લગ્ન પ્રસંગ માં જમણવાર માં બને એવી ગરમા ગરમ ખાટ્ટી મીઠી દાળ…

આજે આપણે લગ્ન પ્રસંગ માં જમણવાર માં બને એવી ગરમા ગરમ ખાટ્ટી મીઠી દાળ બનાવવાની રીત જોઈશું.જેની દાળ બગડે ને તેનો દિવસ બગડે,આજ થી શરુ થતા બધા જ દિવસો આપણે સુધારી દઈશું આ દાળ પરફેક્ટ કઈ રીતે બને,રોજ આપણા ઘરે દાળ તો બનતી જ હોય છે કોઈ દિવસ ગળી થઈ જાય કે કોઈ દિવસ ખાટ્ટી લાગે,કોઈ દિવસ પાતળી થઈ જાય અને કોઈ દિવસ જાળી થઈ જતી હોય છે.આપણી દાળ એક સરખી બને ને તેની ટિપ્સ અને ટ્રીક સાથે જોઈશું.

સામગ્રી:

  • તુવેર દાળ
  • હળદર
  • મીઠું
  • આંબલી નું પાણી
  • ગોળ
  • કોથમીર
  • જીરું
  • લીલા મરચા
  • ટામેટા
  • મીઠા લીમડાના પાન
  • હીંગ
  • સૂકા લાલ મરચા
  • ઘી
  • તેલ
  • લાલ મરચું પાવડર
  • મેથી મસાલો
  • મેથી ના દાણા
  • લવિંગ
  • તજ
  • ધાણાજીરું પાવડર
  • રાઈ
  • સીંગદાણા

રીત

1- જ્યારે આપણે ગુજરાતી ખાટ્ટી મીઠી દાળ બનાવતા હોઈએ ત્યારે સૌથી પહેલાં દાળ ને બાફવા ની છે તેના માટે આપણે તુવેર ની દાળ લઈશું.હવે ૧/૩ કપ તુવેર ની દાળ લઈશું.હવે આ દાળ ને બે થી ત્રણ પાણી થી ધોઈ લેવાની છે.પછી તેને બાફી લેવાની છે.

2- હવે દાળ થી ચાર ઘણું પાણી એડ કરવાનું છે હવે એક ટી સ્પૂન ઘી એડ કરીશું,ઘી ઉમેરવાથી દાળ એકદમ સરસ અને સ્વાદિષ્ટ બનશે.આપણે દાળ ને બાફી લીધી છે તેને કૂકર માં ચાર થી પાંચ સીટી વગાડી લેવાની છે.આ રીતે આપણે દાળ બાફી ને રેડી કરી લીધી છે.આપણે દાળ માં મીઠું કે હળદર નથી એડ કર્યું.ઘણા લોકો તેમાં મીઠું ને હળદર એડ કરતા હોય છે.જો તમે ઉમેરતા હોય તો તમે ઉમેરી શકો છો.

3- હવે આપણે દાળ ને વઘારી લઈશું.હવે તેના માટે એક ટી સ્પૂન તેલ લઈશું.અને તેની સાથે એક ટી સ્પૂન ઘી એડ કરીશું.ઘી એડ કરવાથી તેનો સ્વાદ બહુ સરસ આવે છે.હવે તેમાં એક ટી સ્પૂન રાઈ એડ કરીશું.દાળ માટે નો વઘાર ખૂબ જ અગત્ય નો છે તો દાળ પરફેક્ટ બનશે.અને તેનો ટેસ્ટ સરસ આવશે.હવે તેમાં એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું.

4- હવે તેમાં આઠ થી દસ મેથી ના દાણા એડ કરીશું.ત્યારબાદ પા ચમચી હિંગ એડ કરીશું.ત્યારબાદ એક ટી સ્પૂન હળદર લઈશું હવે તેમાં બે આખા લાલ મરચાં ઉમેરી શું.ત્યારબાદ એક તજ નો ટુકડો અને બે લવિંગ એડ કરીશું. ત્યારબાદ લીમડો અને લીલા મરચા ઉમેરી શું.હવે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું.ત્યારબાદ એક ચમચી મેથી નો મસાલો એડ કરી ને તરત જ પાણી એડ કરીશું.

5- જેથી આપણો વઘાર બળી ના જાય.હવે આપણે બાકી ના મસાલા કરી લઈશું,હવે ફરી થી એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું. ત્યારબાદ બે ચમચી ધાણાજીરૂ પાવડર ઉમેરી લઈશું.હવે બધું મિક્સ કરી લઈશું હવે તેમાં સીંગદાણા એડ કરીશું. આનો સ્વાદ ખૂબ સરસ લાગે છે.સીંગદાણા ને શેકી લેવાના છે જેથી કરી ને દાળ નો સ્વાદ છે એકદમ સરસ મળશે.

6- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણા મસાલા એકદમ સરસ શેકાય ગયા છે આ મસાલા શેકવાથી તેની સુગંધ સરસ આવે છે અને સ્વાદ તો સરસ મળશે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેલ પણ સરસ છૂટું પડી ગયું છે એટલે મસાલા સરસ શેકાય ગયા છે હવે તેમાં બાફેલી દાળ ઉમેરી દઈશું.

7- હવે દાળ ને હલાવી લઈશું.અત્યારે આપણે ૧/૩ કપ દાળ લીધી છે તો તેમાંથી ત્રણ કે ચાર વાડકી દાળ રેડી થશે.હવે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરીશું.હવે તેમાં એક ટેબલ સ્પૂન ગોળ ઉમેરી શું.હવે એક ટી સ્પૂન મીઠું એડ કરીશું.જ્યારે દાળ બનાવો ત્યારે બધા આગળ પડતા મસાલા એડ કરીશું.ગોળ અને મીઠું તેનો ટેસ્ટ આગળ પડતો રાખવાનો જેથી તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે.

8- હવે દાળ માં તમે આંબલી નું પાણી પણ લઈ શકો છો.અથવા લીંબુ પણ લઈ શકો છો.અને કોકમ પણ લઈ શકો છો.અત્યારે આપણે આંબલી નું પાણી લઈ લઈશું.આપણે અહીંયા એક ટેબલ સ્પૂન આંબલી લીધી હતી.તેને ગરમ પાણી માં પલાળી હતી.અને પછી તેને ગાળી લેવાની છે. લીંબુ નો સ્વાદ પણ બહુ સરસ આવે છે.હવે દાળ ઉકળે ત્યારે જ કોથમીર એડ કરવાની હોય છે.

9- હવે દાળ ને ઉકળવા દઈશું.દાળ જેટલી ઉકળે એટલો સ્વાદ સરસ આવે છે.દાળ બનાવો ત્યારે તેમાં થોડું પાણી વધારે એડ કરવાનું.હવે અત્યારે પણ પા કપ પાણી એડ કરીશું હવે દાળ ને પાંચ મિનિટ સુધી ઉકળવા દઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે દાળ એકદમ સરસ ઉકળી ગઈ છે.

10- હવે આમાં ટામેટા ઉમેરી લઈશું. ઘણા લોકો ને ટામેટા નથી ભાવતા હોતા તો આપણે બારીક સમારેલા ટામેટા એડ કરીશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે દાળ એકદમ સરસ બની ગઈ છે અને તેની સુગંધ પણ સરસ આવે છે. હવે ઉપર થી થોડી કોથમીર પણ ભભરાવી લઈશું જો તમને ગમતું હોય તો ફરી થી દાળ પર ઘી નો વઘાર કરી શકો છો.

11- વઘાર માં તમે થોડું ઘી અને ચપટી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જીરૂ ઉમેરી તેનો વઘાર ઉપર રેડવાનો છે તો પણ તેનો સ્વાદ અને કલર બહુ સરસ લાગે છે.જ્યારે તમારા ઘરે કોઈ ગેસ્ટ જમવાના હોય ત્યારે તમે આવી રીતે ઉપર થી દાળ પર વઘાર રેડી ને સર્વે કરો તો બહુ જ સરસ લાગે છે. એકદમ મસ્ત ગરમા ગરમ ખાટ્ટી મીઠી દાળ તૈયાર થઈ ગઈ છે આને તમે રાઈસ સાથે સર્વે કરી શકો છો.તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેનો કલર એકદમ સરસ છે લગ્ન ના જમણવાર માં બને એવી ગરમા ગરમ દાળ રેડી છે.તો તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *