મહારાષ્ટ્રનું પ્રખ્યાત મટકી ઉસળ- પ્રોટીન થી ભરપૂર, સ્વાદિષ્ટ કઠોળ – Maharashtrian Famous Matki Usal

આજે આપણે મહારાષ્ટ્ર નું પ્રખ્યાત મટકી ઉસળ બનાવીશું. જે પ્રોટીન થી ભરપૂર સ્વાદિષ્ટ કઠોળ સાથે. આ નાસ્તા માં પણ ખવાય છે. જમવામાં પણ ખવાય છે. તમે તેને શાક ની જગ્યાએ પણ ખાય શકો છો. અને આ ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ હેલ્ધી છે. અને ઘર માં દરેક ને પસંદ આવશે. અને તેને તમે અઠવાડિયા માં એકવાર ચોક્ક્સ થી બનાવજો.તેમાંથી ઘણા પ્રોટીન મળે છે. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે.

સામગ્રી

  • રાય
  • જીરું
  • હળદર
  • આદુ લસણ ની પેસ્ટ
  • લીલા મરચાં
  • ધાણાજીરું
  • લાલ મરચું
  • મીઠું
  • ગરમ મસાલો
  • મઠ
  • તેલ
  • ડુંગળી
  • ટામેટું
  • હીંગ
  • કોપરા નું છીણ
  • કોથમીર

રીત

1- સૌથી પહેલા આપણે એક પેન માં એક ચમચી તેલ લઇ લઈશું. તમે વધારે તેલ ખાતા હોય તો ઉમેરી શકો છો. હવે તેમાં એક ચમચી રાય એડ કરીશું. અને એક ચમચી જીરૂ એડ કરીશું. આ મટકી ઉસળ તમે કૂકર માં પણ બનાવી શકો છો. પણ તેના કરતાં પેન માં બનાવવા થી તેનો સ્વાદ બહુ સરસ આવે છે.

2- હવે તેમાં થોડી હીંગ એડ કરીશું. હવે તેમાં થોડા લીમડા ના પાન એડ કરીશું. હવે એક ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. આ ઉસળ બને છે તે પ્રોટીન થી ભરપૂર હોય છે.કારણકે આમાં ઉગાડેલા મઠ નો ઉપયોગ કર્યા છે.

3- હવે તેમાં ત્રણ લીલા મરચા લઈ લઈશું. તેને વચ્ચે થી કટ કરી લઈશું. આવી રીતે ઉમેરવાથી જે મરચું મોઢા માં આવે તો તમે સાઈડ માં કાઢી શકો છો.અને મરચા ની તીખાશ આપણા ઉસળ માં ભરી જશે.

4- આપણે ગેસ ને ધીમો જ રાખવાનો છે. હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં બે ચમચી આદુ લસણ ની પેસ્ટ એડ કરીશું. હવે તેની સુગંધ સરસ આવવા લાગી છે. હવે એક ચમચી હળદર નાખીશું.

5- હવે તેમાં મીઠું સ્વાદ અનુસાર નાખીશું. હજુ પણ ગેસ ધીમો જ રાખીશું. હવે આદુ લસણ મરચા બધું સરસ સંતળાઈ ગયું છે. હવે તેમાં એક ટામેટું ઝીણું સમારેલું એડ કરીશું.હવે બધું મિક્સ કરી લઈશું.

6- હવે એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું. હવે એક ચમચી ધાણજીરૂ એડ કરીશું. હવે બધું સરસ મિક્સ કરી લઈશું. હવે ટામેટા સરસ ચડી ગયા છે. હવે આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં એક ચમચી ગરમ મસાલો એડ કરીશું.

7- તમારી પાસે જે પણ ગરમ મસાલો હોય તે ઉમેરી શકો છો. હવે તેમાં બે ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું. જેથી મસાલો બળે નહી.હવે તેમાં ઉગાડેલા મઠ એડ કરીશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે મઠ ને બહુ સરસ રીતે ઉગાડી લીધા છે.

8- આ મઠ ને એક રાત પલાડી રાખ્યા હતા. અને પછી એક દિવસ માટે પાણી ને કાઢી ને રાખ્યા છે. જેથી તે સરસ ઉગી ગયા છે. આપણે બે કપ ઉગાડેલા મઠ લીધા છે. મઠ નો સ્વાદ મગ કરતા બહુ અલગ હોય છે. મઠ માં ઘણું પ્રોટીન ની માત્રા હોય છે. આ તમે રોજ ઉપયોગ માં લેશો તો હેલ્થ માટે બહુ સારા છે.

9- મઠ ને ધીમા તાપે ઉકાળી લઈશું. હવે આમાં એક કપ પાણી એડ કરીશું. અને મઠ ને સરસ મિક્સ કરી લઈશું. આ પાણી આપણે ઉમેર્યું છે તે બળે નહી ત્યાંસુધી તેને ઢાંકીને આપણે ચડવા દઈશું. અને વચ્ચે વચ્ચે જોતા રહેવાનું છે કે પાણી બળી જશે.તો મઠ પણ બળી જશે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ ઉકળે છે.

10- આ રીતે પાણી ઉમેરી ને લોયા માં બાફવા થી મઠ નો દાણો છે તે પોચો નથી થતો અને બહુ સરસ રીત નું જરૂર પૂરતો જ ગળે છે. હવે મઠ સરસ ચડવા આવ્યા છે એટલે તેમાં એક ચમચી ગોળ નાખીશું. હવે તેમાં પા કપ કોપરાનું છીણ એડ કરીશું.

11- હવે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે મઠ સરસ ચડી ગયા છે. આપણે જેટલું પાણી એડ કર્યું હતું તો ધીમા તાપે પાણી બળ્યું ત્યાંસુધી જ આપણે ચડવા દીધા છે. આપણે ચેક પણ કરી લઈશું.

12- હવે આપણે મઠ સરસ ચડી ગયા છે. તો હવે મટકી ઉસળ પીરસવા માટે રેડી છે. હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર નાખીશું. હવે તેને ગરમા ગરમ પીરસી દઈશું. આને તમે બ્રેક ફાસ્ટ માં પણ તેને સર્વે કરી શકો છો.તમે શાક ની રીતે પણ ખાય શકો છો. તો તમે પણ જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *