સીઝનમાં ભરવા માટે કયું મરચું પાવડર લેવું બેસ્ટ છે? ખૂબ જ ઉપયોગી માહિતી જાણો “Chef SurbhiVasa” પાસેથી

આજે આપણે જોઈશું સીઝનમાં ભરવા માટે કયું મરચું પાવડર લેવું બેસ્ટ છે? ખૂબ જ ઉપયોગી માહિતી જાણીશું.અને આ વિડિયો ને લાસ્ટ સુધી જોજો. કારણકે અત્યારે મસાલા ની સીઝન ચાલુ થઈ ગઈ છે. અને મસાલા ક્યાં ખરીદવા એ બહુ મોટો પ્રશ્ન છે. કે કયું મરચું લેવું કે ધાણાજીરું કેવું લેવું, હળદળ કઈ લેવાની છે. રાય,જીરું દરેક માં બહુ બધા પ્રોબ્લેમ હોય છે. એટલે એમ થાય કે જે સામે દેખાય અને સારું દેખાય એટલે આપણે લઈ લઈએ છે.

1- હવે આખા વર્ષ માટે મસાલા ભરવાના હોય એટલે મસાલા એકદમ પરફેક્ટ ભરાવા જોઈએ. એ ખૂબ જ અગત્ય ના છે. કારણકે આ જે મસાલા છે તે આપણે વાનગી માં વાપરતા હોય એ છે.ત્યારે આપણે એવું વિચારતા હોઈએ છે કે વાનગી ને સ્વાદિષ્ટ બનાવવા માટે જ આપણે મસાલા નો ઉપયોગ કરતા હોય છે. એ વાત તો સાચી જ છે કે વાનાગી ને મસાલા છે.જે છે તે સ્વાદિષ્ટ બનાવે છે. પણ તેની સાથે સાથે આપણી હેલ્થ નું પણ ખૂબ જ ધ્યાન રાખે છે.

2- તમે જો વિચાર કરશો ને તો આ જે મસાલિયું જે છે આપણું એક એ કીટ છે કે જે તમને આખી વર્ષ સ્વસ્થ રાખે છે. તમારી ઇમ્યુનિટી જાળવી રાખે છે. અને તેમાંથી જે તમને મળે છે ને એ કદાચ ખ્યાલ પણ નહી હોય.ધારો કે તમે મરચા ની જ વાત કરો.મરચું તમે શા માટે ખાવ છો? તો બસ કે મને ટેસ્ટી લાગે અને મોઢા માં સ્વાદ આવે તેના માટે.પણ તેના સિવાય જો તમે પ્રોપર મરચું સિલેક્ટ કર્યું હશે.

આખા વર્ષ માટે ભરવા માટે એ તમારી ઈમ્યુનિટી માં વધારો કરે છે. મરચું છે એમાંથી વિટામિન એ અને ઈ પણ મળે છે.તમને ખબર છે આ વાત ની? તો આ બધી વસ્તુ નાની નાની છે પણ જો તમે ધ્યાન રાખશો તો આખું વર્ષ તમે જે મરચા કે મસાલા વાપરતા હશો.એ તમને સ્વાદ તો આપશે.એની સાથે સાથે તમારું સ્વાસ્થ નું પણ ધ્યાન રાખે છે. તો આજે આપણે આ મસાલા વિશે જ વાત કરીશું.

3- તો સૌથી પહેલાં મસાલા વિશે વાત કરીએ તો મરચું જ છે તે પહેલા નંબર પર આવે.હમેશા આપણ ને એમ થાય કે કોઈપણ વાનગી બનાવીએ તેમાં મરચું જો પ્રમાણસર હોય તો તેનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે. વધારે મરચું પડી જાય તો તીખું લાગતું હોય છે. અને ઓછું મરચું પડે તો તેનો કલર અને સ્વાદ બન્ને બદલાઈ જતાં હોય છે. તો આ મરચું કયું ખરીદવું જોઈએ કે કયું લેવું જોઈએ. આખા વર્ષ માટે કયું મરચું વાપરવું જોઈએ. તો મરચા મોટા ભાગે માર્કેટ માં લેવા જઈએ ત્રણ પ્રકાર ના આવતા હોય છે. એક તો કાશ્મીરી મરચું બીજું રેશમ પટ્ટી અથવા રેશમ પટ્ટો અને ત્રીજું દેશી મરચું.આના સિવાય બધા બવ જ મરચા આવે છે.દેશી માં પણ બે કે ત્રણ જાત માં મરચું આવે છે.

4- આવા જ્યારે ઓપ્શન આવે ત્યારે એમ થાય કે કયા લેવા.ને કયા નહી અને ઘણી વખત એમ થાય કે ખાલી કાશ્મીરી મરચું લેતા હોઈએ છે. કે ખાલી રેશમ પટ્ટો કે ખાલી દેશી મરચું લેવાનું શું કરવું જોઈએ. તો આજે આ તમારા પ્રશ્ન નો નિવારણ થઈ જશે. સૌથી પહેલા તો કાશ્મીરી મરચું શું છે.રેશમ પટ્ટી મરચું શું છે.કે દેશી મરચું શું છે. તે આપણે જોઈશું.

જ્યારે કાશ્મીરી મરચા ની વાત કરીએ તો એમ લાગે કે લાલ ચટક છે એટલે કાશ્મીરી મરચું.જ્યારે એ મરચું હોય એ પણ એવું જ દેખાવું જોઈએ પણ ના.કાશ્મીરી મરચું એકદમ ચીમરાએલું હોય છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો. તેની સ્કિન એકદમ ચીમરા એલી હોય છે. આ મરચું છે તેનો સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવે છે. અને તેને તોડી ને જોશો તો તેનો કલર જે તમને લાલ દેખાશે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો. અને બહાર નો કલર મરુન દેખાશે.

5- તો જ્યારે અંદર નો કલર લાલ હોય છે તે મરચું ઓરીજનલ કાશ્મીરી મરચું છે. અને તેના કારણે તે મરચું પીસાય ત્યારે તેનો કલર એકદમ સરસ આવે છે. આ મરચા નો સ્વાદ થોડો મીઠાસ પડતો હોય છે. એટલે કાશ્મીરી મરચું જે છે એ હમેશા વાનગી માં જ્યારે ઉપયોગ માં લો ત્યારે તમારી વાનગી ખૂબ જ સરસ બને છે. અને કલર પણ સરસ આવે છે. તો આ રીતે કાશ્મીરી મરચું હોય છે. એના સિવાય બીજું મરચું જે છે તે બેડગી મરચું જે કાશ્મીરી મરચું જેવું જ દેખાય છે.પણ થોડું પાતળું હોય છે. તેની સ્કિન પણ કરચલી વાળી હોય છે.જે ગમે તમે વીડિયોમાં જોઈ શકો છો. તેનો કલર થોડો લાલ છે. આ મરચું પણ એકદમ તીખું નથી હોતું. અને સ્વાદ માં આ મરચું પણ ખૂબ સરસ લાગે છે.

સાઉથ સાઈડ આ મરચા નો ઉપયોગ વધારે થાય છે. ખાસ કરી ને પેસ્ટ બનાવવામાં આ મરચા નો ઉપયોગ વધારે થાય છે. પણ જ્યારે આપણે બાર મહિના માટે ભરવા માં જે મરચું આપણે ઉપયોગ માં લેતા હોઈએ જેના કારણે તેનો કલર એકદમ સરસ રહે. તો એ કાશ્મીરી મરચું બેસ્ટ છે. હવે કાશ્મીરી મરચું સ્વાદ માં સરસ છે એટલે કે તીખું જરા પણ નથી.એસિડિટી પણ નથી કરતું. પણ સ્વાદ માં એકદમ ફિક્કું છે એટલે કે તીખાશ નથી પણ તેનો કલર બહુ સરસ છે.

6- હવે આપણે જ્યારે શાક બનાવતા હોય એ કે કોઈપણ વાનગી બનાવતા હોઈએ ત્યારે થોડી તીખાશ જોઈતી હોય છે. તો તમે લીલા મરચા નો ઉપયોગ તો કરી શકો છો.તેની સાથે લાલ મરચા ની તીખાશ પણ જોઈતી હોય છે.કારણકે તેનો સ્વાદ પણ થોડો અલગ આવતો હોય છે. તો તમે એવું પણ કરી શકો છો. કે રેશમ પટ્ટી મરચું લો.હવે રેશમ પટ્ટી મરચું કેવું હોય તે પણ આપણે વિડિયો માં જોઈ લઈશું. તેની સ્કિન એકદમ ચમકતી હોય છે. અને તેનો કલર લાલ હોય છે. અને તેની સ્કિન થોડી જાડી હોય છે.

જે કાશ્મીરી મરચું હોય છે તે એકદમ પાતળું હોય છે. જ્યારે આની સ્કિન જાડી હોય છે. અને થોડા લાંબા હોય છે. ગોંડલ ના રેશમ પટ્ટી મરચા વખણાતા હોય છે. આપણે અહીંયા જે મરચું મળે છે.તે ગોંડલ નું પ્રખ્યાત મરચું મળે છે. અને જેના પાવડર નો કલર છે એ કલર થોડો લાલાશ પડતો હોય છે. એટલે કે કાશ્મીરી મરચા નો કલર પણ સરસ હોય છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.એકદમ લાલ કલર હોય છે. અને રેશમ પટ્ટી મરચું પીસવા થી તેનો કલર થોડો કેસરી જેવો આવે છે.

7- તમે વીડિયોમાં જોઈ શકો છો કે બન્ને મરચા નો તફાવત દેખાય છે. હવે તમે એવું કરી શકો છો કે તમારા ટેસ્ટ પણ જોઈએ છે રેશમ પટ્ટી મરચું છે તે ઓછી તીખાશ વારું મરચું છે. અને આ રેશમ પટ્ટી મરચું છે તેના થી એસિડિટી નથી થતી હોય છે. એટલે આ મરચું વાપરવામાં ખૂબ સારું હોય છે. ગુજરાત માં અને મહારાષ્ટ્ર માં વધારે આ મરચું ખવાતું હોય છે. અને હવે આપણે દેશી મરચા ની વાત કરીશું. તે એકદમ તીખું હોય છે. બહાર જ્યારે કોઈ વાનગી ખાતા હોય તો એટલે કે જ્યારે લારી પર વાનગી ખાવ કે ત્યારે કલર ઓછો અને તીખાશ બહુ હોય છે. પણ ટેસ્ટી લાગે. પણ આ મરચું રોજ બરોજ માં ખાવા માટે જરા પણ હિતાવહ નથી.

કારણકે આ મરચું તીખું હોવાને કારણે તેની અંદર એવા ગુણધર્મ રહેલા છે કે આ મરચું લાંબા સમય એસિડિટી કરે છે. તે મરચા આપણે વિડિયો માં જોઈ શકો છો. એકદમ ટૂંકા અને ચમકતા હોય છે. એટલે દરેકે દરેક અલગ અલગ પ્રકાર ના હોય છે.આ મરચા ને જ્યારે તમે પીસો ત્યારે તેનો કલર કેસરી આવે છે. તો તમે વિડિયો માં જોઈ શકો છો કે દેશી મરચું કેસરી દેખાય છે.એટલે રેશમ પટ્ટી મરચા નો કલર લાલ છે. આ બન્ને વચ્ચે તફાવત દેખાય છે. અને જ્યારે તમે કાશ્મીરી મરચા સાથે સરખાવો તો ખબર પડશે કે એકદમ અલગ દેખાય છે.

8- હવે જ્યારે તમે મરચું ખરીદવા જાવ ત્યારે તમે કાશ્મીરી મરચું અને રેશમ પટ્ટી મરચું નું કોમ્બિનેશન પણ લઈ શકો છો.એટલે રેશમ પટ્ટી મરચા માંથી તીખાશ મળી રહે છે.અને કાશ્મીરી મરચા માંથી કલર પણ મળી રહે છે.એટલે કે ૪૦ટકા કાશ્મીરી મરચું અને ૬૦ટકા રેશમ પટ્ટી મરચું એટલે બેલેન્સ થઈ જાય છે.તીખાશ પણ મળે અને કલર પણ મળે.અને વાનગી એકદમ સરસ બને છે. આ રીતે તમે કોમ્બિનેશન માં મરચું બનાવડાવી શકો છો.

અને જો તૈયાર મરચું લાવો તો એક પેકેટ કાશ્મીરી મરચા નું પેકેટ લઈ લો.અને એક પેકેટ રેશમ પટ્ટી મરચા નું એક પેકેટ લઈ લો.અને પછી બન્ને નું કોમ્બિનેશન કરી ને ઘરે પણ આ રીતે બનાવી શકો છો. પણ જ્યારે તમે મરચું લેવા જાવ ત્યારે ખાસ ધ્યાન રાખજો કે તેની કોલીટી અને મરચું એ એક એવું કે જે પ્રોપર નઈ આવે તો અને આખું વર્ષ હેરાન કરશે. અને મરચું વધારે પડશે.તો ઘર ના બધા ને એસિડિટી ના પ્રોબ્લેમ વધી જશે.

9- એસિડિટી ના સાથે બીજા નાના પ્રોબ્લેમ પણ આવશે. જ્યારે મરચું ખરીદો ત્યારે તેનો સ્વાદ કેવો છે.એવું હોય તો તેનો ટેસ્ટ પણ કરી જોવાનો કે કેટલી તેની તીખાશ છે.તમે મોઢા ની અંદર મૂકશો એટલે તરતજ તેની તીખાશ ખબર પડી જશે. કે એ રેશમ પટ્ટી મરચું હશે તો તે ઓછું તીખું હશે. અને કાશ્મીરી મરચું હશે તો તીખું હશે જ નહી.

તમે બહાર લેવા જાવ અને કાશ્મીરી મરચું તીખું લાગે તો સમજી જવાનું કે ઓરિજનલ નથી. ત્યારે આ વાત નું ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે મરચું પીસાય ત્યારે તેની સાથે દિવેલ કે તેલ થી મોવા માં આવે છે. જેનાથી એક ઠંડક આવે છે.કોઈપણ એક કિલો મરચું લો તો તેની સાથે ૪૦ થી ૫૦ ગ્રામ દિવેલ નાખતા હોય છે. જ્યારે તમે મરચા લો ત્યારે તમે કયું મરચું લો તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.કાશ્મીરી મરચું ,રેશમ પટ્ટી કે રેશમ પટ્ટો બહુ જ બધી વેરાયટી બતાવતા હોય છે.

10- આપણે એક મરચું લઈ ને તોડી ને જોઈ લેવાનું કે અંદર થી લાલાશ પડતું છે.કે નહીં.આ બધી બાબત નું ખાસ ધ્યાન રાખવું જોઈએ.અત્યારે દરેકે દરેકે વસ્તુ કેટલી મોગી મળે છે.જ્યારે આપણે મસાલા ની ચોઇસ કરીએ તો એ મસાલા પરફેક્ટ હોવા જ જોઈએ. આપણે ઘરના બજેટ નું અને ઘર ના બધા નું ધ્યાન રાખતા હોઈએ છે.હવે જ્યારે પણ તમે મરચું ખરીદવા જાવ ત્યારે આ વીડિયો ચોક્ક્સ થી જોઈ લેજો.અને નાની નાની વાત નું ધ્યાન રાખજો. અને ખબર હોવી જોઈએ કે હું કયું મરચું લઈ રહી છું.તો તમે ચોક્કસથી આ વીડિયો ને ફોલો કરજો અને એકદમ ધ્યાન થી લાસ્ટ સુધી જોજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *