માસિક એવો સમય છે જ્યારે જો યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો તેના કારણે અન્ય ગંભીર બીમારી પણ થઈ શકે છે…

સ્ત્રીઓ માટે માસિક એક કુદરતી પ્રક્રિયા છે. દર મહિને થતી આ પ્રક્રિયા દરમિયાન દરેક સ્ત્રીના શરીરમાં કેટલાક ફેરફાર થાય છે તેના કારણે હોર્મોન્સમાં પણ બદલાવ આવે છે. માસિકના 5 દિવસ દરમિયાન દુખાવો, નબળાઈ, માનસિક તાણ જેવી સમસ્યાઓ પણ થતી હોય છે.


માસિક એવો સમય છે જ્યારે જો યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો તેના કારણે અન્ય ગંભીર બીમારી પણ થઈ શકે છે. કારણ કે માસિકના દિવસો દરમિયાન કોઈપણ સ્ત્રીને ઈન્ફેકશન લાગવાનું જોખમ સૌથી વધારે હોય છે. જો આ સમય દરમિયાન યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો શરીરને ગંભીર નુકસાન પણ થઈ શકે છે.


કપડાનો ઉપયોગ ટાળવો


આજે પણ કેટલીક મહિલાઓ માસિક સમયે કપડાનો ઉપયોગ કરે છે જે ન કરવો જોઈએ.. કપડાના કારણે ત્વચા પર ઈન્ફેકશન થઈ શકે છે. કપડાના કારણે વજાઈનલ ઈન્ફેકશન પણ થઈ શકે છે. તેથી માસિક સમયે હંમેશા પેડનો જ ઉપયોગ કરવો.

4 વાર બદલવું પેડ


માસિક સમયે દિવસમાં ચાર વખત પેડ બદલવું જોઈએ, માસિકના શરૂઆતના બે દિવસોમાં બ્લડ ડિસચાર્જ વધારે થાય છે આવા સમયે પેડ સમયાંતરે બદલતાં રહેવું. દિવસમાં દર 3 કલાકે પેડ બદલી દેવું જોઈએ.

પેડની પસંદગી


પેડની પસંદગી પણ ખૂબ મહત્વ રાખે છે. ત્વચાને માફક ન આવતા હોય તેવા મટીરીયલનો ઉપયોગ ન કરવો. એકવાર ઉપયોગમાં લેવાથી કોઈ સમસ્યા થાય તો બીજીવાર તેનો ઉપયોગ ન કરવો. તેનાથી ત્વચાને અને શરીરના આંતરિક અંગોને પણ નુકસાન થઈ શકે છે.

એક જ વસ્તુનો ઉપયોગ કરો


માસિક દરમિયાન યુવતિઓ ટૈમ્પોન, પેડ અને કપડું એમ અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરતી હોય છે પરંતુ આમ પણ કરવું હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમે પેડનો ઉપયોગ કરો તો તેનો જ ઉપયોગ દર વખતે કરો. એક દિવસમાં જ અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ ન કરો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *