પાકી કેરી માંથી બનાવીશું એકદમ મીઠાઈ વાળા ની દુકાન જેવા મેંગો રસ કદમ લાડુ…

આજે આપણે પાકી કેરી માંથી બનાવીશું એકદમ મીઠાઈ વાળા ની દુકાન જેવા મેંગો રસ કદમ લાડુ. અત્યારે માર્કેટ માં ભરપુર પ્રમાણ માં કેરીઓ મળી રહી છે તો તેમાંથી આ બનતા લાડુ જોઈ ને જ ખાવા નું મન થઇ જાય એવા આ રસ કદમ લાડુ. આ એકદમ ઝડપ થી બની જાય છે આ તમે ભગવાન ને ભોગ ધરાવામાં અથવા મહેમાનો ને પીરસવા માં પણ લઈ શકો છો.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • કેસર કેરી પાકી
  • કોપરા નું છીણ
  • ખાંડ
  • કાજુ
  • બદામ
  • મલાઈ
  • દૂધ
  • મિલ્ક પાવડર
  • ઘી
  • ચાંદી ની વરખ

રીત

1- સૌથી પહેલા આપણે મિક્સર લઈ લઈશું.હવે એક કપ કોપરા નું છીણ લઈ લઈશું.ત્યારબાદ એક કપ દૂધ લઈશું.હવે તેમાં બે ચમચી મિલ્ક પાવડર લઈ લઈશું.આ તમારી પાસે હોય તો તમે લઈ શકો છો.

2- હવે તેમાં અડધો કપ ખાંડ લઈ લઈશું.ખાંડ નું પ્રમાણ પણ વધુ કે ઓછું કરી શકો છો.હવે બધું આપણે મિક્સર માં ક્રશ કરી લઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આ એકદમ સરસ માવા જેવું થઈ ગયું છે હવે આપણે ઉકાળી લઈશું.

3- હવે આ બધું મિશ્રણ પેન માં કાઢી લઈશું.હવે તેને ધીમા ગેસ પર ઘટ્ટ ના થાય અને પેન ના છોડવા માંડે ત્યાં સુધી તેને કુક કરી લઈશું.હવે એક કેરી ના ટુકડા કરી લઈશું.અહીંયા આપણે કેસર કેરી લઈ લીધી છે તમે કોઈપણ કેરી લઈ શકો છો.પણ થોડી ઓરેન્જ કલર ની અને મીઠી કેરી લેવાની.હવે તેની છાલ કાઢી લઈશું.

4- હવે આપણી કેરી ના ટુકડા કરી લઈશું.અને તેને ક્રશ કરી લઈશું.અને તેની પ્યુરી કરી લઈશું.આપણે પાણી વગર ની જ પ્યુરી કરી લઈશું,તેનો કલર પણ સરસ આવ્યો છે તમે ફૂડ કલર પણ યુઝ કરી શકો છો પણ આપણે અહીંયા સરસ કલર આવી ગયો છે. હવે તેને સાઈડ માં રાખી દઈશું.

5- હવે સરસ ઘટ્ટ થઈ ગયું છે અને સરસ માવા જેવું થઈ ગયુ છે હવે તેમાં મેંગો ની પ્યુરી કરી લઈશું.હવે બધું મિક્સ કરી લઈશું.આ ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરવાનું છે તમે કલર જોઈ શકો છો.આમાં આપણે ઈલાયચી કે કોઈપણ ફ્લેવર્સ નથી એડ કરવાનું. કારણકે કોપરું અને કેરી ની પ્યુરી છે એટલે તેમાં કઈ જરૂર નથી ફ્લેવર્સ ની.

6- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે સરસ ઘટ્ટ થઈ ગયું છે.એકદમ ધીમા ગેસ પર સતત હલાવતા સરસ ઘટ્ટ થઈ ગયું છે.હવે મિશ્રણ પેન છોડવા લાગ્યું છે.હવે આ સ્ટેજ પર નાની ચમચી ઘી નાખીશું.જેથી તેમાં સાઈનિંગ આવી જશે.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણું લાડુ નું મિશ્રણ પરફેક્ટ થઈ ગયું છે.

7- હવે ગેસ બંધ કરી દઈશું.હવે મિશ્રણ ને એક થાળી માં કાઢી ઠંડુ થવા દઈશું.ત્યાં સુધી સ્ટફિંગ બનાવી લઈશું. હવે તેના માટે આપણે અડધો કપ કોપરા નું છીણ લઈ લઈશું.હવે આપણે પંદર થી વીસ બદામ લઇ લઈશું. ત્યારબાદ ૧/૪ કપ કાજુ લઈ લઈશું. હવે તેમાં ત્રણ મોટી ચમચી ખાંડ એડ કરીશું.

8- હવે એક મોટી ચમચી ઘર ની મલાઈ એડ કરીશું.હવે બધું જ આપણે પીસી લઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે સરસ પીસાઈ ગયું છે હવે તેને પ્લેટ માં કાઢી લઈશું.હવે તેમાંથી નાના બોલ્સ બનાવી લઈશું.આની સાઈઝ થોડી નાની રાખવાની છે હવે બધા બોલ્સ બની ગયાં છે હવે તેને સાઈડ માં રાખી દઈશું.હવે મિશ્રણ ઠંડું થાય એટલે પછી તેનું કવર કરીશું.

9- હવે લીંબુ ની સાઈઝ નો બોલ્સ બનાવી લઈશું.હવે તેને હાથ માં રાખી ને થેપી લઈશું.હવે વચ્ચે એક સ્ટફિંગ નો બોલ્સ મૂકી દઈશું.અને હવે આખું કવર કરી લઈશું.ઉપર નું પડ થોડું ઘટ્ટ હોવું જોઈએ.આમાં મેંગો નો ટેસ્ટ આવશે અને કાજુ, બદામ અને કોપરા નો ટેસ્ટ આવશે.આને એકદમ લીસો બનાવી લેવાનો છે.

10- હવે આપણા રસ કદમ લાડુ તૈયાર થઈ ગયા છે.હવે તમે વીડિયોમાં જોઇ શકો છો કે એકદમ સરસ બન્યા છે.હવે તેને ગાર્નિશ કરવા માટે ચાંદી ની વરખ લગાવી શું.તમે બીજું કંઇપણ યુઝ કરી શકો છો.ઉપર કાજુ લગાવી શકો છો અથવા પિસ્તા લગાવી શકો છો.બન્યા છે ને એકદમ સરસ હવે તેને સર્વે કરીશું. બન્યા પછી એકદમ ટેસ્ટી બને છે તો તમે એકવાર જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *