મસાલા ભાખરી – ગુજરાતીઓ નો ફેવરીટ નાસ્તો બિસ્કીટ મસાલા ભાખરી…

આજે આપણે ગુજરાતીઓ નો ફેવરીટ નાસ્તો બિસ્કીટ મસાલા ભાખરી બનાવવાની પરફેક્ટ રેસિપી જોઈશું. આ ભાખરી તેલ ના ઉપયોગ વગર બનાવીશું આ ભાખરી ને પંદર થી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો.આ ભાખરી ચા કોફી અથાણા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે આને તમે ટિફિન માં આપી શકો છો.આ જામ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • ઘઉં નો કકરો લોટ
  • ઝીણો ઘઉ નો લોટ
  • કસ્તુરી મેથી
  • હળદર
  • મીઠું
  • જીરું
  • ગરમ મસાલો
  • લાલ મરચું પાવડર
  • હીંગ
  • તલ
  • ઘી

રીત

1- હવે એક કપ ઘઉ નો કકરો લોટ લઈશું અને એક કપ ઝીણો લોટ લઈશું. બન્ને મિક્સ કરી ને પણ બનાવી શકો છો અથવા જાડા લોટ ની પણ બનાવી શકો છો.હવે બન્ને લોટ ને એક બાઉલ માં લઇ લઈશું.હવે તેમાં મસાલા કરી લઈશું.

2- હવે આપણે એક ચમચી કસ્તુરી મેથી લઈ લઈશું. તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તેને આપણે હાથ થી મસળી ને નાખીશું.હવે તેમાં એક મોટી ચમચી સફેદ તલ નાખીશું, ત્યારબાદ એક નાની ચમચી જીરૂ નાખીશું. ત્યારબાદ એક નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું.

3- હવે પા ચમચી હળદર નાખીશું, ત્યારબાદ પા ચમચી ગરમ મસાલો નાખીશું.ત્યારબાદ પા ચમચી હીંગ નાખીશું,ભાખરી ને વધારે ટાઈમ રાખવા માટે બધી ડ્રાય સામગ્રી નો ઉપયોગ કર્યા છે.હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું. હવે તેમાં ચાર ચમચી ઘી લઈશું.ઘી નાખવાથી ભાખરી ખસ્તા બનશે.

4- તમે ઘી ના બદલે તેલ પણ લઈ શકો છો.તમે મુઠ્ઠી વાળો તો વળે તેવું મોવાણ નાખવાનું છે,હવે થોડું થોડું પાણી નાખી ને લોટ બાંધી લઈશું તમે દૂધ પણ નાખી શકો છો.અને લોટ કઠણ બાંધવાનો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે લોટ સરસ બંધાય ગયો છે.હવે ઢાંકી ને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું.હવે લોટ માંથી મોટા મોટા બોલ બનાવી લઈશું.

5- હવે આપણે ભાખરી મોટી જ વણવા ની છે.તેને હાથ થી મસળી લેવાનો છે આની સાઈડ ફાટી જશે કારણ કે લોટ આપણે ભાખરી નો લીધો છે.આને જાડી રાખવાની છે,તેની ધાર ફાટી જાય તો વાંધો નઇ કારણકે તેને કટર થી કટ કરવાની છે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી ભાખરી વણાય ગઈ છે. તમાર પાસે કટર ના હોય તો વાડકી થી કટ કરી શકો છો.

6- તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેટલી થીકનેસ વાળી છે આવી બિસ્કીટ જેવી બનાવી લેવાની છે.હવે આ ભાખરી ને આપણે પ્લેટ પર લઈ લઈશું,તમે ચાહો તો મોટો રોટલો બનાવી ને પણ કટ કરી શકો છો.આપણે અહીંયા નાની નાની બનાવી લઈશું તે ઈઝી પડે છે.

7- હવે આ રીતે બધી ભાખરી રેડી કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી બધી જ ભાખરી રેડી થઈ ગઈ છે હવે આપણે તેને શેકી લઈશું.હવે એક તવી મૂકી દીધી છે હવે આપણે એક સાથે બે થી ત્રણ ભાખરી મુકીશું. નીચે થી સરસ કલર આવી જાય ત્યાં સુધી તેને શેકી લઈશું.હવે તેને પલટાવી લઈશું.

8- તેના પર થોડો કલર આવી જાય ત્યાં સુધી તેને શેકી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેના પર સરસ કલર આવી ગયો છે હવે ભાખરી દબાવા નું જે લાકડા નું આવે છે તેના થી દબાવી ને સરસ શેકી લઈશું.આમ કરવાથી આપણી ભાખરી ખસ્તા બનશે.હવે આપણી ભાખરી બન્ને સાઈડ થી સરસ શેકાય ગઈ છે.

9- હવે ભાખરી ને વધારે ટેસ્ટી બનાવવા માટે એક નાની ચમચી ઘી લગાવી લઈશું.જ્યારે ઠંડી થઇ જશે ત્યારે નમકીન માં જે બિસ્કીટ ખાતા હોય તેવો ટેસ્ટ લાગશે.હવે આપણી ભાખરી શેકાય ગઈ છે હવે તેને એક પ્લેટ માં કાઢી લઈશું.

10- હવે તેને ઠંડી થવા દઈશું.બાકી ની ભાખરી પણ આ રીતે બનાવી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી બધી ભાખરી બની ને તૈયાર થઈ ગઈ છે.જોવા માં લાગતી જ નથી કે ઘઉ ના લોટ ની ભાખરી બની છે બિસ્કીટ જેવું જ લાગે છે આ તમે ચા સાથે કે કોફી સાથે ખાઈ શકો છો અથવા એમનેમ પણ ખાઈ શકો છો.તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *