શિયાળું સ્પેશિયલ મેથી મુઠીયા ટામેટાનું જૈન શાક બનાવવાની એકદમ યુનિક રેસિપી -Methi Muthiya Tameta Shak

આજે આપણે શિયાળુ સ્પેશિયલ મેથી મુઠીયા ટામેટા નું જૈન શાક બનાવવાની એકદમ યુનિક રેસિપી જોઈશું. આપણે રોજ રૂટિનમાં તો શાક બનાવતા હોય એજ બનાવતા હોય છે.આ થોડું અલગથી છે. આપણે મેથીના મુઠીયા બનાવીશું અને ટામેટાની ગ્રેવીમાં બનાવીશું. અને જૈન બનશે. તો ચાલો બનાવીએ મેથી મુઠીયા ટામેટા નું શાક.

સામગ્રી

  • ચણાનો લોટ
  • રાય
  • જીરુ
  • મીઠા લીમડાના પાન
  • ટામેટા
  • મેથી
  • ઘઉંનો કરકરો લોટ
  • લીલા મરચાં
  • કોથમીર
  • સફેદ તલ
  • ગરમ મસાલો
  • હિંગ
  • કસ્તુરી મેથી
  • હળદર
  • લીલા મરચાની પેસ્ટ
  • ગોળ
  • ધાણાજીરું
  • તેલ
  • દળેલી ખાંડ
  • બેકિંગ સોડા
  • ગરમ મસાલો
  • મીઠું
  • તેલ
  • લીંબુનો રસ
  • દહી
  • કાશ્મીરી લાલ મરચું

રીત-

1- સૌથી પહેલા આપણે એક કપ ઝીણો બેસન લઈશું.અને એક કપ કકરો ઘઉંનો લોટ લઈશું. બંને લોટ ભેગો કરી લઈશું. હવે તેમાં બે ચમચી તેલ એડ કરીશું. હવે બધું મિક્સ કરી લઈશું.

2- હવે આપણે એક કપ લીલી મેથી ધોઈ ને સમારી ને એડ કરીશું. હવે એક ચમચી લીલા ધાણા સમારી ને નાખીશું.આ સ્ટેજ પર તમે લીલું લસણ નાખવા માંગતા હોય તો નાખી શકો છો. આજે આપણે જૈન બનાવી એ છે એટલે નથી નાખતા.

3- હવે આપણે એક નાની ચમચી લીલા મરચાની પેસ્ટ નાંખીશું. ત્યારબાદ એક મોટી ચમચી સફેદ તલ નાખીશું. ત્યારબાદ પા ચમચી હળદર નાખીશું. ૧ નાની ચમચી ધાણાજીરું પાવડર નાખી શું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. ત્યારબાદ 1 મોટી ચમચી દળેલી ખાંડ નાખીશું.

4- હવે આપણે અડધા લીંબુનો રસ નાખી શું. અથવા તમે દહીં પણ નાખી શકો છો. હવે બધું હાથ થી ભેગું કરી લઈશું. આપણે જરૂર મુજબ થોડું થોડું પાણી લઇ લોટ બાંધી લઈશું. પાણી નાખતી વખતે થોડું ધ્યાન રાખવાનું છે કે પાણી લઈને જ આપણે લોટ બાંધવાનો છે. બહુ ઢીલો લોટ બાંધવાનો નથી કઠણ બાંધવાનો છે.

5- હવે આપણે મુઠીયાને સોફ્ટ કરવા માટે ચપટી બેકિંગ સોડા નાખીશું. બેકિંગ સોડા નાખવાથી એકદમ સોફ્ટ બને છે.ફરી થી થોડું પાણી નાખી લોટ ને સરસ બાંધી લઈશું. હવે આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. બહુ ઢીલો નહી અને બહુ કઠણ નહીં તેવો રાખવાનો છે. તેમાં અડધી ચમચી તેલ નાખી શુ.

6- હવે હાથ માં થોડું તેલ લઇ નાના મુઠીયા બનાવી દઈશું. બહુ નાના નઈ અને બહુ મોટા નઈ તેવા મિડિયમ સાઈઝના બનાવી દઈશું. ત્યારબાદ તેને પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે મુઠીયાને ફ્રાય કરી લઈશું. તેલ બહુ ગરમ ના હોવું જોઈએ. જો તેલ બહુ ગરમ હસે તો ઉપરથી કલર આવી જશે અને અંદરથી મુઠીયા કાચા રહેશે. જેથી આપણા મુઠીયાને ધીમા ગેસ પર ફ્રાય કરી લઈશું.

7- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સતત હલાવતા મુઠીયા સરસ ફ્રાય થઈ ગયા છે. ઉપરથી પણ સરસ કલર આવી ગયો છે અને અંદરથી પણ કુક થઈ ગયા છે. હવે મુઠીયાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. આ મુઠીયા ને તમે ચા સાથે પણ ખાઈ શકો છો. હવે આપણે શાકનો વઘાર કરી લઈશું. વઘાર કરવા માટે એક પેન લઇ લઈશું.તેમાં ત્રણ મોટી ચમચી તેલ લઈશું.

8- આ શાક માં તેલ નું પ્રમાણ વધારે હોય છે. ત્યારબાદ અડધી ચમચી રાઇ નાખીશું. અડધી નાની ચમચી જીરું નાખીશું. અને ચપટી હિંગ નાખીશું. ત્યારબાદ તેમાં પાંચ થી છ મીઠા લીમડાના પાન નાખીશું.તેને પણ સરસ સાંતળી લઈશું. 1 ચમચી લીલા મરચાની પેસ્ટ નાખીશું. ત્યારબાદ અડધી નાની ચમચી હળદર નાખીશુ. અને એક નાની ચમચી ધાણાજીરું પાવડર નાખીશુ.

9- હવે આપણે એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. ધ્યાન રાખવાનું કે ગેસ ધીમો રાખવા નો કારણ કે આપણા મસાલા બળી ના જાય.હવે ત્રણ ઝીણા ટામેટા ને સમારી ને નાખીશું.હવે બીજા બે ટામેટાં ની મિક્સર માં પેસ્ટ બનાવી દઈશું.તે એડ કરીશું. ટામેટાની પેસ્ટ નાખવાથી આપણી ગ્રેવી ઘટ્ટ બને છે.

10- હવે આપણે તેને સરસ મિક્સ કરી લઈશું. હવે સ્વાદ મુજબ મીઠું નાખીશુ. હવે ઢાંકીને પાચ થી છ મિનિટ કુક કરી લઈશું. હવે આપણા ટામેટા કુક થઈ ગયા છે.અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. અને ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે. અને ગ્રેવી પણ એકદમ ઘટ્ટ થઈ ગઈ છે. હવે તેમાં આપણે પા કપ દહી નાખીશું.

11- આપણે દહીને ફેટી લઈશુ. આપણે દહી નાખી સતત હલાવતા રહીશું. ગેસ ધીમો જ રાખવાનો છે નહીં તો દહીં ફાટી જશે. હવે આપણું દહી સરસ મિક્સ થઈ ગયું છે. હવે ઢાંકીને 3 મિનિટ માટે કુક કરી લઈશું. ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે અને ગ્રેવી પણ એકદમ ઘટ્ટ થઈ ગઈ છે. અને કલર પણ સરસ આવી ગયો છે.

12- હવે તેમાં આપણે એક ગ્લાસ પાણી નાખીશું.અને પાણી નાખ્યાં બાદ અને ફરી આપણે ઢાંકીને ઉકળે ત્યાં સુધી કુક કરી લઈશું. હવે આપણી ગ્રેવી સરસ ઉકળવા લાગી છે. આ સ્ટેજ પર આપણે બનાવેલા મુઠીયા નાખીશું. બધા જ મુઠીયાને નાખી દઈશું. તેને ચાર થી પાંચ મિનિટ માટે કુક કરી લઈશું.ગ્રેવી ઘાટી થઈ જાય અને મુઠીયા પણ એકદમ સોફ્ટ થઈ જાય તેને હવે ઢાંકીને કુક કરી લઈશું. વચ્ચે-વચ્ચે હલાવતા રહીશું.

13- હવે ચાર મિનિટ થઈ ગઈ છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ગ્રેવી એકદમ સરસ ઘાટી થઇ ગઇ છે. અને મુઠીયા પણ ફૂલીને સરસ ડબલ જેવા થઈ ગયા છે.અને એકદમ સોફ્ટ થઈ ગયા છે.હવે તેમાં પા ચમચી ગરમ મસાલો નાખીશું.હવે એક નાની ચમચી કસ્તુરી મેથી નાખીશું. તેનો ટેસ્ટ પણ ખુબ સરસ લાગે છે.

14- હવે શાક ને ગળચટ્ટ બનાવવા માટે એક ચમચી ગોળ નાખીશું. હવે બધું સરસ મિક્સ કરી લઈશું. ફરી તેને ઢાંકીને એક થી બે મિનિટ માટે કુક કરી લઈશું.હવે બધા મસાલા શાક માં ભળી ગયા છે.અને એકદમ સરસ સુગંધ આવી રહી છે. હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે છેલ્લે તેમાં બે મોટી ચમચી લીલા ધાણા નાંખીશું.અને મિક્સ કરી લઈશું.હવે ગેસ બંધ કરી દઈશું.

15- હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. શાકને આપણે સર્વિંગ પ્લેટમાં ગરમાગરમ સર્વે કરીશું. બન્યું છે ને એકદમ ટેસ્ટી જોઈ ને જ ખાવાનું મન થઈ જાય એવું મેથી મૂઠિયાં ટામેટા નું જૈન શાક.તમે આ રેસિપી ને જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *