બીટનો દૂધપાક – સાદો અને રેગ્યુલર દૂધપાક તો તમે બનાવતા હશો હવે ટ્રાય કરો આ હેલ્થી દૂધપાક…

કેમ છો ફ્રેન્ડસ…આજે હું લયીને આવી છું દૂધપાક..😋 હા પણ આજે આપણે બીટ નો દૂધપાક બનાવાંના છે…

હવે ગરમીની શરૂવાત થઈ ગઈ છે હવે ઘી ની વેરાયટી થોડી ઓછી ગમવા લાગશે.. તો આ દૂધ પાક ગરમ અને ઠંડો બેવ રીતે ટેસ્ટ માં એકદમ બેસ્ટ લાગે છે.. બીટની ગણના કંદમૂળમાં થાય છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ સલાડમાં કરતા હોય છે. આ ઉપરાંત ટામેટાના સૂપમાં પણ રંગ તથા સ્વાદ વધારવા માટે આપણે બીટનો ઉપયોગ કરતા હોયછે. બીટ નબળાઇ દૂર કરનાર, રક્તશોધક તથા સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

બીટ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. બીટમાં સારી માત્રામાં લોહ, વિટામિન અને ખનીજ હોય છે જે હીમોગ્લોબિન વધારે છે અને લોહી સાફ કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ તત્વ શરીરને રોગો સામે લડવાની ક્ષમતા પૂરી પાડે છે. બીટને તમે સલાડ કે શાકમાં નાંખીને વાપરી શકો છો અને તેનું જ્યુસ પી શકો છો…

જો તમને વજન ઉતારવું હોય તો આ બીટ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. બીટના જ્યૂસમાં વિટામિન-સી, ફાઇબર, નાઇટ્રેટ્સ, બેટાનીન જેવાં પોષકતત્ત્વો હોય છે, જે તમારા પેટની ચરબી ઓછી કરે છે. બીટને તમે બાફી અથવા તો શેકીને પણ ખાઇ શકો છો, જોકે તેને બાફતાં કે શેકતાં તેમાં રહેલાં પોષકતત્ત્વો ઓછાં થઇ જાય છે. એવામાં બીટનું જ્યૂસ વધારે ફાયદાકારક છે. બીટ નો હલવો પણ ખુપ સરસ લાગેછે …તો ચાલો જાણીએ બીટ નો દૂધપાક બનાવાની રીત…..

“બીટ નો દૂધપાક”

  • ૧/૨ લીટર દૂધ
  • ૨૫૦ ગ્રામ બીટ
  • ૨૫૦ ગ્રામ ખાંડ
  • ૧ ટેબલસ્પૂન ઘી
  • ૭-૮ કાજુ
  • ૭-૮ બદામ
  • ૭-૮ પીસ્તા
  • ૧/૨ ટીસ્પૂન ઈલાયચી, જાયફળ પાવડર
  • ૧ ટીસ્પૂન ચારોળી

રીત :

બીટ ને છોલી તેનું છીણ કરવું. એક કડાઈમાં ઘી ગરમ કરી, તેમાં બીટનું છીણ નાંખી, ૩-૪ મિનિટ સાંતળવું.

બીજી બાજુ એક તપેલીમાં દૂધ ઊકળવા મુકવું. દૂધ થોડું ઊકળે પછી તેમાં બીટનું છીણ નાંખવું. છીણ બરાબર બફાય એટલે તેમાં ખાંડ નાંખવી.

દૂધ ઊકળે અને ઘટ્ટ થાય એટલે તેમાં ઈલાયચી અને જાયફળનો પાવડર તથા કાજુ, બદામ, પીસ્તાની કતરી અને ચારોળી ઉમેરવી.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *