલું હતું એ ઉમેરો. મિક્ષ કરો.

*તેનાથી રવા મીક્ષ માં સ્મુધનેસ આવશે.

*તેમાં સ્પુન ઉભી રહી શકે એટલું થીક કુક કરો. ગેસ ની ફ્લેઇમ બંધ કરો અને એક બાજુ ઠંડુ થવા મુકો.

****હાર્ટ શેઇપ કેક ટીન – મોલ્ડ લ્યો. અથવા તમારી પસંદગી ના શેઇપ ના મોલ્ડનો ઉપયોગ કરો. ટીન ને ઘી થી ગ્રીસ તેના બોટમ ના શેઇપ નો બટર પેપર તેનાપર મુકો.

તેમાં બનાવેલું રવા મેંગો નું મિક્ષ ભરો. હલકા હાથે સ્પુન થી ઓલ ઓવર સ્પ્રેડ કરી થોડું પ્રેસ કરો.

*1/2 કલાક પછી મેંગો રવા કેક સર્વિંગ પ્લેટ માં અનમોલ્ડ કરો.

કલર્ડ સ્પ્રીંકલ્સ , સુગર સીલ્વર બોલ્સ , ડાર્ક ચોકોલેટ કર્લ્સ અને વેફર બિસ્કીટ વડે કેક પર તમારી પસંદગી પ્રમાણે ગાર્નીશ કરો.

નાના બાળકો, યંગ હોય કે એઇજ્ડ – બધા ના માટે આ કેક ખરેખર પૌષ્ટીક છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *