ફ્રેશ મેન્ગો ફૃટી – કોઇ પણ કૃત્રિમ કલર કે ફ્લેવર ઉમેર્યા વગર – Summer Special Fresh Mango Frooti

આજે આપણે બનાવીશું ફ્રેશ મેંગો ફ્રુટી. કોઈ પણ કૃત્રિમ કલર કે ફ્લેવર ઉમેર્યા વગર. કાચી કેરી નો બાફલો બનાવીએ છીએ.તો આજે આપણે નાના બાળકો ની પસંદ મેંગો ફ્રુટી બનાવીશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે બહાર જેવી જ ફ્રુટી દેખાય છે.અને તેને લાંબો સમય સુધી તેને ફ્રીઝ માં રાખી શકો છો.તમે ઘરે ફ્રેશ બનાવી ને નાના બાળકો ને આપી શકો છો.અને તમે બહાર ના ગંદા અને પ્રિઝર્વટીવ વારા પીણા થી બચાવી શકો છો.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • કેરી
  • વિનેગર
  • ખાંડ

રીત

1- સૌથી પહેલા ચાર કેરી લઈશું.તેમાં ત્રણ પાકી કેરી લઈશું.અને એક કાચી કેરી લેવાની છે.કાચી કેરી છે તે બહુ ખાટી નથી.તેને મિક્સર માં ક્રશ કરી લઈશું.પહેલા પાકી કેરી ને છોલી ને ક્રશ કરી લીધી છે.

2- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ પેસ્ટ થઈ ગઈ છે.હવે આ રીતે કાચી કેરી ની પેસ્ટ બનાવવાની છે.પણ હવે તેમાં થોડું પાણી એડ કરીશું.જેથી કરી ને તેની સરસ પેસ્ટ બની જાય.હવે જે પાકી કેરી અને કાચી કેરી નો પલ્પ રેડી થઈ ગયો છે.

3- તો હવે એક કડાઈમાં કાઢી લઈશું.આ બધો જ પલ્પ ગરમ કરવા મૂકી દઈશું.હવે તેને ધીમા ગેસ પર હલાવતા હલાવતા ગરમ કરવાનું છે.અને કે મિક્સર જાર છે તેને સાફ કરવા માટે અડધો થી એક કપ પાણી ઉમેરી અને તે પણ આમાં થી કાઢી કોઈપણ જાત નો પલ્પ વેસ્ટ ના થાય.

4- હવે એક કપ ખાંડ ઉમેરી દઈશું. આપણે અહીંયા જે કેરી લીધી હતી તે ઓછી ખાટી હતી.અને ગળપણ પણ સારું હતું એટલા માટે એક કપ ખાંડ ઉમેરી છે.અને તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે.હવે તેને આ રીતે હલાવતા રહેવાનું છે.અને વચ્ચે વચ્ચે હલાવી ને ગરમ કરવાનું છે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે જેમ જેમ ગરમ થશે તેમ તમે થોડું આછું દેખાશે.તેનો કલર પણ બદલાઈ જશે.અને એક સાઈન આવવા લાગશે.

5- આ પલ્પ ને પંદર થી વીસ મિનિટ સુધી ઉકાળવું પડશે.તેને સતત નઈ હલવો તો ચાલશે.પણ ધીમા ગેસ પર ગરમ થવા દેવું પડશે.જેથી કરી ને નીચે ચોંટે નહીં.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે પંદર મિનિટ પછી ઘણું જાડું થઈ ગયું છે.અને તેનો કલર પણ સરસ બદલાઈ ગયો છે.આપણે જે લોયા માં બનાવ્યું છે તેની સાઈડ માં પણ ચોંટે છે. એટલે આ પરફેક્ટ બની ગયું છે.

6- આને તમારે બહુ લાંબો સમય સુધી ના રાખવું હોય તો તેને અઠવાડિયા જેવું રાખવું હોય તો અત્યારે આપણે ગેસ બંધ કરી દઈશું.અને તેને ઠંડુ થવા દઈશું. પણ જો તમારે એક મહિના સુધી રાખવું હોય તો તેની અંદર કઈક પ્રીઝર્વેટીવ નાખવુ પડશે.તો અહીંયા આપણે એક ચમચી વિનેગર એડ કરીશું.હજુ તેને બે મિનિટ જેવું ગરમ થવા દઈશું.જેથી કરી ને તે સરસ ઉકળી જાય.અને પછી આપણે ગેસ બંધ કરી દઈશું.

7- હવે આ મિશ્રણ તૈયાર છે.હવે તેને ઠંડુ થવા દઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ઠંડુ થયું છે પણ જાડું પણ થઈ ગયું છે.અને તેનો કલર પણ સરસ આવી ગયો છે.હવે જે ફ્રુટી બહાર બજાર માં મળે છે.તેવું બનાવવા માટે તેને ગાળી લઈશું.હવે તેની સાથે આપણે પાણી નો પણ ઉપયોગ કરીશું. હવે પાણી એડ કરતા જઈશું અને ગાળતા જઈશું.

8- આમાં તમે એક લીટર જેટલું પાણી એડ કરીશું.હવે આ મિશ્રણ સરસ ગડાઈ ગયું છે હવે જે રેસા અને કુચો વધે છે તે નઈ ઉમેરવાનો નહી તો મોઢા માં આવશે.આને આપણે સાઈડ માં કાઢી લઈશું.હવે આ ફ્રૂટી નું મિક્સર રેડી થઈ ગયું છે.

9- તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવ્યો છે જાણે બહાર થી લાવ્યા હોય તેવો.આમાં આપણે કોઈ કલર પણ નથી એડ કર્યો. તમે આ બાળકો ને પણ આપી શકો છો.તેમને આરામ થી આપી શકશો. હવે તેને મિક્સ કરી લીધું છે.

10- તમે વીડિયોમાં જોઈ શકો છો કે હજુ આ ઘણું જાડું છે હજુ તેમાં તમે પાણી એડ કરી શકો છો.અહીંયા આપણે બે કપ પાણી એડ કર્યું છે. અને જે અંદર ખાંડ નું પ્રમાણ છે એટલે તમે વધુ પાણી એડ કરી શકો છો.હવે આપણે જગ માં કાઢી લઈશું.અને જરૂર મુજબ પાણી એડ કરી લઈશું. તમે આ રીતે બનાવી ને ફ્રીઝ માં રાખી શકો છો.અને જ્યારે બાળકો ને પીવાનું મન થાય ત્યારે આપી શકો છો.તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *