મટકા કુલ્ફી – હવે બાળકને અને તમારા ઘરના વડીલોને પસંદ આવતી આ કુલ્ફી તમે ઘરે જ બનાવી આપો.

ઉનાળો આવે એટલે સવાર હોય કે સાંજ ઠંડું ઠંડું ખાવા નું મન જ થયા કરે છે, અમ પણ ઉનાળા માં કુલ્ફી બાળકો ની ફેવરીટ બની જાય છે. બહાર ની સેકરીન વાળી કુલ્ફીઓ કરતા કેમ માર્કેટ જેવી જ કુલ્ફી ઘરે બનાવીએ.

કુલ્ફી નાના હોય કે મોટા સૌ કોઈ ને ભાવે છે. એમાં પણ જો કુલ્ફી ઘરે બનાવી હોય તોતો બાળકો ગમે તેટલી કુલ્ફી ખાઈ શકે છે.

તો આજે હું લઇ ને આવી છું એક પારંપરીક રીત ની કુલ્ફી કે જે મટકા કુલ્ફી તરીકે ઓળખાઈ છે. ખાવા માં ખુબ જ સ્વદીસ્ટ અને ખુબ જ ઓછી સામગ્રીઓ માંથી બનતી કુલ્ફી છે.

આ કુલ્ફી માં માત્ર દૂધ અને ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરવાથી આ કુલ્ફી એકદમ સરસ લાગે છે.

સામગ્રી:

૧/૨ લીટર દૂધ,

૧/૨ ચમચી મલાઈ,

૨ ચમચી ખાંડ,

૧/૨ ચમચી કેસર,

ડ્રાયફ્રુટ્સ…

૮-૧૦ નંગ કાજુ,

૮-૧૦ નંગ બદામ,

૮-૧૦ નંગ પીસ્તા.

રીત:

સૌપ્રથમ આપણે લઈશું સામગ્રીઓ જેમાં દૂધ, મલાઈ, મલાઈ દૂધ જો પાતળું હોય તો ઉપયોગ માં લઇ શકાય છે. ત્યાર બાદ લઈશું ખાંડ, કેસર, પીસ્તા, કાજુ અને બદામ. આ કુલ્ફી માં તમારી પસંદ ના બધા જ ડ્રાયફ્રુટ્સ ઉમેરી શકાય છે.

હવે એક પેન માં આપણે દૂધ ઉકળવા માટે મુકીશું. દૂધ માં ઉફાનો આવી જાય એટલે તેમાં દૂધ લીધું હોય એ પ્રમાણે ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરી તેને ધીમી આંચ ઉપર થવા દેવું.

ત્યાર બાદ જો દૂધ પાતળું લાગતું હોય તો તેમાં દૂધ ની મલાઈ ઉમેરી શકાય છે. પરંતુ દૂધ ઘાટું હોય તો તેમાં મલાઈ ઉમેરવાની જરૂર રેહતી નથી.

ત્યાર બાદ દૂધ માં ઉમેરીશું કેસર. જેનાથી દૂધ માં ખુબ જ સરસ સુગંદ આવશે તેમજ દૂધ નો કલર પણ બદલી જશે.

દૂધ ને ધીમી આંચ ઉપર ચાલુ જ રાખવાનું છે જેથી બધું મિક્ષ પણ થતું જાય અને દૂધ સાથે જ ઘટ્ટ પણ થતું જાય.ત્યાર બાદ ડ્રાયફ્રુટ્સ ના નાના ટુકડા કરી ઉમેરીશું. જેમાં કાજુ બદામ અને પીસ્તા નો ઉપયોગ કર્યો છે.

ત્યાર બાદ જો હવે દૂધ જોઈતું હોય એટલું ઘટ્ટ થઇ જાય એટલે તેને ઠંડું થવા માટે મૂકીદો. દૂધ ને ઠંડું થઇ જાય પછી જ આગળ ની પ્રોસેસ કરવી. તેને ઠંડું થવામાં ૧૫-૨૦ મિનીટ જેવો સમય લાગશે.

ત્યાર બાદ ઘર માં રહેલા નાના નાના મટકા માં દૂધ ભરી લો. અથવા જેમાં કુલ્ફી જમાવી હોય તેમાં ભરી લો. ત્યાર બાદ તેમાં પણ ઉપર થી કેશર ઉમેરીદો.

હવે કુલ્ફી ને ફોઈલ-પેપર થી કવર કરી લો. ફોઈલ પેપર નો ઉપયોગ કરવાથી તે જલ્દી થી જામી જશે.

ત્યાર બાદ તેને ફ્રીઝર માં મૂકીદો. તેને લગભગ ૮-૧૦ કલાક સુધી ફ્રીઝર માં રેહવા દેવું જેથી તે પ્રોપર જામી જાય.

તો તૈયાર છે પારંપરીક મટકા કુલ્ફી. જેને વધારે ડ્રાયફ્રુટ થી ગર્નીશ કરી. અને ગુલાબ ની પાંખડીઓ થી સજાવી સેર્વ કરીશું.

નોંધ:

આ કુલ્ફી માં તમે બીજા કોઈ પણ ડ્રાયફ્રુટ્સ નો પણ ઉપયોગ કરી શકો છો.

કુલ્ફી જમાવવા માટે મટકા ની જગ્યા પર ગમે તે બાઉલ માં કુલ્ફી જમાવી શકાય છે.કુલ્ફી કે આઈસક્રીમ ટીન માં જલ્દી જામી જાય.

રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *