આવી રીતે કરો મેદસ્વીતાનું માંપન…

અત્યારે દુનિયામાં કરોડો લોકો મેદસ્વીતાથી પીડાય છે. તે ફક્ત લોકોની વાતોનો જ મુદ્દો નથી પરંતુ એક ચીંતાજનક રોગ તરીકે પણ ઓળખાવા લાગ્યો છે. મેદસ્વીતાપણું ફક્ત રોગોનું કારણ નથી તે પોતે પણ એક રોગ જ


મેદસ્વીતા એ એક એવી પરિસ્થિતી છે જ્યારે શરીરમાં આવેલું ચરબીનું પ્રમાણ જરૂર કરતાં વધી જાય છે. જો વ્યક્તિનો BMI 30 કરતા વધુ હોય તો તે વ્યક્તિ સ્થૂળ ગણાય છે. ડોક્ટરો માને છે કે શરીરમાં સ્ટોર વધારાની ચરબી મોટા ભાગના રોગોનું કારણ બને છે. જે વ્યક્તિનો BMI 25 થી 29 વચ્ચે હોય છે તેઓ ઓવરવેઇટ ગણાય છે, જો આવી વ્યક્તિઓ પહેલેથી ચેતીને પોતાનું વજન ઉતારવાનો પ્રયત્ન ન કરે તો તેઓ 30 કરતાં વધુ BMIમાં આવતા ઓબેસ ગણાય છે.
BMI શું છે ?BMI એટલે કે Body Mass Index એ એક એવો ફોર્મ્યુલા છે જે હાઇટના પ્રમાણમાં વજનનો રેશિયો નક્કી કરે છે. તેમાં નીચેનું કોષ્ટક વાપરવામાં આવે છે.

વજન કિલોગ્રામમાં એટલે કે જો કોઈની હાઇટ

(હાઇટ (મીટરમાં))2

દા.ત.

60.45 કી.ગ્રા = 60.45 =23.6 (BMI) ગણાય

1.6 મીટર2 1.6x 1.6

જો તમારો BMI

15થી 19 – અંડરવેઇટ ગણાય

19થી 25 – એવરેજ

25થી 27 – ઓવરવેઇટ

27થી 30 – ઓબીઝ

30થી 40 – હાઇલી ઓબીઝ

ટુંકમાં 20થી 25ની અંદર આવતો BMI એ પુરુષો માટે હિતાવહ છે. પરંતુ સ્ત્રીઓનો BMI 18.8 થી 23.4ની વચ્ચે હોવો જોઈએ, પરંતુ જે વ્યક્તિનો BMI 20ની નીચે હોય તેમણે વજન ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં.

જો તમારો BMI 25ની નીચે હોય તો તમે કાળજીપૂર્વક જીવન જીવી રહ્યા છો. 25થી 29ની વચ્ચેના BMI વાળાઓએ ખોરાક પ્રત્યે બેદરકારી રાખવાની બંધ કરી ખૂબ જ ધ્યાનપૂર્વક ખોરાકનું આયોજન કરવું જોઈએ. જો તમે ઓબીઝ છો અને તમારો BMI 30ની ઉપર છે તો તરત જ તમારા ખાવાનું ધ્યાન રાખવાનું શરૂ કરી દો. જરૂર પડે તો વ્યવસ્થીત ડાયેટીશીયનનો સંપર્ક કરી અને ખોરાકનું આયોજન કરો અને હેલ્ધી લીવીંગ શરૂ કરી દો.

આપણે સૌ જાણીએ છીએ કે ઓબેસીટી કોઈને ગમતી નથી., તે છતાં લાખો લોકો ઓબીઝ છે માટે જ ખોરાક પ્રત્યે સભાન થવાનું જરૂરી છે. હેલ્ધી ખોરાક અને વ્યવસ્થીત એક્સરસાઈઝ જ સ્વસ્થ જીવન જીવવા માટેની ચાવી છે. અત્યારના જમાનામાં જ્યારે દરેક વ્યક્તિને બધુ જ ઉતાવળથી જોઈએ છે ત્યારે આપણે આપણા માટે સમય ફાળવવો જરૂરી છે.
WHR શું છે ?


WHR એટલે વેઇસ્ટ ટુ હિપ્સ રેશિયો. WHR એ આપણને શરીરમાં ફેટનું ડીસ્ટ્રીબ્યુશન બતાવે છે. ફક્ત વજન કરીને શરીર વિશે જાણવું તે એક પદ્ધતિ છે જ્યારે WHR એ જુદી પદ્ધતી છે. WHR જાણવાથી તમને તમારા શરીરની ટાઇપ વીશે ખ્યાલ આવશે એટલે કે તમે પેર-શેપ છો કે પછી એપલ-શેઇપ છો
સ્ટેપ – 1

પ્રથમ તમારી કમર સે.મી. માં માપો તમારી કમરનો જે સૌથી ઓછામાં ઓછો ભાગ હોય તે માપો ટેપને વધુ પડતી ખેંચશો નહીં.
સ્ટેપ – 2

હવે તમારા હીપ્સને સે.મીમાં માપો. હિપ્સનો જે સૌથી મોટો પહોળો ભાગ હોય તે માપો. ટેપને વધુ પડતી ખેંચશો નહીં.
સ્ટેપ 3

તમારી કમરના માપને તમારા હિપ્સના માપથી ભાગો
કમરનું માપ સેં.મી.માં

હિપ્સનું માપ સેં.મીં.માં
હવે તેના જવાબને ચકાસો. તમારો જવાબ સ્ત્રીઓ માટે 0.80 કરતાં ઓછો અને પુરુષો માટે .95 કરતાં ઓછો હોય તો તેનું રીસ્ક ઓછું ગણાય છે. પરંતુ જો તે પરુષો માટે 1 કરતા વધુ અને સ્ત્રીઓ માટે હોય 0.85 કરતા વધુ હોય તો તે ચીંતાજનક ગણાય છે.
ફક્ત કમરનો ઘેરાવો જ જો જોવામાં આવે તો પુરુષોનો ઘેરાવો 40 ઇં. કરતા વધુ અને સ્ત્રીઓમાં 35 ઇંચ કરતા વધુ હોય તો તરત ચેતીને ખોરાક પ્રત્યે સજાગ થઈ જવું જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *