તંદુરી ચા – લારી પર મળે એવી તંદુરી ચા બનાવો ઘરે, તમારો દિવસ સુધરી જશે…

આજે આપણે બનાવીશું.તંદુરી ચા.જે લારી માં મળે એવી તંદુરી ચા બનાવો ઘર માં જ. ઘર ના દરેક ને પસંદ આવશે. આ તંદુરી ચા તમે પીધી હશે. આજે આપણે આ તંદુરી ચા ઘરે બનાવીશું. તમે જરૂર થી જોજો આ વીડિયો ને.તમે પણ ચેન્જ માટે આ ચા ઘર માં બનાવશો તો પીવા ની તો મજા આવશે જ પણ તેનાથી વધારે જોવા ની મજા આવશે.તો ચાલો જોઈએ તંદુરી ચા ની રેસિપી.


સામગ્રી

  • ચા પત્તી
  • ખાંડ
  • ઈલાયચી
  • મરી
  • લવિંગ
  • તજ
  • દૂધ
  • પાણી

રીત

1- આપણે ચા ની રેસિપી તો કોઈ ને શીખવાડવાની ના હોય પણ અહીંયા હું કઈ રીતે બનાવુ છું તે જોઈ લઈએ. હવે સવા કપ પાણી લઈશું. અને તેને ઉકળવા મૂકી દઈશું.


2- હવે તેમાં બે ચમચી ચા ની પત્તી એડ કરીશું. ચા પત્તી જે તમને પસંદ હોય તે જ તમારે લેવાની. ચા પત્તી એવું હોય કે દરેક ને અલગ અલગ પસંદ હોય છે. અને તેના વગર ચાલે નહીં.

3- ઘણા લોકો ને ચા એક વ્યસન બની જાય છે. ટાઈમે ટાઈમે ચા તો જોઈએ જ. અને તેના વગર ઘણા લોકો ને માથું પણ દુખતું હોય છે. હવે આપણે બે ચમચી ખાંડ ઉમેરી દઈશું. પણ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો.

4- હવે ચા નું પાણી ઉકળે ત્યાંસુધી આપણે તેનો મસાલો તૈયાર કરી લઈશું. આપણે અહીંયા મસાલા ચા બનાવીએ છે એટલે એક ખલ લઈ લઈશું. તેમાં ચાર મરી લઈ લઈશું.ત્યારબાદ બે ઈલાયચી લઈશું.

5- હવે એક ટુકડો તજ અને બે લવિંગ લઈશું. હવે તેને ખાંડી લઈશું. આ મસાલો એટલો ટેસ્ટી રહે છે કે તમે તંદુરી ચા ના બનાવો તો જે રોજ સિમ્પલ ચા માં પણ નાખી શકો છો.

6- આ રીતે ચા બનાવશો તો ચા બહુ ટેસ્ટી બનશે. હવે આપણે મસાલો વાટી લીધો છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો. હવે ચા ઉકળતા પાણી માં એડ કરી લઈશું. હવે ચા નું પાણી ઉકળે છે ત્યાં સુધી તેની બીજી તૈયારી કરી લઈશું.


7- તમારી પાસે માટી નો કોઈ પણ ગ્લાસ હોય અને આ ગ્લાસ માં દહી પણ બનાવી શકાય છે. તેને ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું.જે તમે વીડિયોમાં જોઈ શકો છો. અને થોડી થોડી વારે તેને ફેરવતા રહીશું.

8- અહીંયા આપણી પાસે નાના ગ્લાસ છે એટલે બે લીધા છે.જો તમારી પાસે મોટા હોય તો તમે એક પણ લઈ શકો છો. તમે વીડિયોમાં જોઈ શકો છો કે જે બાજુ આપણે કૂલર મૂકી હતી તે બાજુ કાળો કલર થવા લાગ્યો છે.

9- હવે આપણી ચા ઉકળી ગઈ છે. હવે તેમાં એક કપ દૂધ ઉમેરી દઈશું. હવે આ કૂલર નો કલર બદલાઈ જવા આવ્યો છે. હજુ તેને તપવા દઈશું. હવે ચા ને ગાળી લઈશું. યાદ રાખવાનું છે કે તંદુરી ચા માટે ચા વધારે ગરમ હોવી જોઈએ.

10- હવે આપણે બીજી રીત જોઈશું. કે કૂલર ને વધારે કાળા કરવા હોય તો આપણે રીંગણાં શેકવા ની જારી હોય તે પણ લઈ શકો છો. જેથી ફેરવામાં વધુ સહાય મળે.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ઘણા કાળા થઈ ગયા છે.

11- હવે પરફેક્ટ રેડી છે તેને યુઝ કરવા માટે.હવે તેને એક મોટા વાસણ માં મૂકી દઈશું.અને ઉકળતી ચા તેની અંદર રેડી શું. તો છે ને એકદમ સરસ? અને જોવાની પણ મજા આવે એવી તંદુરી ચા.તો તંદુરી ચા એકદમ પીરસવા માટે રેડી છે.

વિડિઓ રેસિપી


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *