સવારના નાસ્તામાં પૌવા અને ઉપમા (Most Common Breakfast) બનાવતી વખતે ધ્યાનમાં રાખો આ ટીપ !

આજે આપણે બનાવીશું સવાર ના નાસ્તા માં પૌવા અને ઉપમા.અને બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની ટિપ્સ જોઈશું. બધા ના ઘર માં બ્રેકફાસ્ટ તો બનતો જે હોય છે તેમાં મેન કોમન હોય છે પૌવા અને ઉપમા.આ બે વસ્તુ જ્યારે ઘર માં બનતી હોય ત્યારે બધા ના મોઢા ચડી જતા હોય છે. ઓહ પૌવા અને ઉપમા.જ્યારે તમે બહાર જતા હોય ત્યારે પ્રેમ થી બધા નાસ્તો કરે છે. તો બહાર જેવા પૌવા ઘરે બને તે માટે શું કરવું જોઈએ તેની ટિપ્સ જોઈશું.

1- તો સૌથી પહેલા શું પ્રોબ્લેમ થતો હોય છે કે એક તો પૌવા બધા ચોંટી જતા હોય છે.એકદમ છુટા નથી બનતા હોતા.પછી બીજો જે પ્રોબ્લેમ છે તે સરસ રીતે મિક્સ નથી થતા.અને બહાર જેવો કલર જ નથી આવતો તેવું થાય છે ને તમારી સાથે? તો આજે તેની નાની નાની ટિપ્સ જોઈશું.

2- સૌથી પહેલા પૌવા બનાવો ત્યારે તેને એક ચાયણો લઈ તેની નીચે એક થાળી મૂકી દો.અને તેમાં પાણી નાખો અને પૌવા ડૂબે તેટલું પાણી નાખવાનું છે. તેને પાચ મિનિટ રહેવા દેવાનું છે એટલે પૌવા સરસ પલળી જશે.ત્યાર પછી વીસ થી પચીસ મિનિટ રહેવા દો.જેથી પૌવા એકદમ છુટા થઈ જશે.જો તમે વધારે પલાળી ને મૂકી રાખશો ને તો તે વધારે પાણી પોચા બની જશે.અને જ્યારે તમે વઘારો ત્યારે એકદમ બધા ભેગા થઈ જશે.જ્યારે તમે બહાર કાઢી ને સુકાવા રાખશો.એટલે કે ચાયણી માં જે રહેવા દેવાના છે.

3- તો પૌવા એકદમ ડ્રાય થઈ જશે. એટલે જ્યારે પૌવા પલાળો ત્યારે એકદમ બધા નથી પલાળવાના થોડું પણ એવું લાગે કે હજુ પૌવા કડક છે ત્યારે પાણી માંથી બહાર કાઢી લેવાના છે.અને બાકી નું પાણી છે તે પૌવા સરસ રીતે સોસી લેશે.અને પૌવા પણ સરસ સોફ્ટ થઈ જશે.હવે પૌવા વઘાર વાની ની વાત કરીશું.આપણે વઘાર માં તેલ મૂકીએ તેમાં રાય,મીઠી લીંબડી કે લીલા મરચા નાખીએ.કોઈ કાજુ કે દ્રાક્ષ પણ ઉમેરતા હોય છે.

4- તમારે તેલ વધારે નથી મૂકવાનું. એટલે તમને એમ થાય કે મારે આજે સરસ પૌવા બનાવા છે તો હું મજા નું તેલ મૂકું અને વઘાર પણ બહુ સરસ કરું પૌવા પર તેલ રહેશે.તમે ખાસો ત્યારે ગડા માં આવશે.એટલે આવું મહેરબાની કરી ને ના કરતા.એટલે પૌવા માં તેલ ઓછા પ્રમાણમાં લેવાનું.અને જીરા નો વઘાર કરવાનો છે.જ્યારે તમે બહાર પૌવા ખાવ ત્યારે જીરા નો વઘાર હોય છે.જીરા નો વઘાર બહુ સરસ લાગે છે.ત્યાર પછી તેમાં લીમડો અને તેની સાથે પા ચમચી હીંગ ઉમેરો અને હળદર એ પણ પૂરતા પ્રમાણમાં એડ કરવાની છે.ત્યારબાદ ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી એડ કરીશું.

5- હવે તેમાં પાણી ની સાથે ખાંડ અને લીંબુ ઉમેરી દો.આના થી શું થશે કે ખાંડ લગભગ જે માપ જોયું એક વાડકી પૌવા આપણે પલાળીયા હતા એટલે બે વાડકી માંથી લગભગ ત્રણ થી સાડા ત્રણ વાડકી પૌવા તૈયાર થાય છે.હવે તેના ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરો અને એક ચમચી લીંબુ નો રસ ઉમેરો અને મીઠું એડ કરો.હવે આ બધી વસ્તુ ને પાણી માં મિક્સ કરી લો વઘાર માં જ પાણી ઉમેરી તેમાં મિક્સ કરી લો.અને ચડવા દો.એટલે ખાંડ પણ સરસ રીતે ઓગળી જશે.અને મીઠું પણ સરસ રીતે ઓગળી જશે.અને ધીરે ધીરે પાણી બધું જ બળી જશે.

6- આ બધું સરસ મિક્સ થઈ જાય એટલે હવે જે પૌવા છે તે પલાળી ને રાખ્યા હતા તે તેની અંદર એડ કરીશું. અને પછી મિક્સ કરી લઈશું.આમ મિક્સ કરવાથી ખાંડ,લીંબુ અને મીઠું ત્રણેય સરસ રીતે મિક્સ થઈ જશે. જ્યારે આપણે ઉપર થી મિક્સ કરીએ ત્યારે તે બધું મિક્સ નથી થતું.અને આ રીતે બનાવશો તો પરફેક્ટ પૌવા બનશે. હવે તેની પર છાંટવા નો મસાલો જોઈશું.તમે જ્યારે બહાર પૌવા ખાવ ત્યારે તેની પર બારીક સમારેલા ટામેટા અને તેની સાથે તીખી સેવ હોય છે.અને એક મસાલો છાટેલો હોય છે.

7- હવે તે મસાલો ક્યો હોય છે. મસાલા ની પણ રીત જોઈશું.આ મસાલા સાથે એક ચમચી લાલ મરચું પાવડર મસાલો બનાવવા માટે અને પા ચમચી સંચળ પાવડર અને પા ચમચી ચાટ મસાલો આ ત્રણેય વસ્તુ સરસ રીતે મિક્સ કરી લઈશું.અને આ મસાલો જે છે તે પૌવા પર છાંટવા નો છે. તો હવે આ રીતે તમે પૌવા બનાવશો ત્યારે તેવી જ રીતે સર્વે કરવાના.બધા ને બહુ જ ભાવશે અને મસ્ત પૌવા બનશે.

8- હવે આ જ રીતે ઉપમા ની પણ ટિપ્સ જોઈ લઈએ.ઉપમા રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનાવવો હોય તો કંઈ રીતે બનાવવાનો.આપણે ઘી માં સોજી ને શેકી લેતા હોઈએ છીએ.રાય,અડદ ની દાળ,લીંબડો એ બધું ઉમેરી સોજી ને આપણે શેકી લેતા હોઈએ છીએ.પણ હવે આવું નથી કરવાનું સોજી ને પહેલા કોરી શેકી લેવાની છે.ઘી કે તેલ નાખ્યા વગર જ શેકી લેવાની છે.અને તેને સાઈડ માં મૂકી દેવાની છે સુગંધ આવે એટલી શેકી લેવાની છે.પણ કલર બદલાવો ના જોઈએ.

9- જ્યારે આપણે બહાર ઉપમા ખાતા હોય ત્યારે તેનો કલર વાઈટ જ હોય છે.બરાબર ને? તો હવે શું કરવાનું છે કે હવે આપણે પાણી વઘારવાનુ છે. તેના માટે તેલ અને ઘી મૂકવાનું છે.તેમાં રાય, અડદ ની દાળ,લીમડો,કાજુ એ બધું તમે ઉમેરી શકો છો.લીલા મરચા નો વઘાર કરી હીંગ ઉમેરી ચપટી.જો તમે એક વાડકી સોજી ઉમેરો ને તો તેની સામે ચાર ઘણું પાણી એડ કરવાનું છે. એટલે કે ચાર વાડકી પાણી તમે એડ કરી દો.ત્યારબાદ તેમાં લીંબુ એડ કરવાનું છે.અને મીઠું એડ કરી દો.એટલે શું થશે કે પાણી બહુ મસાલા સાથે ઉકળશે એનો સ્વાદ બહુ સરસ આવશે.

10- હવે પાણી ઉકળવા લાગે એક કે બે મિનિટ સરસ રીતે ઉકળી જાય એટલે જે સોજી આપણે શેકી ને રાખી હતી એ સોજી તેમાં એડ કરવાની છે. અને સોજી તમે એડ કરશો ને તરત જ સોજી ફૂલવા લાગશે.અને પછી ગેસ એકદમ ધીમો જ કરી દેવાનો છે.અને પછી એક કે બે મિનિટ માટે હલાવી લઈશું.એટલે પાણી તેમાં બધું સોસાઈ જાય.સોજી બધું પાણી પી જશે.અને તેને એક મિનિટ ઢાંકી ને રહેવા દેવાની છે.અને પછી ઉપર થી કોથમીર નાખવાની છે.આ રીતે સર્વે કરશો તો ઘર ના બધા ને ભાવે એટલે કેસો કે આજે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ઉપમા બન્યું છે.અને તેની સામે તમે નારિયેળ ની ચટણી પણ સર્વે કરી શકો છો.તો તમે આ ટિપ્સ જરૂર થી ફોલો કરજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *